Bhagwan Saminarayan
Jivanpran AbjiBapashree
Sadgurushree
Grand Tradition
H.D.H. Bapji
 
   
     
 
  પ્રાગટ્યનો હેતુ  
 

       સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ પૃથ્વી ઊપર સમયાંતરે જુદા જુદા અવતારોએ અવતાર ધર્યો અને દરેકે પોત પોતાના કાર્યોને પૂર્ણ કર્યા... હવે કાર્ય બાકી રહ્યું હતું આ સર્વે અવતારોના અવતારી એક અને માત્ર એક સનાતન ભગવાનનું. જીવાત્મા અનંત જન્મોથી

પુનઃરપી જનનઃ પુનઃરપી મરણં
પુનઃરપી જનની જઠરે શયન

       એમ ભવોભવથી આ જીવાત્મા લખ ચોરાશીમાં જન્મ મરણના ફેરા ફર્યા કરે છે. એનું કોઇ અંતિમ વિરામસ્થાન આવતું નથી. એ અંતિમ વિરામ સ્થાન એટલે આત્યાંતિક કલ્યાણ. જે કાર્ય હતુ. છે અને રહેશે એક માત્ર સનાતન ભગવાન સ્વામિનારાયણનું.

       જન્મ - મરણની ભવાબ્દીરૂપી માયા જાળમાં ફસાયેલા અનંત જીવોને પોતાના સ્વરૂપની સર્વોપરી ઊપાસના સમજાવી અને અનાદિમુકતની સ્થિતિને પમાડી પોતાની મૂર્તિ સુખના અધિકારી કરવા એ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનો મુખ્ય હેતુ હતો. જેમ કોઇક સ્થળે પહાચવા માટે નિકળ્યા હોય ત્યારે વચ્ચે રસ્તા તો ઘણાં આવે છે પરંતું જે રસ્તો આપણાં ધ્યેય સ્થળ સુધી પહાચતો હોય તે જ રસ્તે આપણે જઇએ છીએ. તેમ ઊપાસના એ તો મુદ્દો છે. ઊપાસના તો જગતના જીવને પણ હોય છે અને ભગવાનના ભકતને પણ હોય છે. પરંતું ઊપાસના કોની થાય ? તો એક માત્ર સનાતન ભગવાન સ્વામિનારાયણની એમની ઊપાસના દૃઢ કરવાથી આત્યાંતિક કલ્યાણ થાય છે. આધુનિક ભગવાનની ઊપાસના કરવાથી આત્યાંતિક કલ્યાણ પ્રાપ્ત ન થાય. અનંત જીવોને પોતાની સર્વોપરિ ઊપાસના સમજાવવા જેવા કુલ છ હેતુથી સ્વયં સ્વામિનારાયણ ભગવાન સંવંત ૧૮૩૭ ચૈત્ર સુદ ૯ને શુભ દિને આ બ્રહ્માંડને વિષે મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા... આ છ હેતુને સદ્.બ્રહ્માનંદ સ્વામી પોતાના ગ્રંથોમાં ગ્રંથસ્થ કર્યા છે.

 

 
અનુવાદ :-

"પોતાના એકાંતિક ભકતને સુખ આપવા તથા તેમના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવા એ એક હેતુ" વિવરણ :-

       પોતાના ભકત સમુદાયને દર્શન, સેવા, સમાગમનું સુખ આપવા તથા તેમના મહારાજની મૂર્તિના સુખ સંબંધી તથા ભકિત-સેવા, પૂજા વિગેરે પ્રેમલક્ષણા સંબંધી મનોરથોને વિવિધ રીતે પૂર્ણ કરવા તથા પોતાના ભકતોને હેત, પ્રેમ, વ્હાલ આપી તથા તેમની સર્વે પ્રકારે રક્ષા કરવા અને વિવિધ ચેષ્ટા કરી લાડ લડાવવાના શુભ હેતુથી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું.

 
 

અનુવાદ :-

       અધર્મી તથા અસુરોથી કષ્ટ પામતાં એવા ભકિત- ધર્મ તેમનું રક્ષણ કરવું અને તેમની પૃથ્વીને વિષે પ્રવૃત્તિ કરવી તે બીજો હેતુ

વિવરણ :-

       વધતા જતાં વિષય, વ્હેમ, અંધશ્રદ્ધા, ચોરી, લુંટ-ફાંટ, દુરાચાર, પાપાચાર, અધર્મ અને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઇર્ષ્યા, વેર-ઝેર, એ આદિ અંતઃશત્રુઓથી ધર્મ અને ભકિતનું રક્ષણ કરવા અને આ બ્રહ્માંડને વિષે પોતાના સ્વરૂપની ભજન-ભકિત કરાવવારૂપી પ્રવૃત્તિને વિસ્તારવાના શુભ હેતુથી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું.

