Scriptures
Shikshapatri
Vachanamrut
Abjibapashri Ni Vato
Bapashri Jivan Charitra
Philosophy
 
   
     
   
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

પ્રશ્ન - ૧ વિશિષ્ટાદ્વૈત સિધ્‍ધાંત એટલે શું?
ઊત્તર : વસ્તુ બે અને દેખાવ એક તેને કહેવાય વિશિષ્ટાદ્વૈત.
વસ્તુ બે છે છતાં દેખાવ છે એક તે વિશિષ્ટાદ્વૈત. શ્રીજીમહારાજે આ વિશિષ્ટાદ્વૈત સિધ્‍ધાંત આપ્યો. તેને સમજીએ. અનાદિમુકત મૂર્તિમાં રહે પછી દેખાવ કોનો રહે? તો મહારાજનો એક જ. સ્વામી-સેવકભાવે. અનાદિમુકત મૂર્તિમાં રહે. પણ બહાર જુદા દેખાતા નથી. દેખાવ એક મહારાજનો જ રહે. આમ સ્વામી અને સેવક એમ વસ્તુ બે પણ દેખાવ એક સ્વામીનો જ. આનું નામ વિશિષ્ટાદ્વૈત સિધ્‍ધાંત.

દા.ત. તિલક અને ચાંદલો - વસ્તુ બે છે પણ ચિન્હ એક જ તિલક-ચાંદલો છે.

પ્રશ્ન - ર અન્વય સ્વરૂપ એટલે શું? અને અન્વય સ્વરૂપનો સંબંધ કોને કોને છે?
ઊત્તર : શ્રીજીમહારાજની મૂર્તિમાંથી નીકળતા તેજના સમૂહમાંની અનંત કિરણોમાંની એક કિરણ એટલે શ્રીજીમહારાજનું અન્વય સ્વરૂપ, આ અન્વય સ્વરૂપનો સીધો સંબંધ અનંત મૂળઅક્ષરોને છે. એથી નીચે અનંત વાસુદેવ બ્રહ્મ, અનંત મૂળપુરૂષ, અનંત પ્રધાનપુરૂષ, અનંત અહંકાર, અનંત મહત્તત્વ, અનંત વૈરાટનારાયણ, અનંત બ્રહ્મા, વિષ્ણુ, શીવ, અનંત ઇન્દ્રાદિક દેવી-દેવતાઓ અને જગતના જીવપ્રાણીમાત્ર તેમને અન્વય સ્વરૂપનો ઊત્તરોત્તર સંબંધ છે. આ સર્વે અનંતાનંત છે અને શ્રીજીમહારાજ એક અને અજોડ છે. આ સર્વે શ્રીજીમહારાજની એક કિરણની સત્તાથી થયા છે અને એક કિરણના આધારે રહ્યા છે.

પ્રશ્ન - ૩ વ્યતિરેક સ્વરૂપ એટલે શું? અને વ્યતિરેક સ્વરૂપનો સંબંધ કોને કોને છે?
ઊત્તર : ભગવાન સ્વામિનારાયણની દિવ્ય તેજોમય મૂર્તિ એ વ્યતિરેક સ્વરૂપ. વ્યતિરેક સ્વરૂપનો સંબંધ ચાર વર્ગનાને છે. ચાલોચાલ ભકત, એકાંતિક ભકત, પરમ એકાંતિકમુક્ત અને અનાદિમુકત આ ચાર વર્ગનાને શ્રીજીમહારાજનો સીધો વ્યતિરેક સ્વરૂપનો સંબંધ છે. આ ચારેય વર્ગના વ્યતિરેક સ્વરૂપના સંબંધે થયા છે અને રહ્યા છે. આ સર્વે અનંતાનંત છે અને શ્રીજીમહારાજ એક અને અજોડ છે.

પ્રશ્ન - ૪ અક્ષરધામ એટલે શું?
ઊત્તર : શ્રીજીમહારાજની મૂર્તિમાંથી નીકળતો અધો ઉધ્વ, ચારેકોરે પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ તેને કહેવાય છે અક્ષરધામ. આ અક્ષરધામ સદાય મહારાજની મૂર્તિની ભેળુ જ છે. કદી મહારાજથી જુદુ પડતું નથી. આ અક્ષરધામ એ શ્રીજીમહારાજનું કાર્ય છે અને શ્રીજીમહારાજ તેના કારણ છે.

અક્ષરધામ એ કોઇ સ્થાનવાચક કે સ્થળવાચક કે વ્યકિતવાચક શબ્દ નથી. અક્ષરધામ એ તેજવાચક શબ્દ છે. લોકો એવું સમજે છે કે અક્ષરધામ અધ્‍ધર છે આકાશમાં છે અને એવું કહે છે કે લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી ગગળતો મુકીએ તે નીચે આવતા ધૂળ ભેગો ધૂળ થઇ જાય એટલું છેટું અક્ષરધામ છે. પરંતું વાસ્તવિકતાએ એવું નથી. અક્ષરધામ એટલે તેજનો સમૂહ જ છે. તેજનો સમૂહ મહારાજની મૂર્તિ ભેળો જ છે મહારાજથી જુદો પડતો જ નથી. જયાં મહારાજની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામ છે. એ અધ્‍ધર આકાશમાં નથી અને એટલે જ શ્રીજીમહારાજે ગ.મ.૪રમાં વચનામૃતમાં કહ્યું છે કે "જયાં આ પુરૂષોત્તમ ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે."