Scriptures
Shikshapatri
Vachanamrut
Abjibapashri Ni Vato
Bapashri Jivan Charitra
Philosophy
 
   
     
 
       
  Shikshapatri   Vachnamrut   Bapashri Ni Vato  
 
     
 

 
 

       ભગવાન સ્વામિનારાયણ રચીત શિક્ષાપત્રી ગ્રંથમાં કુલ ૨૧૨ શ્લોકો છે આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને શિખામણ આપવા માટે કહેતાં આદર્શ ભક્ત જીવનની દિશા આપવા માટે લખી છે... જેમાં કેટલીક આજ્ઞાઓ શ્રીજીમહારાજે ભક્તભાવે કરી છે, તો કેટલીક આજ્ઞાઓ સેવકભાવે તથા મુક્તભાવે તથા અન્‍ય અવતારોનો મીશ લઇને કરી છે. જેથી આ આજ્ઞાઓ પોતાની મેળે સરળતાથી સમજાતી નથી... એ આજ્ઞાઓને સમજવા માટે પણ એવા અનુભવી સત્પુરૂષની જરૂર પડે છે. એવા સત્‍પુરૂષના સંગમાં રહેવાથી શ્રીજીમહારાજે કરેલી આજ્ઞાઓનો યથાર્થ હેતુ સમજાય છે.

       આ શિક્ષાપત્રી ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે કરેલી આજ્ઞાઓ સમગ્ર ભક્તસમાજને સરળતાથી સમજાઇ જાય તથા એ આજ્ઞા કરવા પાછળનો હેતુ સમજાય અને સૌએ આજ્ઞા મુજબનું જીવન જીવવા કટીબધ્‍ધ બને એવા શુભ હેતુથી SMVS સંસ્‍થા દ્વારા શિક્ષાપત્રી -સાર નામની પુસ્‍ત‍િકા પ્રકાશન કરવામાં આવી છે... જેમાં ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રી તથા શિક્ષાપત્રીની આજ્ઞાઓને જુદા જુદા વિષયમાં વહેંચી શિક્ષાપત્રી ગ્રંથના સાર તૈયાર કરવામાં આવ્યો છે તેનો સમાવેશ કરેલ છે...