Scriptures
Shikshapatri
Vachanamrut
Abjibapashri Ni Vato
Bapashri Jivan Charitra
Philosophy
 
   
     
 
       
  Shikshapatri   Vachnamrut   Bapashri Ni Vato  
 
 

 
 

 
  ગૃહસ્થ હરિભક્તોના પંચવર્તમાન  
  ગૃહસ્થ હરિભક્તોએ પાળવાના વિષેશ નિયમો  
  ત્યાગી સંતોના પંચવર્તમાન  
 

 ત્યાગી સંતોએ પાળવાના વિષેશ નિયમો

 
     
 

ગૃહસ્થ હરિભક્તોના પંચવર્તમાન

 
 

(સત્સંગીજીવન, શિક્ષાપત્રી તથા ગઢડા પ્રથમના ૭૮મા વચનામૃતની રહસ્યાર્થ ટીકાને આધારે)

 
     
 

(૧) દારૂ વર્તમાન

 
 

જે જોવાથી, ખાવાથી, પીવાથી, સાંભળવાથી કે માણવાથી ઇન્દ્રિયો-અંત:કરણને કેફ કહેતા નશો ચડે, એ તમામ વસ્તુ,, પદાર્થ કે ક્રિયા દારુ તુલ્ય ગણાય.

  • દા.ત. : ચા, કોફી, બીડી, સિગરેટ, ગાંજો, અફીણ, તમાકુ, ગુટખા, માવા-મસાલા, પાન આદિ પદાર્થ તથા કોઇપણ પ્રકારનો બીઅર કે અન્ય કોઇ પણ પ્રકારનો દારુ એ પણ વજર્ય છે.
  • આ પદાર્થોનો ઉપયોગ કરવો તો નહીં, પણ કરાવવો પણ નહીં.
  • આલ્કોહોલિક દવાઓ પણ દારુ તુલ્ય ગણાય.
ટી.વી., સિનેમા, સિરિયલો, નાટક, સટ્ટા, જુગાર, ચોપાટ, લોટરી, સરકસ વગેરે મનને નશો કરનાર છે, માટે તે પણ દારુ તુલ્ય ગણાય.
 
     
 

(૨) માટી વર્તમાન

 
 

માટી એટલે માંસાહાર.

  • જેમાં પ્રત્યક્ષ માંસ, ઇંડા તથા માંસ અને ઇંડા મિશ્રિત બનાવટો, વસ્તુઓ કે દવાઓનો ઉપયોગ એ પણ માંસાહાર તુલ્ય છે.

  • ગાળ્યા વગરનું પાણી, દૂધ, તેલ, ઘી પણ માંસ તુલ્ય છે.

  • ચાળ્યા ને સાફ કર્યા વગરનાં અનાજ, લોટ, સૂક્ષ્મ જંતુઓ યુક્ત શાકભાજી..

  • દા.ત. : ફુલાવર, અમુક ભાજી વગેરે...

તમોગુણ પ્રધાન અને અતિ ગંધયુક્ત વસ્તુ જેવી કે કાંદા (ડુંગળી), લસણ, હિંગ વગેરે... ટૂંકમાં, ઘરમાં તો આ ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો જ. પણ બજારની તમામ ચીજ વસ્તુઓ તથા લગ્નપ્રસંગોમાં કે બહાર જ્યાં નિયમધર્મ પૂર્ણ રીતે ન સચવાતા હોય તેવી વસ્તુઓ ખાવાથી-પીવાથી, આ વર્તમાન લોપાય જ. માટે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા, ભગવાનના ભક્તે બજારુ ખાણાં-પીણાંનો અવશ્ય ત્યાગ કરવો. જરુર પડ્યે ઘરમાં જ ગાળી-ચાળીને, ઉપરના નિયામોનું પાલન કરી, વસ્તુ બનાવી, ઠાકોરજીને થાળ ધરાવી, પ્રસાદીની કરીને તેનો ઉપયોગ કરવો.

 
     
 

(૩) ચોરી વર્તમાન

 
 

ચોરી એટલે માત્ર કોઇના ઘરમાંથી વસ્તુ લઇ લેવી એટલું જ નહીં, પણ એ સિવાય, કોઇની ધણીયાતી અલ્પ વસ્તુ પણ ધણીને પૂછ્યા વિનાની લેવી નહીં.

