English

આધ્યાત્મિક પ્રવૃત્તિ

 

       આજે વિશ્વમાં સળગતા પ્રશ્નો. આતંકવાદ.. લૂટફાટ.. દગા... કપટ.. પ્રપંચ.. ખુન.. બળાત્કાર.. ભ્રષ્ટાચાર... વ્યસનો. આ તમામ પ્રશ્નોનું કાયમી નિવારણ એટલે જે સમાજના બીજ સમાન બાળકોને બાલ્યાવસ્થાથી જ અપાતા સંસ્કાર અને સંતો ધ્વારા સુયોગ્ય ચારિત્ર્ય ઘડતર “ કુમળા છોડને વાળીએ તેમ વળે ” એ ન્યાયે સંસ્થા ધ્વારાએ બાળમંડળોની સ્થાપના થઈ. આવા બાળમંડળો ધ્વારા વિવિધ બાળપ્રવૃતિના આયોજનો થતા રહ્યા છે. અહીં બાળપ્રાર્થના, સંવાદો, પ્રવચનો, પ્રેરણાપ્રસંગો, સાંસ્કૃતિક પોગ્રામો જેવાં આયોજનો ધ્વારા તેમના સંસ્કારોનુ સિંચન અને જતન કરવામાં આવે છે.

       એક કુશળ શિલ્પકાર જેમ પથ્થરનો નકામો ભાગ કાઢીને અંદર રહેલી મૂર્તિને બહાર લાવે છે. તેવી જ રીતે SMVS, પ્રત્યેક કિશોરમાં પડેલી દિવ્યતા, મહાનતા અને અપાર શક્તિને બહાર પ્રગટાવવાનું કાર્ય કિશોરસભા, કિશોર શિબિરો ધ્વારા કરે છે. આ કિશોરસભા ધ્વારા પોતાના અને સમાજના ઉત્થાન માટે વિવિધ પ્રવૃતિઓ થાય છે. કિશોરસભા, કિશોર શિબિર, કિશોર પ્રવાસ, સંપર્ક અભિયાન, સમુહપૂજા, પ્રવચનો, સંવાદો, પ્રેરણાપ્રસંગો જેવી પ્રવૃતિ ધ્વારા કિશોરોનું ઘડતર થતું રહે છે.

       સમાજમાં પ્રમાણિકતા અને નીતિમત્તાનું સ્તર જ્યારે નીચું જઈ રહ્યું છે, ત્યારે તેની સાચવણી અને નિયમ-ધર્મયુક્ત, સિધ્ધાંતવાદી, દિવ્યજીવન જીવતો યુવા સમાજ તૈયાર કર્યો, ગુરુવર્ય પ.પૂ.બાપજીએ યુવક સભા ધ્વારા..

       પૂ.સંતોના સતત સાનિધ્યથી આ યુવકસભા અને યુવક શિબિરો ધ્વારા સૈધ્ધાંતિક જીવોનું જતન થઈ રહ્યું છે. યુવકો ધ્વારા વિવિધ પ્રવૃતિઓ થઈ જેમ કે સંસ્કારયાત્રા, આત્મિય અભિયાન, દિવ્યજીવન શિબિરો, સંવાદો, પ્રેરણાપ્રસંગો, પ્રવચનો, પદયાત્રા... કહેવાય છે કે, સો શિક્ષકોની ગરજ એક “માતા” સારે એ ન્યાયે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓનું આગવું સ્થાન છે. તે વર્ગમાં પણ બાલિકા, યુવતી અને મહિલાઓ માટેની આવી જ સંસ્કારલક્ષી પ્રવૃતિઓ ચાલે છે.

 

___________________________________________________________________________