પ્ર.૧ |
સદ્ગુરુ રામાનંદ સ્વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા? |
ઉ. |
પ્રાગટય-સંવત ૧૭૯૫ શ્રાવણ વદ આઠમ-અયોધ્યામાં. |
પ્ર.૨ |
સદ્. રામાનંદ સ્વામીના પૂર્વાશ્રમના માતાપિતાનું નામ શું? |
ઉ. |
પિતા-અજયવિપ્ર. માતા-સુમતિ. |
પ્ર.૩ |
સદ્.રામાનંદ સ્વામી ક્યાં અને ક્યારે અંતર્ધ્યાન થયા? |
ઉ. |
ફણેણી મુકામે, સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ |
પ્ર.૪ |
શ્રીજીમહારાજે સદ્. રામાનંદ સ્વામી પાસે ક્યાં, ક્યારે અને કયા બે વરદાન માગ્યા? |
ઉ. |
જેતપુર મુકામે સંવત ૧૮૫૮ કારતક સુદ-૧૧ના રોજ રામાનંદ સ્વામીએ સહજાનંદસ્વામીનો જ્યારે પટ્ટાભિષેક કર્યો ત્યારે મહારાજે સદ્.રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગ્યા.
૧) ભક્તોને એક વીંછીના ડંસ જેટલું દુ:ખ થવાનું હોય તો હે સ્વામી! મને કોટિ વીંછીનું દુ:ખ ભલે થજો પણ તે ભક્ત સદા સુખી રહો. ૨) હે સ્વામી! મુમુક્ષુ ભક્તના પ્રારબ્ધમાં રામપાતર મળે એવી ગરીબાઇ હોય તો તે મને મળજો પણ ભક્તો અન્ન વસ્ત્રે ક્યારેય દુ:ખી ન થાય. ઉપરોક્ત આ બંને વરદાનો પોતાના ભક્તો સાથેની એકતા અને અનહદ પ્રેમ બતાવે છે. |
પ્ર.૫ |
સદ્. મુક્તાનંદ સ્વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા? |
ઉ. |
પ્રાગટય : સંવત ૧૮૧૪ ગામ-અમરાપુર (સૌરાષ્ટ્ર) |
પ્ર.૬ |
સદ્. મુક્તાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ તથા માતાપિતાના નામ લખો. |
ઉ. |
મુકુંદદાસ. પિતાનું નામ- આનંદરામ. માતા-રાધાબાઇ. |
પ્ર.૭ |
સદ્. મુક્તાનંદ સ્વામી ક્યાં અને ક્યારે અંતર્ધ્યાન થયા? |
ઉ. |
ગઢપુરમાં સંવત ૧૮૮૬ અષાઢ વદ-૧૧. |
પ્ર.૮ |
સદ્. ગુણાતીતાનંદ સ્વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા? |
ઉ. |
ભાદરા ગામ. સંવત ૧૮૪૧ આસો સુદ-૧૫. |
પ્ર.૯ |
સદ્. ગુણાતીતાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ તથા માતાપિતાના નામ લખો. |
ઉ. |
મૂળજી શર્મા. પિતા-ભોળાનાથ. માતા-સાકરબાઇ. |
પ્ર.૧૦ |
સદ્. ગુણાતીતાનંદ સ્વામી ક્યાં અને ક્યારે અંતર્ધ્યાન થયા? |
ઉ. |
ગોંડલમાં. સંવત ૧૯૨૩ આસો સુદ-૧૩. |
પ્ર.૧૧ |
સદ્. બ્રહ્માનંદ સ્વામી કયાં અને ક્યારે પ્રગટ થયા? |
ઉ. |
ખાણ (રાજસ્થાન આબુની તળેટી) ગામે. સંવત ૧૮૨૮ મહા સુદ-૫. |
પ્ર.૧૨ |
સદ્. બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ તથા માતાપિતાનું નામ લખો. |
ઉ. |
લાડુદાન કવિ. પિતા-શંભુદાન. માતા-લાલુબા. |
પ્ર.૧૩ |
સદ્. બ્રહ્માનંદ સ્વામી ક્યાં અને ક્યારે અંતર્ધ્યાન થયા? |
ઉ. |
મૂળી ગામે. સંવત ૧૮૮૮ જેઠ સુદ-૧૦. |
પ્ર.૧૪ |
સદ્. નિત્યાનંદ સ્વામી ક્યાં પ્રગટ થયા? તેમના પૂર્વાશ્રમનું નામ લખો. |
ઉ. |
દંતિયા ગામ (બુંદેલખંડ-મધ્યપ્રદેશ), દીનમણિ શર્મા. |
પ્ર.૧૫ |
સદ્. નિત્યાનંદ સ્વામીના પૂર્વાશ્રમના માતાપિતાનું નામ લખો. |
ઉ. |
પિતા-વિષ્ણુશર્મા, માતા-વિરજાદેવી. |
પ્ર.૧૬ |
સદ્. નિત્યાનંદ સ્વામી ક્યાં અને ક્યારે અંતર્ધ્યાન થયા? |
ઉ. |
વડતાલમાં. સંવત ૧૯૦૮ માગશર સુદ-૧૧. |
પ્ર.૧૭ |
સદ્. નિષ્કુળાનંદ સ્વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા? તેમનું અને તેમના પૂર્વાશ્રમના માતાપિતાના નામ લખો. |
ઉ. |
શેખપાટ. સંવત ૧૮૨૨ મહા સુદ-૫ લાલજીસુતાર. પિતા-રામભાઇ. માતા-અમૃતબા. |
પ્ર.૧૮ |
નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે શું? |
ઉ. |
જ્યાં ઇન્દ્રિયો અંત:કરણની ધારા કુંઠિત થાય એવો સંતનો સમાગમ જે સ્થળને વિષે હોય તે સ્થળને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. |
પ્ર.૧૯ |
સ્થાવર તીર્થ એટલે શું? |
ઉ. |
શ્રીજીમહારાજ અને તેમના મુક્તોના પ્રસાદીભૂત સ્થાનને સ્થાવર તીર્થ કહેવાય છે. |
પ્ર.૨૦ |
જંગમતીર્થ એટલે શું? |
ઉ. |
જેના સમાગમે શ્રીજીમહારાજની આજ્ઞા ને ઉપાસના દ્રઢ થાય, અને દોષમાત્રથી રહિત થવાય, એવા ભગવાનના સંબંધવાળા સત્પુરુષ એટલે જ જંગમતીર્થ. |
પ્ર.૨૧ |
જીવનો મોક્ષ કેમ થાય? |
ઉ. |
જીવને પ્રગટ ભગવાન મળે કાં ભગવાનના મળેલા ભગવાનના સત્પુરુષ મળે અને જીવ તેમની સાથે આત્મબુધ્ધિ કરે તો જીવને મોક્ષ થવો ઘણો સરળ છે. |
પ્ર.૨૨ |
અવરભાવ એટલે શું? |
ઉ. |
સ્થૂળ દ્રષ્ટિએ એટલે કે ચર્મચક્ષુએ જે દેખાય છે છતાં વાસ્તવિક નથી તેને અવરભાવ કહે છે. દા.ત. શ્રીજીમહારાજ દેખાતા મનુષ્યરૂપે પણ મનુષ્ય નહોતા. દિવ્ય તેજોમય અક્ષરધામના અધિપતિ હતા. |
પ્ર.૨૩ |
પરભાવ એટલે શું? |
ઉ. |
ચર્મચક્ષુએ દેખાતું નથી પણ સમજાય છે અને વાસ્તવિક છે તે પરભાવ. દા.ત. દેખાય છે પ્રતિમા પણ સાક્ષાત્ સમજવા તે પરભાવ. |
પ્ર.૨૪ |
પરોક્ષાર્થ અને પ્રત્યક્ષાર્થ એટલે શું? |
ઉ. |
જનરલ સમાજના આકર્ષણ માટે વપરાયેલા શબ્દો પરોક્ષાર્થ અને એનો વાસ્તવિક અર્થ કંઇક જુદો છે જે સત્પુરુષ થકી જ સમજાય છે તે પ્રત્યક્ષાર્થ. |
પ્ર.૨૫ |
અક્ષરધામ એટલે શું? |
ઉ. |
અધો-ઉર્ધ્વ ચારે કોરે પ્રમાણે રહિત એવો મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ તે અક્ષરધામ. |
પ્ર.૨૬ |
વ્યતિરેક સ્વરૂપ એટલે શું?