  • કોઇની વસ્તુ ઝૂંટવીને કે પરાણે, પડાવીને ન લેવી.

  • રસ્તામાં પડેલી વસ્તુ પણ ન લેવી

  • કોઇની થાપણ પડાવી ન લેવી.

  • અણહક્કની વસ્તુ કે રકમ કોઇ આપે તોય ન લેવી.

  • લાંચ-રુશ્વત લેવી, ભેળસેળ કરવી, ઓછું આપવું, દગો કરવો, કપટ કરવું વગેરેનો ત્યાગ કરવો.

  • કોઇની બંધીયાર જગ્યા હોય ત્યાં પૂછ્યા વિના ઉતારો પણ ન કરવો.

  • નોકરી કરતા હોય તો ક્યારેય કામચોરી, કહેતા સમયની ચોરી ન કરવી.

  • સરકારી વસ્તુ કે લાઇટ, પાણી, ટેલિફોન વગેરે સેવાઓની ચોરી ન કરવી.

  • ગેરકાયદેસર ધંધા, વ્યવસાય કે નોકરી ન કરવી.

  • દેવની ચોરી: કાયદેસર એવા ધંધા, વ્યવસાય, નોકરી કે ખેતીની ઊપજમાંથી દ્રવ્યની શુદ્ધિને અર્થે ઓછામાં ઓછો ૧૦ ટકા કે વ્યવહારે અતિ દૂર્બળ હોય તો ૫ ટકા ધર્માદો કઢવો.

ભગવાને આપેલા સમયનો એટલે કે ઉંમરનો પણ દશાંશ ભાગ ધર્માદો કાઢવો. અર્થાત એટલો સમય ભગવાનની-સંતોની સેવા તથા સમાગમ અર્થે અચૂક કાઢવો. નહિ તો ચોરી વર્તમાન લોપાય.

 
     
 

(૪) અવેરી વર્તમાન

 
 

અવેરી વર્તમાન એટલે બ્રહ્ભચર્ય. ગૃહસ્થ ભલે સંસારમાં હોય તો પણ તેણે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા આ પ્રમાણે આ વર્તમાન પાળવું જ પડે.

  • પુરૂષે પરસ્ત્રી સામે કે સ્ત્રીએ પરપુરૂષ સામે કુદ્રષ્ટિ ન કરવી કે કુવિચાર ન કરવો.

  • પુરૂષે પરસ્ત્રી કે સ્ત્રીએ પરપુરૂષનો સંગ ન કરવો.
    - પુરૂષો યુવાન અવસ્થાવાળી એવી પોતની મા, બહેન કે દીકરી સામે દ્રષ્ટિ માંડીને જોવું નહીં, કે એની   સાથે એકાંત સ્થળને વિષે રહેવું નહીં.
    - એ જ રીતે, સ્ત્રીએ, યુવાન અવસ્થાવાળા એવા પોતાના બાપ-ભાઇ કે દીકરા સામું પણ દ્રષ્ટિ માંડીને   જોવું નહીં કે તેની સાથે એકાંત સ્થળને વિષે રહેવું નહીં.
    - તો સ્વાભાવિક છે કે દૂરનાં સગાંસંબંધી, વિજાતિ મિત્ર કે પુરૂષે અન્ય સ્ત્રી સાથે કે સ્ત્રીએ અન્ય પુરૂષ   સાથે દ્રષ્ટિ માંડીને જોયાનો કે એકાંત સ્થળને વિષે રહ્યાનો નિષેધ હોય... હોય ને... હોય જ.

  • નાટક, સિનેમા, ટી.વી., ચેનલો, સિરિયલો, ઇંન્ટરનેટ તથા આજનાં આધુનિક ઉપકરણો દ્રારા પ્રદર્શિત નગ્ન, અર્ધનગ્ન, ચિત્ર-વિચિત્ર પરિધાને યુક્ત દ્રશ્યો કે ચિત્રોને જોવાં એ એટલાં જ હાનિકારક છે. જેનો સત્સંગી માત્રને નિષેધ છે. તેનો ખટકાપૂર્વક ત્યાગ રાખવો.

