English

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા

 

       માનવીનું લક્ષ્ય છે અવિચળ સુખની પ્રાપ્તિ કરવી. આ અવિચળ સુખની શોધમાં માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ભૌતિક રાહ અપનાવ્યો. આ ભૌતિક પ્રગતિએ મનુષ્યનું જીવન આરામદાયક અને સગવડૉથી ભરપુર બનાવ્યું છે.                   

       છેલ્લા ઘણા વર્ષોમાં જે સિધ્ધિઓ પ્રાપ્ત થઈ છે તે તાજ્જુબ કરી દે તેવી છે. અણુવિજ્ઞાનથી લઈને અવકાશવિજ્ઞાન સુધી, સ્કુટરથી મિસાઈલ સુધી, મોબાઈલ ફોનથી ઇન્ટરનેટ સુધી.

       આમ, જીવનને અનુરુપ એવા સમૃધ્ધિનાં સાધનો વધ્યા છે, પણ સુખ-શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાની દોટ હજુય ચાલુ છે.  સદીઓથી અખંડ આનંદ અને અખંડ શાંતિની શોધ કરતો માનવી, ભૌતિક સુખો પાછળ દોટ મુકવા છતાંય અંતે તો ત્યાંનો ત્યાં જ રહ્યો છે. જેથી માનસિક તાણ એ ભૌતિકવાદની આડપેદાશ બની ગઈ છે.

       સતત હરણફાળ ભરી ભૌતિક તરક્કી કરતા દેશોમાં આજે, આજ કારણથી વિકટ સમસ્યાઓ જન્મ લઈ રહી છે. ત્યારે એ સમાજ વચ્ચે પણ આશ્ચર્યજનક સર્વોપરી નિષ્ઠાયુક્ત, આધ્યાત્મિક અભિગમ સાથે દિવ્યજીવન જીવતા લોકો પણ છે.

       જ્યાંથી આવી ક્રાંતિકારી આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય છે. તે સંસ્થા છે SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા. જેનો આધ્યાત્મિક અર્થ થાય છે, “ શ્રીજી મહારાજનો વહાલો સમાજ ”

       આ સંસ્થાની શરુઆત ભારત દેશના ગુજરાત રાજ્યના, અમદાવાદ શહેરના, વાસણા વિસ્તારના ભવ્ય શિખરબંધ મંદિરથી થઈ. આ સંસ્થાના પાયામાં છે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા, દિવ્યતા, અજોડતા અને જીવનપ્રાણ બાપાશ્રીએ સમજાવેલા સર્વોપરી સિધ્ધાંતોના ઉચ્ચ આદર્શો..... !!

       ભગવાન સ્વામિનારાયણે સૌને આધ્યાત્મિકતાના પંથે લઈ જવા, સૌ પ્રથમ ઉચ્ચ નીતિમત્તાએ યુક્ત દિવ્યજીવન જીવવાનો આદેશ આપ્યો છે. અને ભગવાન સ્વામિનારાયણના આ આદેશને સમાજમાં મૂર્તિમંત કર્યો એમના સંતોની મહાનતા અને પવિત્રતાએ.

      કોઈ એક યુનિવર્સિટીના બધા જ અભ્યાસક્રમો ભણ્યા પછી પણ પામી ન શકે તેટલા ઉચ્ચ આદર્શો, સદ્ગુણો અને સિધ્ધાંતોનુ સિંચન સાચા સંત કેવળ હરતા-ફરતા, એમના કરુણા પ્રવાહના અમીબિંદુની સાથે જ ઘૂંટીને સમાજને સહેજે પીવડાવે છે. 

       આવા પવિત્ર સંતોમાંના પોતાના વારસદાર સમા જ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી એટલે NEAREST AND DEAREST SAINT OF LORD  SWAMINARAYAN. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનો આધ્યાત્મિક વારસો જાળવ્યો સદ્ગુરુ નિર્ગુણદાસજીસ્વામીએ. ત્યારબાદ એક પછી એક એ આધ્યાત્મિક વારસાના સાચા ધરોહર બની રહ્યા સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી, સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામી અને સદ્ગુરુ મુનીસ્વામી (કેશવપ્રિયદાસજીસ્વામી).

       આ પવિત્ર અને મહાન અમીર પેઢીના સર્વોપરી આધ્યાત્મિક સિધ્ધાંતોને, નિષ્ઠામૂલ્ય જીવનને, દિવ્યજીવનને અને સંસ્કારીતાના ઉચ્ચ આદર્શને સમાજમાં લાખો લોકો સુધી પ્રસરાવતું કોઈ ક્રાંતિકારી...પ્રચંડ વ્યક્તિત્વ હોય તો એ છે, વર્તમાનકાળે પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી એટલે કે ગુરુવર્ય પ.પૂ.બાપજી. ગુરુવર્ય પ.પૂ.બાપજી એટલે આ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ના સંસ્થાપક, પ્રેરણાસ્ત્રોત, લાખોના લાડિલા અને કરોડોના કલ્યાણદાતા..

 

___________________________________________________________________________