|
ઉ. |
અક્ષરધામની મધ્યે બિરાજમાન એવા શ્રી ઘનશ્યામ પ્રભુની દિવ્ય તેજોમય મૂર્તિ એજ વ્યતિરેક સ્વરૂપ.
|
પ્ર.૨૭ |
|
ઉ. |
શ્રીજીમહારાજની સમગ્ર મૂર્તિમાંથી નીકળતા તેજની અનંત કિરણોમાંની ફક્ત એક કિરણ એ મહારાજનું અન્વય સ્વરૂપ.
|
પ્ર.૨૮ |
|
ઉ. |
શ્રીજીમહારાજને જેમ છે તેમ સર્વોપરિ સમજતો હોય અને મહારાજના કહેલા પંચવર્તમાન યથાર્થ પાળતો હોય છતાં દેહરૂપે વર્તતો હોય તેવા ભક્તને ચાલોચાલ ભક્ત કહેવાય.
|
પ્ર.૨૯ |
|
ઉ. |
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારેય જેણે સિધ્ધ કર્યા હોય, અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરતો હોય, છતાં સાધન દશામાં હોય એવા ભક્તને એકાંતિક ભક્ત કહેવાય.
|
પ્ર.૩૦ |
પરમએકાંતિકમુક્ત એટલે શું?
|
ઉ. |
અક્ષરધામમાં રહ્યા થકા પુરુષોત્તમરૂપ થઇ સન્મુખ ભાવે મહારાજની મૂર્તિનું અંગોઅંગનું સુખ ભોગવતા સિધ્ધમુક્તને પરમએકાંતિકમુક્ત કહે છે.
|
પ્ર.૩૧ |
|
ઉ. |
મહારાજની મૂર્તિમાં રહ્યા થકા પુરુષોત્તમરૂપ, એક મેક, ઓતપ્રોત અને રસબસ ભાવે રોમેરોમનું સુખ ભોગવતા સિધ્ધમુક્તને અનાદિમુક્ત કહે છે.
|
પ્ર.૩૨ |
|
ઉ. |
જે પોતે જ સ્વતંત્ર અને સત્તાવાન હોય, જેને કોઇની ભજન-ભક્તિ નથી તે સનાતન ઇશ્વર કહેવાય. તેવા સનાતન ઇશ્વર એક જ હોય.
|
પ્ર.૩૩ |
|
ઉ. |
જેને અન્ય અવતારનું ભજન અને ભક્તિ હોય અને જે સનાતન ઇશ્વર આગળ પરતંત્ર અને આગંતુક ઐશ્વર્યવાન હોય તે આધુનિક ઇશ્વર કહેવાય. જે અનંત હોય.
|
પ્ર.૩૪ |
|
ઉ. |
સર્વોપરિ, સર્વ અવતારના અવતારી, શ્રી સ્વામિનારાયણ ભગવાન સનાતન ઇશ્વર છે.
|
પ્ર.૩૫ |
|
ઉ. |
મહારાજની મૂર્તિને વિષે અને મુક્તને વિષે દિવ્યભાવ એ જ આસ્તિકભાવ.
|
પ્ર.૩૬ |
|
ઉ. |
મૂર્તિને વિષે પ્રતિમાભાવ અને મુક્તને વિષે મનુષ્યભાવ એ જ નાસ્તિકભાવ.
|
પ્ર.૩૭ |
|
ઉ. |
નેતિ એટલે ન ઇતિ. અર્થાત્ જેનો અંત નથી. એટલે કે મહારાજનો મહિમા અપાર અપાર છે.
|
પ્ર.૩૮ |
|
ઉ. |
અ.મુ.સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્. ગુણાતીતાનંદ સ્વામી, સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી વિગેરે મહારાજના સમર્થ મુક્તો જે મહારાજના મહિમાનો પાર પામી શક્તા નથી તે આપણા વેદ.
|
પ્ર.૩૯ |
|
ઉ. |
મહારાજના મુખકમળમાંથી નીકળેલી વાણી એટલે શ્રુતિ. દા.ત. વચનામૃત, શિક્ષાપત્રી.
|
પ્ર.૪૦ |
|
ઉ. |
મહારાજના મુક્તોના મુખકમળમાંથી નીકળેલી વાણી એટલે સ્મૃતિ. દા.ત. સત્સંગીજીવન, સત્સંગીભૂષણ, બાપાશ્રીનીવાતો, ગોપાળાનંદસ્વામીની વાતો વિગેરે.
|
પ્ર.૪૧ |
ધ્યાનના મુખ્ય પ્રકાર કેટલા? કયા કયા?
|
ઉ. |
બે. (૧) પ્રતિલોમ ધ્યાન (૨) અનુલોમ ધ્યાન.
|
પ્ર.૪૨ |
પ્રતિલોમ ધ્યાન એટલે શું?
|
ઉ. |
મૂર્તિમાં રહીને મુખમાં મુખ, હસ્તે હસ્ત, ચરણે ચરણ એમ રોમરોમનું નખશિખાપર્યંત રસબસભાવે મૂર્તિનું ધ્યાન કરવું તે પ્રતિલોમ ધ્યાન. આ ધ્યાનથી અનાદિમુક્તની સ્થિતિને પમાય.
|
પ્ર.૪૩ |
|
ઉ. |
બ્રહ્મરૂપની ભાવનાએ કરી સન્મુખભાવે મહારાજની મૂર્તિમાં જોડાવું તે અનુલોમ ધ્યાન. આ ધ્યાનથી પરમએકાંતિક સ્થિતિને પમાય.
|
પ્ર.૪૪ |
મહારાજનો પ્રગટ થવાનો મુખ્ય હેતુ કયો?
|
ઉ. |
કુલ છ હેતુ છે. જેમાં પૂર્વે થઇ ગયેલા અનંત અવતારો અને અવતારના જે ભક્તો તેમને પોતાનું સર્વોપરિ જ્ઞાન કરાવી પોતાના સર્વોપરિ અક્ષરધામમાં લઇ જવા. આ ચોથો હેતુ મુખ્ય છે.
|
પ્ર.૪૫ |
મુમુક્ષુ એટલે શું? |
ઉ. |
કેવળ મોક્ષને ઇચ્છે તે મુમુક્ષુ. |
પ્ર.૪૬ |
ભગવાનનો દ્રોહ ક્યારે કર્યો કહેવાય? |
ઉ. |
શ્રીજીમહારાજને અન્ય અવતાર જેવા જાણવા તે ભગવાનનો દ્રોહ છે. (ગ.મ.પ્ર.૯) |
પ્ર.૪૭ |
મહારાજ કયા અપરાધને ક્યારેય માફ કરતા નથી? |
ઉ. |
સાચા સંતના કે ભક્તના દ્રોહથી થયેલા અપરાધીને મહારાજ ક્યારેય માફ કરતા નથી. |
પ્ર.૪૮ |
પૂજા સમયે એક દંડવત પ્રણામ અધિક શા માટે? |
ઉ. |
મન, કર્મ, વચને, જાણે કે અજાણે એવા કોઇ મુક્તનો, સંતનો કે ભક્તનો અપરાધ થઇ ગયો હોય તો તેના પ્રાયશ્ચિત માટે એક દંડવત પ્રણામ અધિક કરવો. (ગ.મ.પ્ર.૪૦) |
પ્ર.૪૯ |
કઇ સંસ્થામાં જ કલ્યાણ થાય? |
ઉ. |
કલ્યાણ એ સંસ્થાવાચક શબ્દ નથી.
જે ભક્ત મહારાજને જેમ છે તેમ યથાર્થ ઓળખે, સમજે અને મહારાજની પંચવર્તમાનની નાની મોટી આજ્ઞામાં વર્તે તે ભક્ત ગમે તે સંસ્થામાં હોય તેનું કલ્યાણ થઇ ચૂકેલું છે. |
પ્ર.૫૦ |
જીવનો નાશ કેમ થાય? |
ઉ. |
શ્રીજીમહારાજના મુક્ત કે ભક્તના અપરાધથી જીવનો નાશ થઇ જાય છે. |
પ્ર.૫૧ |
જીવને ફરી મનુષ્ય જન્મ ક્યારે મળે છે? |
ઉ. |
મનુષ્યના જ્યારે ૮ અબજ ૬૪ કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો ૧ દિવસ થાય છે એવા બ્રહ્માના ૧૦૦ વર્ષ થાય ત્યારે એક પ્રાકૃત પ્રલય થાય છે. એવા સાડાત્રણ કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે ફરી મનુષ્ય જન્મ મળે છે. |
પ્ર.૫૨ |
શ્રીજીમહારાજના જમણા ચરણમાં ચિન્હ કેટલા? કયા કયા? |
ઉ. |
નવ. ૧) અષ્ટકોણ ૨) ઊર્ધ્વરેખા ૩) સ્વસ્તિક ૪) જાંબુ ૫) જવ ૬) વજ્ર ૭) અંકુશ ૮) કેતુ ૯) પદ્મ. |
પ્ર.૫૩ |
શ્રીજીમહારાજના ડાબા ચરણમાં ચિન્હ કેટલા? કયા કયા? |
ઉ. |
સાત. ૧) ત્રિકોણ ૨) કળશ ૩) ગોકળ ૪) ધનુષ ૫) મીન ૬) અર્ધચંદ્ર ૭) વ્યોમ. |
પ્ર.૫૪ |
નવધા ભક્તિના નામ આપો. |
ઉ. |
૧) શ્રવણભક્તિ ૨) કીર્તનભક્તિ ૩) સ્મરણભક્તિ ૪) ચરણ સેવા કરવી ૫) પૂજન કરવું ૬) નમસ્કાર કરવા ૭) દાસપણું રાખવું ૮) સખાભાવ રાખવો ૯) આત્મનિવેદન કરવું. |
પ્ર.૫૫ |
ભગવાનના ભક્તે ધર્માદો કેટલો કાઢવો? |
ઉ. |
આર્થિક રીતે સુખી એટલે કે જેના માથે કોઇ દેવું નથી પણ બચત રહે છે તેને ચોખ્ખી આવકનો દસમો ભાગ. જ્યારે દુર્બળ હરિભક્તે વીસમો ભાગ કાઢવો જોઇએ. |
પ્ર.૫૬ |
નંદ સંતોમાં સર્વોપરિ ઉપાસનાના મુખ્ય પ્રવર્તક સંતો કોણ હતા? |
ઉ. |
અ.મ.સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા અ.મુ.સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામી. |
પ્ર.૫૭ |
અ.મુ.સદ્. ગુણાતીતા નંદ સ્વામીએ જૂનાગઢ મંદિરની મહંતાઇ સ્વીકારતા પહેલા મહારાજ પાસે શું શરત કરી? |
ઉ. |
અ.મુ.સદ્. ગોપાળાનંદ સ્વામી પ્રતિવર્ષે ૨ માસ સમાગમ કરાવવા માટે જો પધારે તો જ હું જૂનાગઢ જાઉં. |
પ્ર.૫૮ |
કઇ ત્રણ એકાદશી ફરજીયાત નકોરડી કરવી જોઇએ? |
ઉ. |
૧) અષાઢ સુદ-૧૧ ૨) ભાદરવા સુદ-૧૧ ૩) કારતક સુદ-૧૧. |