  • વિકૃતિ જન્માવે તેવાં તથા પોતાનાં અંગ દેખાય તેવાં ઝીણાં તથા ટૂંકાં વસ્ત્રો પહેરવાં નહીં અને પહેરેલાં હોય તેવાં દ્રશ્યો જોવાં નહીં.

  • ગરબા, પાર્ટીઓ, ડિસ્કો અને પોપ મ્યુઝિક જેવા કામુક, વૃતિઓને બહેકાવે તેવા પ્રસંગોમાં ભાગ લેવો નહીં કે હાજરી આપવી નહીં.

  • બીભત્સ સાહિત્ય, લેખો, પુસ્તકો, મેગેઝીનો જોવાં નહીં, વાંચવાં નહીં કે એવાં ચિત્રો-દ્રશ્યો જોવાં નહીં.

  • સ્ત્રીઓએ પોતાના રજસ્વલા ધર્મનું કડકપણે પાલન કરવું. ત્રણ દિવસ છેટા રહી, ચોથે દિવસે છોળે સ્નાન કરી બધે અડવું.

પોતાની સ્ત્રીનો પણ આસકિતએ રહિત ઋતુસમે સંગ કરવો. તેમાં પણ એકાદશીઓ, તેના આગલા પાછલા દિવસો, ભગવાનના પ્રાગટય દિવસ તથા તેના આગલા-પાછલા દિવસો, અમાસ, શ્રાવણ માસ, અધિકમાસ, વ્રત-યજ્ઞાદિક સમૈયાના દિવસો તથા તીર્થસ્થાનો વગેરેમાં પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો.

 
     
 

(૪)વટલવું નહિ અને વટલાવવું નહિં.

 
 

ન ખપતુ હોય તેનુ ખાવું નહિ અને જેને ન ખપે તેને ખવડાવવું નહિં....એટલે કે ધર્મ-નિયમે યુક્ત ન હોય તેના ઘરનું ખાવું-પીવુ નહિં અને આપણું ન હોય તો પાળનારને પરાણે ખવડાવવું-પિવડાવવું નહિં.

 
 

Top       

 
     
 

ગૃહસ્થ હરિભક્તોએ પાળવાના વિષેશ નિયમો

 
 

આ પંચવર્તમાન ઉપરાંત શિક્ષાપત્રીમાં સ્વામિનારાયાણ ભગવાને નિર્દેશ કરેલ સારરૂપ આજ્ઞાઓનું પણ ભગવાનના શરણાગત ભક્તોએ અવશ્ય કરવું.

 
 
(૧)

કોઇપણ જિવ-પ્રાણીમાત્રની હિંસા ન કરવી અને જાણીને તો ઝીણાં એવાં જુ, માંકડ, ચાંચડ, આદિક જીવો તેમની પણ હિંસા ક્યારેય ન કરવી.

(૨)

કોઇ મુશ્કેલી કે આફતમાં કે કંઇ અયોગ્ય આચરણ થઇ જાય તો મુંઝાઇને કે પસ્તાઇને પણ કોઇ પ્રકારે આત્મઘાત તો ન જ કરવો. અને શસ્ત્રાદિકે કરીને પોતાના કે બીજાના કોઇ અંગનું છેદન પણ ન કરવું.

(૩)

ધર્મ કરવાને અર્થે પણ કોઇએ કોઇ પ્રકારનું ચોરીનું કર્મ ન કરવું. ને ધણીયાતું જે કાસ્ઠ, પુષ્પ આદીક વસ્તુ તે ધણીની આજ્ઞા વીના ન લેવું.

(૪)

પોતાના સ્વાર્થને અર્થે પણ કોઇને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો, ને કોઇને ગાળ તો ક્યારેય ન દેવી.

(૫)

કોઇની નિંદા, દ્રોહ કે અવગુણ અભાવની વાત ક્યારેય ન કરવી કે ન સાંભાળવી.

(૬)

હંમેશા અમારા ભક્તે સત્ય વચન જ બોલવું. છતાં જે સત્ય વચન બોલવે કરીને પોતાનો કે પારકાનો દ્રોહ થાય તેવું સત્ય વચન પણ ક્યારેય ન બોલવું.

