Ideology
 
   
     
 
 

 

 
 
 
 
 
 
 
 
 

       આપણા સંતો એટલે શ્રીજીમહારાજના સંતો. જેના દર્શને શાંતિ થાય તે સંત. શાંતિ તો ભગવાનના સંબંધે જ થાય. એટલે કે ભગવાનના સંબંધવાળા હોય એ જ સંત. વળી આપણા બાપાશ્રીએ તો કહ્યું કે, મૂર્તિતમાં સંતાય અને બીજાને સંતાડે એ સંત.

       એવા સંત કેવા હોય? મિત્રો, ખબર છે? તો જુઓ, આપણા સંતો આટલુ તો ન જ કરે.

  • સંત ઝીણા વસ્ત્ર પહેરે નહીં કે સીવેલા વસ્ત્ર પહેરે નહીં.
  • સંત સ્ત્રી સાથે બોલે નહીં, સ્ત્રી સામુ જાણીને જુએ નહીં. સ્ત્રીને અડે પણ નહીં, અને જો ભૂલથી અડી જવાય તો ઉપવાસ કરે.
  • સંત પૈસા રાખે નહીં, કોઇ પાસે રખાવે પણ નહ અને પૈસાને અડે પણ નહીં.
  • સંત જોડ વિના એકલા બહાર જાય નહીં.
  • સંત કોઇ વ્યસન ન રાખે કે કોઇ મોજ-શોખ ન કરે.
  • સંત પોતાના સુખ માટે પ્રયત્ન ન કરે, પણ...
  • સંત દેહના સગાસંબંધીનો સંપૂર્ણ ત્યાગ રાખે.
  • સંત જાડા કપડા જ પહેરે.
  • સંત ભગવા કપડા જ પહેરે અને ઓઢે.
  • સંત લાકડાના પત્તર (પાત્ર)માં બધુ ભેળુ નિઃસ્વાદી કરીને જ જમે.
  • સંત તુંબડામાં જ પાણી પીવે.
  • સંત સાદુ જીવન જીવે.
  • સંત હંમેશા ભગવાનની ભકિતમાં જ મગ્ન રહે.
  • સંત માતા, પિતા, વડીલો પ્રત્યે આદરભાવ રાખતા શીખવે.
  • સંત સેવા કરી સેવક થવાનું શીખવે.
  • સંત પરોપકારી જીવન જીવે અને જીવડાવે.
  • સંત ભગવાનના વ્હાલા બાળક થવાનું શીખવે.

       ટૂંકમાં...

       સાચુ બોલે એ જ સંત, સહન કરે એ જ સંત, બીજા માટે જ જીવે એ જ સંત, અને સૌની પર દયા રાખે એ જ સંત. એવા સંત જ જીવનો મોક્ષ કરે એ જ સાચા સંત કહેવાય, એ જ ભગવાનના સંબંધવાળા હોય. એવા સંતની સેવાથી મહારાજ રાજી થાય. એમને જમાડીએ તો ભેળા ભગવાન જમે અને તો... તો... આપણુ જીવન સુખી સુખી થઇ જાય. એવા સંત મોટા ભાગ્યવાળાને જ મળે છે. આપણે પણ મોટા ભાગ્યવાળા જ છીએ ને? કારણકે આપણને સૌને એવા સર્વ ગુણે યુકત પ.પૂ.બાપજી જેવા સાચા સંત મળ્યા છે તો આપણે એમને રાજી કરીશું ને ભાઇઓ?