English

સામાજીક પ્રવૃત્તિ

 

       આવી વિવિધ સંસ્કારપ્રવૃતિ ઉપરાંત SMVS સંસ્થામાં વિવિધ સામાજીક પ્રવૃતિઓ પણ થઈ રહી છે. ગરીબ આદિવાસી જન સમુદાય ધરાવતા પંચહાલ જીલ્લાનાં અનેકાનેક ગામના વેરણ છેરણ ઝૂંપડાઓમાં વ્યસનો, અક્ષરજ્ઞાનનો અભાવ, ક્લેશ ને અંધશ્રધ્ધા તથા વહેમનાં માળાં બાંધ્યા હતા. ત્યાં જઈને પૂ.સંતોના અથાગ પ્રયત્નોથી શુધ્ધ વાણી અને વર્તનથી આદિવાસી જનોમાં આમૂલ પરિવર્તન થયું છે. આ અદિવાસીઓમાં ઉત્થાન માટે પૂ.સંતોનું સતત વિચરણ ચાલુ ને ચાલુ જ રહ્યું છે.

       વિશ્વભરની લગભગ બધા જ દેશોની વસ્તીમાં, કરોડો બાળકો, કિશોરો, યુવકો, પુખ્તવયના સ્ત્રી-પુરુષો, વ્યસનોની નાગચૂડમાં પાયમાલ છે. વ્યસનોની આ માયાવી રાક્ષસ જુદાં જુદાં રૂપધારી લોકોનું ભક્ષણ કરે છે. હેરોઈન, કોકેઈન, અફીણ, ગાંજો, દારુ, તમાકુ, ગુટકા, બીડી, સીગારેટનો ભોગ બનાવી તેની અર્થીક, શારીરીક, માનસિક બરબાદી કરે છે. અને આ વ્યસનો ધ્વારા પોતાના પરિવારને વેદનાની આગમાં સળગાવી રહ્યા છે. ત્યારે SMVS એ વ્યસનમુક્તિ અભિયાન ચાલુ કરીને અનેકને બરબાદીથી અટકાવ્યા છે.

       આ યુવાધન ધ્વારા હોસ્પિટલોમાં સેવા-સ્વછતા અભિયાન યોજીને સ્વછતા કરી. દર્દીઓની શારીરિક, સુખાકારી માટે સેવામાં બાળકો, કિશોરો, યુવકો અને મહિલાવર્ગ જોડાઈ ગયાં છે.

       ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ને સવારે ૦૮.૪૫ વાગ્યાની એ વસમી પળ કે જેને છેલ્લા દોઢસો વર્ષોમાં, ગુજરાતે કયારેય ન અનુભવેલો હોય એવા વિનાશક ધરતીકંપે ગુજરાતના જનજીવનને વેરવિખેર કરી નાંખ્યુ. હજારોના પ્રાણપંખેરુ  ક્ષણમાં ઉડી ગયા.... હજારો લોકો પળમાં બેઘર બની ગયા. હજારો લોકો ઘડીમાં હાથ-પગ વિનાના થઈ ગયાં. કરોડો લોકો ભયથી ફફડતા, પારેવડાની જેમ કાંપતા થઈ ગયા.

       આ ભૂકંપની વિનાશક પળોમાં પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી સંતોની સાથે કચ્છમાં પહોંચી ગયા. અને સંતો-હરિભક્તોને માર્ગદર્શન આપી સૌ નિરાધારોની સંભાળ લીધી અને લેવડાવી. આવી જ રીતે અતિવૃષ્ટિના કારણે વિકટ પરિસ્થિતિમાં ફસાયેલ જનોની સેવામાં SMVSના કાર્યકર ગણ, સેવા માટે તત્પર હોય છે. દુષ્કાળની દુષ્કર પરિસ્થિતિમાં પશુઓની ઘાસચારાની સેવા કરીને સેવા કરીને નિર્દોષ જીવોને દુષ્કાળમાં પ્રેમ અને હૂંફ આપવામાં આવ્યા છે.

 

___________________________________________________________________________