(૭)

કૃતઘ્ની હોય કે જે કરેલું જાણતો ન હોય તેના સંગનો ત્યાગ કરવો.

(૮)

ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા લોકોને છેતરનાર ને ઠગનાર એવા છ પ્રકારના કુસંગનો સંગ ન કરવો.

(૯)

જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આંલંબન કરીને સ્ત્રી, દ્ર્વ્ય અને રસાસ્વાદ તેને વિષે અતિશય લોલુપ થકા પાપને વિષે પ્રવર્તતા હોય તેવા મનુષ્યનો સમાગમ ન કરવો.

(૧૦)

મંદીર, જીર્ણ દેવાલય, નદી-તળાવ ના આરા, રસ્તો, વાવેલું ખેતર, વૃક્ષની છાયા તથા બાગ-બગીચા એ આદીક જે સ્થાનક તેમને વીષે ક્યારેય મળમુત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં.

(૧૧)

ચોરમાર્ગે કરીને પેસવું નહીં કે નીસરવું પણ નહીં.

(૧૨)

પુરુષ માત્રે સ્ત્રીના મુખ થકી જ્ઞાનવાર્તા પણ ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વાદ-વિવાદ ન કરવો.

(૧૩)

ગુરુનું, અતિશય શ્રેષ્ઠ મનુષ્યનું, વ્યવહારમાં પ્રતિષ્ઠિત મનુષ્યનું કોઇ વિદ્વાનનું તથા શસ્ત્રધારી મનુષ્યનું ક્યારેય અપમાન ન કરવું.

(૧૪)

વિચાર્યા વિના કોઇ વ્યવહારિક કાર્ય તત્કાળ ન કરવું, પણ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ કરવું.

(૧૫)

નિત્યપ્રત્યે સાધુનો સમાગમ કરવો.

(૧૬)

ભગવાન કે સંતના દર્શનને અર્થે જવું ત્યારે ખાલી હાથે ન જવું.

(૧૭)

કોઇનો વિશ્વાસઘાત ન કરવો.

(૧૮)

પોતાના મુખે પોતાનાં વખાણ ન કરવાં.

(૧૯)

મંદીરમાં આવ્યા પછી સ્ત્રીએ પુરુષનો કે પુરુષે સ્ત્રીનો સ્પર્શ ન કરવો.

(૨૦)

કંઠને વિષે તુલસીની અથવા કાષ્ઠની કંઠી નિત્ય ધારણ કરવી.

(૨૧)

નિત્ય પ્રત્યે સૂર્ય ઊગ્યા પહેલાં જાગવું ને પછી સ્વામિનારાયણ નામનું સ્મરણ કરવું.

(૨૨) ત્યારબાદ શૌચવિધિ કરી ડાબો હાથ દશ વખત ને બંને હાથ ભેળા કરી સાત એમ કુલ સાત વખત શુધ્ધ માટી અથવા પાઉડરથી હાથ ધોવા, સાબુથી કે લિક્વિડથી ન ચાલે.
(૨૩)

ત્યારબાદ એક સ્થાને બેસીને દંતધાવન કરવું. પછી પવિત્ર જળે કરીને સ્નાન કરવું.

(૨૪)

પછી (પુરુષ વર્ગે શુધ્ધ એવું જે એક વસ્ત્ર પહેરવું ને એક ઓઢવું ને પછી) નિત્ય પ્રત્યે સ્વામિનારાયણ ભગવનની વ્યક્તિગત પૂજા અવશ્ય કરવી. પૂજા કર્યા વિના પાણી પણ પિવાય નહીં અને જમાય પણ નહીં.

(૨૫)

પુરુષ માત્રે ચંદને કરીને ભાલ, બંને હસ્ત ને છાતીને મધ્યે તિલક કરવું ને ચંદનનો ચાંદલો કરવો તથા ભાલમાં કુમકુમનો ચાંદલો કરવો. અને સ્ત્રીઑએ માત્ર ભાલને વિષે કુમકુમનો ચાંદલો કરવો. જ્યારે વિધવા સ્ત્રીઑએ તિલક પણ ન કરવું ને ચાંદલો પણ ન કરવો.

(૨૬)

ત્યાર બાદ ભગવાનની માનસી પૂજા કરી પ્રગટભાવે પૂજા કરી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો ને નિત્ય પ્રત્યે અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મિ એ ગુરુમંત્રની એક માળા કરવી.

(૨૭)

પત્ર, કંદ, ફળ, કે કોઇ પણ વસ્તુ ભગવાનને ધરવ્યા વગર ન ખાવી કે કોઇ પણ વસ્તુ કે પદાર્થ પ્રસાદીના કર્યા વગર તેનો ઉપયોગ ન કરવો.

(૨૮)

નિત્ય પ્રત્યે સ્વામિનારાયણ ભગવાનના મંદિરને વિષે જવું અને ભગવાનના કીર્તન, ધૂન બોલવાં ને સંતોનો સમાગમ કરવો.

(૨૯)

વ્યક્તિના ગુણ પ્રમાણે તેને કાર્ય પ્રેરવું, તથા તે રીતે તેનું સન્માન જાળવવું. તેમ જ કોઇ વ્યવહારે કરીને મોટી વ્યક્તિ આવે કે વડીલ આવે તો તે મુજબ તેનું યોગ્ય સન્માન કરી યોગ્ય સ્થાને બેસાડવા.

(૩૦)

સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને કે ઉભડક પગે ન બેસવું.

(૩૧)

કોઇ ફળના લોભે કરીને પણ પોતાના ધર્મનો ત્યાગ ન કરવો.

(૩૨)

કોઇનીય ખાનગી વાત જાણતા હોય તો પણ તેને ક્યારેય પ્રકાશ ન કરવી.

(૩૩)

ચાતુર્માસને વિષે સંત-સમાગમ, માળા-પ્રદક્ષિણા, સદગ્રંથોનું વાંચન, ઉપવાસ, એકટાણાં કે બ્રહ્મચર્યાદિક વિશેષ નિયમો લેવા તથા તેનું પાલન કરવું.

(૩૪)

સર્વે એકાદશી તથા હરિનવમી આદિક વ્રતને દિવસે આદર થકી ઉપાવાસ કરવો, અને ઉપવાસના દિવસે અતિશય પ્રયત્ને કરીને પણ દિવસની નિદ્રાનો ત્યાગ કરવો.

(૩૫)

ક્યારેક ભૂતપ્રેતાદિક્નો ઉપદ્રવ થાય તો સ્વામિનારાયણ મહામંત્રનો જપ અથવા ઉચ્ચ સ્વરે તે મહામંત્રની ધૂન કરવી.

(૩૬)

સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે સર્વે ક્રિયાનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું, અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને ગૃહસ્થ સત્સંગીએ પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે સ્વામિનારયણ ભગવાનની પૂજા કરવી.

(૩૭)

સત્સંગી માત્રે જન્મનું તથા મરણનું સૂતક તે સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું.

(૩૮)

ક્યારેક જાણે અથવા અજાણે નાનું-મોટું પાપ થઇ જાય તો મોટા પુરુષને કે સંતોને પૂછીને તે પાપનું પ્રાયશ્ચિત કરવું.

(૩૯)

પોતાના નિકટ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ, તેમનો સ્પર્શ ન કરવો.

(૪૦)

પોતાનાં માતા-પિતા તથા આશરે રહેલા મનુષ્યની તથા માંદાની સેવા જીવંતપર્યંત કરવી.

(૪૧)

પોતાની સામર્થી પ્રમાણે, પોતાની જરૂરિયાત પ્રમાણે અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો, અને ઘરમાં પશુ રાખેલા હોય તો તેમને માટે પણ ચાર્ય-પૂળાનો સંગ્રહ કરવો.

(૪૨)

વ્યવ્હારિક લેતી-દેતીમાં પોતાના પુત્ર કે મિત્રાદિક સાથે પણ, સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના કોઇ વ્યવહાર ન કરવો.

(૪૩)

પોતાની આવક કરતાં વધારે ખર્ચ ન જ કરવો, અને આવક-ખર્ચનું નામું અવશ્ય લખવું.