પ્ર.૫૯ |
ત્રણ ગુણ કયા કયા ? |
ઉ. |
૧) રજોગુણ ૨) તમોગુણ ૩) સત્વગુણ |
પ્ર.૬૦ |
ત્રણ દેહ કયા કયા? |
ઉ. |
૧) સ્થૂળ દેહ ૨) સૂક્ષ્મદેહ ૩) કારણ-મહાકારણ દેહ. |
પ્ર.૬૧ |
ત્રણ અવસ્થા કઇ કઇ? |
ઉ. |
૧) જાગ્રત અવસ્થા ૨) સ્વપ્ન અવસ્થા ૩) સુષુપ્તિ અવસ્થા. |
પ્ર.૬૨ |
પંચભૂત કયા કયા? |
ઉ. |
૧) પૃથ્વી ૨) જળ ૩) તેજ ૪) વાયુ ૫) આકાશ. |
પ્ર.૬૩ |
પંચવિષય કયા કયા? |
ઉ. |
૧) શબ્દ ૨) સ્પર્શ ૩) રૂપ ૪) રસ પ) ગંધ. |
પ્ર.૬૪ |
પાંચ જ્ઞાનેન્દ્રિો કઇ? |
ઉ. |
૧) શ્રોત્ર ૨) ત્વક્ ૩) ચક્ષુ ૪) રસના ૫) ઘ્રાણ. |
પ્ર.૬૫ |
પાંચ કર્મેન્દ્રિયો કઇ? |
ઉ. |
૧) વાક્ ૨) પાણિ ૩) પાદ ૪) પાયુ પ) ઉપસ્થ. |
પ્ર.૬૬ |
ચાર અંત:કરણ કયા? |
ઉ. |
૧) મન ર) બુધ્ધિ ૩) ચિત્ત ૪) અહંકાર. |
પ્ર.૬૭ |
ત્રિવિધ તાપ કયા કયા? |
ઉ. |
૧) અધ્યાત્મ ૨) અધિભૂત ૩) અધિદૈવ. |
પ્ર.૬૮ |
કયા પાંચ તત્ત્વો અનાદિ છે? |
ઉ. |
૧) જીવ ૨) ઇશ્વર ૩) માયા ૪) બ્રહ્મ ૫) પરબ્રહ્મ. |
પ્ર.૬૯ |
જન્મમરણની કઇ ચાર ખાણ છે? |
ઉ. |
૧) અંડજ ૨) સ્વેદજ ૩) ઉદ્ બિજ ૪) જરાયુજ. |
પ્ર.૭૦ |
સંકલ્પ સ્વરૂ૫ એટલે શું? |
ઉ. |
જેના ચૈતન્યને મહારાજ પોતાની મૂર્તિમાં રાખે અને અવરભાવમાં પોતાનો સંકલ્પ દેખાડે તે સંકલ્પને સંકલ્પસ્વરૂપ કહેવાય છે. |
પ્ર.૭૧ |
સંકલ્પી અને સંકલ્પ સ્વરૂપમાં તફાવત કયો? |
ઉ. |
વેષાંતરભાવનો. |
પ્ર.૭૨ |
અનાદિમુક્ત અને સંકલ્પસ્વરૂપ વચ્ચે શું ફેર છે? |
ઉ. |
અનાદિમુક્ત અને મહારાજ વચ્ચે સ્વામી સેવકનો નાતો છે. જ્યારે સંકલ્પસ્વરુપ અને મહારાજ વચ્ચે સ્વામી સેવકનો નાતો કહેવાય નહીં. |
પ્ર.૭૩ |
અનાદિમુક્ત આ લોકમાં આવે છે? મુમુક્ષુને ઉપદેશ કોણ આપે છે? |
ઉ. |
અનાદિમુક્ત અખંડ મૂર્તિમાં જ છે, તે આવતા કે જતા નથી. ઉપદેશાદિક જે જે ક્રિયા કરે છે તે મહારાજ પોતે કરે છે. |
પ્ર.૭૪ |
મૂળપુરુષ એટલે કોણ? તેમના અન્ય નામ કયા કયા? |
ઉ. |
મૂળપુરુષ એટલે શ્રીકૃષ્ણ. અન્યનામ- મહાપુરુષ અને પ્રકૃતિપુરુષ. |
પ્ર.૭૫ |
પ્રધાનપુરુષ એટલે કોણ? તેમના અન્ય નામ કયા કયા? |
ઉ. |
પ્રધાનપુરુષ એટલે રામચંદ્રજી. તેમનું અન્ય નામ ભોમાપુરુષ. |
| |
|