 
 

અનુવાદ :-

પોતાનું સર્વોપરિ જ્ઞાન તથા સર્વોપરી ઊપાસના પ્રવર્તાવવી અને જીવોને પોતાના મુકત ભેળા ભેળવવા એ
ત્રીજો હેતુ

વિવરણ :-

       અનંત કોટિ બ્રહ્માંડમાં સનાતન ભગવાન એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન છે અને બીજા બધાય આધુનિક ભગવાન છે. આજે પોતાનું સર્વોપરી જ્ઞાન અને પોતાના સ્વરૂપનું અન્વય - વ્યતિરેકપણું સમજાવવું અને પોતાની અજોડ ઊપાસનાનું પ્રવર્તન કરવું તથા અનંતને અનાદિમુકતની સ્થિતિનું સર્વોપરી જ્ઞાન આપી અનાદિમુકતની સ્થિતિ પમાડવા અનંત જીવોને પોતાના મુકત ભેળા ભેળવવાના શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું.

 
 

અનુવાદ :-

       પોતાના અવતારોને તથા અવતારોના ભકતોને પાૃથ્વીને વિષે મનુષ્યરૂપ ધરાવીને પોતાનું જ્ઞાન તથા ઊપાસના સમજાવીને તેમને પોતાના ધામમાં લઇ જવા એ ચોથો હેતુ

વિવરણ :-

       અનંતકોટી બ્રહ્માંડમાં સનાતન સ્વરૂપ એક અને માત્ર એક જ છે અને એ છે ભગવાન સ્વામિનારાયણ. આ સનાતન ભગવાનની સત્તાથી થયેલા અનંત અવતારો જેને આધુનિક ભગવાન કહેવાય છે. આવા અનંત આધુનિક ભગવાન તથા તેમના ભકતોને પૃથ્વીને વિષે મનુષ્યરૂપ ધરાવી, એમને પોતાના સ્વરૂપની સર્વોપરિ નિષ્ઠા દૃઢ કરાવી પોતાના અક્ષરધામનાં અધિકારી કરવાના શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું.

 
 

અનુવાદ :-

એકાતક ધર્મને સ્થાપન કરવો તથા દુષ્ટ જનનો નાશ કરવો તથા સત્પુરુષનું રક્ષણ કરવું એ પાંચમો હેતુ

વિવરણ :-

       પોતાના સર્વોચ્ચ સંકલ્પો, સિદ્ધાંતો અને સર્વોપરિ ઊપસનાએ યુકત શુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન કરી અનંત જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવી, ધ્યાન - ભજન ઊપાસના કરાવી પોતાના મૂર્તિના સુખના અધિકારી કરવા તથા જોબનપગી, ઊકાખાચર, વાલેરો વરુ, જેવા દિશાહિન બનેલાઓને સાચી દિશા બતાવી આદર્શ ભકત કરવા અને પોતાના સત્પુરુષોની પરંપરાની પ્રણાલીકાનો પ્રારંભ કરવો અને તેમનો મહિમા સમજાવી એ મુકતો દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવવાના શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયનું પ્રાગટ્ય થયું.

 
 

અનુવાદ :-

       મુમુક્ષુને મુકત કરવા તથા પોતાના અને પોતાના મુકતોના દર્શન - સ્પર્શાદિક સંબંધે કરીને નવા મુમુક્ષુ કરીને તેમનો આત્યંતિક મોક્ષ કરવો એ છઠ્ઠો હેતુ

વિવરણ :-

       અનંત મુમુક્ષુઓને પોતાના સ્વરૂપનું સર્વોપરિ જ્ઞાન દૃઢ કરાવી અનાદિમુકતની સ્થિતિને પમાડી પોતાના અનાદિમુકતોની પંકિતમાં ભેળવવા તથા પોતાના અને પોતાના સત્પુરુષના દર્શન - સેવા, સમાગમ, સ્પર્થ વિગેરે સંબંધે કરીને અનેક નવા જીવોને મુમુક્ષુતા દૃઢ કરાવી અને પોતાના સર્વોપરિ ઊપાસનાની દૃઢતાવાળા ભકત કરી આત્યાંતિક મોક્ષના અધિકારી કરવાના શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું.