English

ઇતિહાસ

 

       જીવાત્માના આત્યાંતિક મોક્ષ માટે એમણે ભારતભરમાં અનેકાનેક મંદિરો સ્થાપ્યા. જેમ દેહના રોગ નિવારણ માટે હોસ્પિટલો છે, એમ આત્માના રોગ નિવારણ માટેની હોસ્પિટલ એટલે જ આવા મંદિરો….

       આધિ, વ્યાધિ, ઉપાધિથી રહિત થવાનું સ્થાન એટલે મંદિર. ભગવાનને પામવાનું સ્થાન એટલે મંદિર. મનને સ્થિર કરી, પરમ શાંતિનો અનુભવ થાય તે મંદિર... કામ-ક્રોધ-લોભ-માન-ઈર્ષ્યા આદિ અંત:શત્રુથી ચોખ્ખા કરતું સ્થાન એટલે આવા મંદિર. વિદેશમાં પણ અમેરિકા, લંડન, કેનેડા, કુવૈત, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા સ્થળોએ મંદિર અને સંસ્કાર કેન્દ્રો ધ્વારા  આ આધ્યાત્મિક જ્યોત પ્રજજવલિત છે.

       જેમ સારી હોસ્પિટલમાં ડોકટર પણ અનુભવી હોય છે, તેમ ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્યજોગથી આત્માની હોસ્પિટલ સમાન મંદિરોના ડોક્ટર સમા ભગવાનનું પ્રચંડ સાનિધ્ય ધરાવતા, પૂ.સત્યસંક્લ્પદાસજી સ્વામીશ્રી અને પૂ.સંતોનું પણ સર્જન થયું છે.

       ડૉક્ટરો જે ન કરી શકે, વકીલો ન કરી શકે, એન્જિનિયરો ન કરી શકે તેવું પાયા સમાન ફાઉન્ડેશનનું ઉત્તમ કાર્ય પૂ.સંતો કરે છે. અને એ કાર્ય છે........ ચારિત્ર્યનો પાયો નાખવાનું

        સાધુ એટલે ચારિત્ર્યના  ઘડવૈયા...........                     
        સાધુ એટલે જીવનના  ઘડવૈયા.............

       ચારિત્ર્યએ જીવનનો પાયો છે. અને એનું ઘડતર કરનારા સંતો જ છે. દેશમાં કે વિદેશમાં સંતો જ ચારિત્ર્યનું ઘડતર કરે છે. સ્વામિનારાયણના સંતોની વિશેષતા છે કે સ્ત્રી અને ધનનો સંપૂર્ણ ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન, નિષ્કામ, નિર્લોભ, નિ:સ્વાદ, નિ:સ્નેહ, નિર્માની પંચવર્તમાનનું સતત જાણપણું, પરહિતની ઈચ્છા. સમાજ ઘડતર માટે સંતોનું પાયાનું યોગદાન છે. 

       આવા પંચવર્તમાનેયુક્ત અને ચારિત્ર્યનશીલ સંતોનું ઘડતર થાય છે દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજીના આશીર્વાદથી, પૂ.સ્વામીશ્રીના જોગથી... અને પવિત્ર એવા પૂ.સંતોના જોગથી. અને સર્જાય છે અનોખી સામાજિક ક્રાંતિ.

 

___________________________________________________________________________