English

શૈક્ષણિક પ્રવૃત્તિ

 

       ભારત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સમયથી  શિક્ષણ અને સંસ્કારને એકમેકના પર્યાય તરીકે જોવાતાં આવ્યા છે. ભારતમાં સંસ્કારને શિક્ષણની પરિપક્વતા ગણવામાં આવે છે.

       ભૌતિક શિક્ષણ પધ્ધતિમાં સંસ્કાર, ચારિત્ર્ય ને આધ્યાત્મિક્તા દૂર થતા જાય છે. ત્યારે ગાંધીનગરમાં આવેલા સ્વામિનારાયણ ધામ કેમ્પસમાં ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ આદર્શ જીવનનું અને સંસ્કારોનું ભાથુ ભરીને ઉજજ્વળ કારકિર્દીનું ઘડતર થાય છે. આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાથે એમનામાં એવું તો ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર થાય છે કે કોઈ પણ સુપરવાઈઝર વિના વિદ્યાર્થીઓ પરિક્ષા આપે છે અને કોઈને સહેજે પણ ચોરી કરવાનો સંક્લ્પ શુધ્ધાં નથી થતો.

       સ્વામિનારાયણ ધામ કેમ્પસમાં Cambridge University સાથે affiliated એવી સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કુલ પણ ચાલે છે, જ્યાં બાળકો ઉચ્ચ પ્રકારનુ શિક્ષણ મેળવે છે. KG TO PG. આવા સંસ્કારી વાતાવરણમાં જ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ હેતુથી અતિ આધુનિક એવી સ્વામિનારાયણ ધામ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ સ્થપાયેલ છે. જ્યાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસક્રમોના આયોજનો છે.

       આ અનોખી આધ્યાત્મિક અને સામાજીક ક્રાંતિના પ્રેરણાસ્ત્રોત એટલે ગુરુવર્ય પ.પૂ બાપજી. જેમનું ખાવું, પીવું, બેસવું, સુવું, જોવું અને સર્વે ક્રિયાઓ ભગવાન સંબધી છે.     

       આવો,આપણે પણ SMVS ના ભગીરથ કાર્યમાં સહભાગી થઈએ.અને સંસ્થાને મદદરુપ થઈ ભગવાન ના રાજીપામાં જોડાઈ જઈએ..... 

 

___________________________________________________________________________