| |
શ્રીજીમહારાજે પોતાના સર્વે આશ્રિતોને દરરોજ સંધ્યા સમયે આરતી પહેલા ગોડીના પદો બોલવાની આજ્ઞા કરી છે. આ ગોડી પદોમાં સંતના મહિમા શ્રીજીમહારાજની મૂર્તિના વર્ણનના તેમજ ઉપદેશના વચનો કહેલા છે. જે દરરોજ ગાવા જ જોઇએ. એમ કહેવાય છે કે ‘બોલાય જ્યારે ગોડી, શ્રીજી આવે દોડી.’ એટલે કે સંધ્યા આરતી માટે શ્રીજીમહારાજને બોલાવવાનું આવાહન્ એટલે જ આ ગોડી પદો.
આ રહ્યા એ ગોડી પદો.
પદ-૧
સંત સમાગમ કીજે હો, નિશદિન, સંત સમાગમ કીજે ................... ટેક
માન તજી સંતન કે મુખસે, પ્રેમ સુધારસ પીજે, હો નિશદિન............ સંત૦ ૧
અંતર કપટ મેટકે અપના, લે ઉનકું મન દીજે, હો નિશદિન.............. સંત ૦૨
ભવ દુ:ખ ટળે બળે સબ દુષ્ક્રીય, સબ વિધિ કારજ સીજ, હો નિશદિન.સંત ૦૩
બ્રહ્માનંદ કહે સંતનકી સોબત, જન્મ સુફલ કરી લીજે હો, નિશદિન.....સંત ૦૪ |