(૪૪)

પોતાને ત્યાં રાખેલા નોકર-ચાકર કે મજૂર તેમને નક્કી કર્યા મુજબ જ વળતર આપવું. પણ ઓછું ન આપવું.

(૪૫)

પોતે જ્યાં રહેતાં હોય ત્યાં કોઇ આપ્તકાળ આવે કે ભુંડા દેશકાળ સર્જાય તો તે મૂળ વતન હોય તો પણ તેનો ત્યાગ કરવો ને જ્યાં સારા દેશકાળ હોય ત્યાં સુખેથી રહેવું.

(૪૬)

વ્યવહારે સુખી કે ધનાઢ્ય હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનના મોટા સમૈયા, ઉત્સવો ને મંદિરો કરાવવાં, તથા સાધુ અને હરિભકતોને જમાડવાં.

(૪૭)

સત્સંગી એવી સુવાસિની સ્ત્રીઓએ પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, તો પણ તેની આદરપૂર્વક સેવા કરવી પણ કટુ વચન ન બોલવાં.

(૪૮)

વિધવા સ્ત્રીઓ તેમણે પતિ બુદ્ધિએ કરીને ભગવાનને સેવવા ને પોતાના પિતા-પુત્રાદિક સંબંધીની આજ્ઞાને વિષે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું.

 
 

Top       

 
 

ત્યાગી સંતોના પંચવર્તમાન

 
 

(ધર્મામૃત, નિષ્કામશુધ્ધિ, શિક્ષાપત્રી તથા ગઢડા પ્રથમના ૭૮મા વચનાવૃતની ટીકાને આધારે) ત્યાગીએ ગૃહસ્થનાં વર્તમાન તો પાળવાજ, પણ તે ઉપરાંત....

 
     
 

(૧)નિષ્કામી વર્તમાન

 
 

ત્યાગી સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું. તે મુજબ...

  • સ્ત્રીનો સંગ ન કરવો. સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં.
  • સ્ત્રીનો સ્પર્શ ન કરવો. સ્ત્રીનાં રૂપ-કુરૂપની વાત કરવી નહીં, સ્ત્રી કાળી છે, ગોરી છે, યુવાન છે કે વૃદ્ધ છે તેનો નિર્ણય ન કરવો.
  • સ્ત્રીનું મનન ન કરવું. સ્ત્રીના ચિત્રને પણ નિહાળીને જોવું નહીં કે સ્પર્શ કરવો નહીં.
  • સ્ત્રીને ભોગવવાનો સંકલ્પ પણ ન કરવો, તો ક્રિયા તો થાય જ કેમ?
  • સ્ત્રીઓ સાથે બોલવું નહીં.

આ માટે, સંતોએ જોડી વિના એક્લા બહાર જવું નહીં કે ચાલવું નહીં. એવી આજ્ઞા કરી છે કે જેથી એકબીજાની મર્યાદાએ કરીને પણ નિષ્કામીપણું દૃઢ રહે અને જો કંઇ અજાણે ભૂલચૂક થાય તો તેનું નિષ્કામ શુધ્ધિ મુજબ પ્રાયસ્ચિત કરવું.

 
 

(૨)નિર્લોભી વર્તમાન

 
 
  • સાધુ થઇ કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રાખે, રખાવે કે અડે તો તેને મિનિટે મિનિટે હજાર ગાયો મર્યાનું પાપ થાય છે.
  • કહેલાં અગિયાર વસ્ત્રો ઉપર બારમું વસ્ત્ર ન રાખવું.
  • વસ્ત્રો પણ જાડાં માદરપાટનાં જ પહેરવાં, પણ ઝીણાં વસ્ત્ર ન પહેરવાં.
  • વસ્ત્રો પણ રંગથી ન રંગવા, પણ રામપુર ગામની માટીથી જ રંગવાં.
  • સીવેલાં વસ્ત્રો ન પહેરવા.
રજોગુણી રેશમી, મલમલ કે અન્ય વસ્ત્રો, રજોગુણી પદાર્થો પોતાના ઉપયોગ માટે ન રાખવાં.
 
 

(૩)નિર્માની વર્તમાન

 
 

કોઇ પ્રકારનું માન તો રાખવું જ નહીં. સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી માન-સન્માન મળે કે અપમાન મળે તો પણ બંને પરિસ્થિમાં સમભાવ રાખી વર્તવું.

 
 

(૪) નિ:સ્નેહી વર્તમાન

 
 
  • પોતાનાં પૂર્વાશ્રમનાં માતા-પિતા, ભાઇ કે નિકટના સંબંધી સાથે કોઇ પ્રકારનો વ્યવહાર ન રાખવો.
  • પોતાની જન્મભૂમિ કે પૂર્વાશ્રમના ઘર સાથે કોઇ વ્યવહાર ન રાખવો.
સ્નેહ એક માત્ર સ્વામિનારાયણ ભગવાનમાં તેમજ ભગવાનને લઇને સંતો-ભક્તોમાં જ કરવો.
 
 

(૫) નિ:સ્વાદી વર્તમાન

 
 
  • ખાવા-પીવા માટે કોઇ ધાતુના વાસણનો ઉપયોગ ન કરવી, પણ કાષ્ટના પાત્રનો તથા તુંબડીનો જ ઉપયોગ કરવો.
સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી જે મળે તે અન્ન્માં પાણી નાંખી, ભેળું કરી નિ:સ્વાદી કરીને જ જમવું.
 
 

Top       

 
     
 

ત્યાગી સંતોએ પાળવાના વિષેશ નિયમો

 
 

આ સિવાય શિક્ષાપત્રીની અન્ય આજ્ઞાઓનું પણ ત્યાગી સંતોએ અવશ્ય પાલન કરવું.

 
 
(૧) જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા પણ ન જવું.
(૨) મૈથુનાસ્ક્ત એવાં જે પશુ-પક્ષી આદિ પ્રાણી માત્ર તેમને પણ જાણીને જોવાં નહીં.
(૩)

સ્ત્રીના વેશને ધરી રહ્યો જે પુરુષ તેને અડવું નહીં અને તેની સામે જોવું નહીં ને તે સાથે બોલવું નહીં.

(૪) સ્ત્રીને ઉદ્દેશીને સ્વામિનારાયણ ભગવાની કથા-વાર્તા, કિર્તન પણ ન કરવાં.
(૫) પોતાનાં બ્રહ્મચર્યવ્રતનો કે પંચવર્તમાનનો ભંગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું.
(૬)

બળાત્કારે કરીને પોતાની અતિશય સમીપે આવતી જે સ્ત્રી તેને બોલી ને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી, પણ સમીપે આવવા દેવી નહીં.

(૭)

પોતાને શરીરે તેલમર્દન ન કરવું કે કરાવવું.

(૮) રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી.
(૯)

કામ, ક્રોધ, લોભ અને માન આદિક જે અંત:શત્રુ તેને જીતવા.

(૧૦)

પોતાના ઉતારાનું જે સ્થળ તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવશ થવા દેવો નહીં.

(૧૧)

સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ પસાર ન કરવો.

(૧૨) ગ્રામવાર્તા કરવી નહીં કે જાણીને સાંભળવી નહીં.
(૧૩)

આપ્તકાળ પડ્યા વિના ક્યારેય ખાટલા પર સુવું નહીં.

(૧૪) મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું.
(૧૫)

કોઇક કુમતિવાળા દુષ્ટજન હોય અને તે, પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી અને મારવો પણ નહીં. પણ તેનું જેમ હિત થાય તેમ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડૂં થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.

(૧૬)

સ્ત્રીની આગળ નમવું, ખમવું ને સ્ત્રીનું સહન કરવું, નિર્માનીપણું પકડી રાખવું.

(૧૭)

કોઇ પ્રકારની અહમબુધ્ધિ ન કરવી કે પોતાના સંબંધીમાં મમત્વભાવ ન રાખવો.

આમ, આ શિક્ષાપત્રીના સારરૂપ એવી આપની સર્વે આજ્ઞામાં, હે સ્વામિનારાયણ ભગવાન, અમને દૃઢ કરીને વર્તાવજો.... વર્તાવજો... વર્તાવજો.....

 
 

Top