RAJAT GAURAV DIN  
 
  SMVS HISTORY & WORKS  
 

         ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સનાતન સિધ્ધાંતો અને બાપાશ્રીએ સમજાવેલ સર્વોપરી જ્ઞાન અને સ્થિતિનાં સૂત્રોના વિશ્વવ્યાપી વિજય ધ્વજ લહેરાવવા ઈ.સ. 1986માં શૂન્યમાંથી સર્જાયેલ SMVS સંસ્થાની ગુરુવર્ય પ.પૂ.બાપજી દ્વારા સ્થાપના થઈ. ઈ.સ. 1986થી લઈને ઈ.સ. 2012ના મંગલ વર્ષે વિશ્વવ્યાપી પ્રવર્તનની નેમથી પાતાળમાં પાયા નાખી આજે આ SMVS સંસ્થાને આ 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઈસ. 2012ના આ રજત વર્ષે SMVS સ્વામિનારાયણ સંસ્થાનો રજત યુગ અસ્ત પામી સુવર્ણ યુગ આરંભાઈ રહ્યો છે ત્યારે આ સુવર્ણયુગના પ્રારંભે SMVSની આન, બાન અને શાન વિશ્વભરમાં પ્રસરાવવા તથા ભગવાન સ્વામિનારાયણના સંકલ્પો અને સિધ્ધાંતોના યાવદ્ચંદ્ર દિવાકરૌ ખૂંટ ખોડવા SMVS રજત જયંતી મહોત્સવની શાનદાર ઉજવણી થનાર છે. તારીખ 21થી 28 ડીસેમ્બર 2012માં ઉજવાનાર SMVS રજત જયંતી મહોત્સવનો લાભ લેવા માટે ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીની સમસ્ત હરિભક્ત સમાજને આજ્ઞા છે. માટે નોકરી, ધંધા અને પારિવારિક પ્રસંગોની સુયોગ્ય ગોઠવણ કરી મહોત્સવના પૂરેપૂરા દિવસોનો લાભ લેવા માટે કુટુંબ-પરિવાર સહ પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

આ રહ્યાં મહોત્સવનાં આકર્ષણો

મહોત્સવ પરિસરનું ઉદ્ઘાટન   જીર્ણોદ્ધારિત પ્રદર્શન ઉદ્ઘાટન
ઘનશ્યામ મહારાજની ભવ્ય રજત તુલા   મહોત્સવ ઉદ્ઘાટન સમારોહની શાનદાર ઉજવણી
વચનામૃત જ્ઞાન શિબિર   ધ્યાન – ચિંતન શિબિર
કિડ્સ કોર્નર, તથા NRI કિડ્સ કોર્નર   હિન્દી વ્યાખ્યાનમાળા
સેવા સમર્પણના રાહી સંતો-હરિભક્તોની ગાથા અને રાજીપા દર્શન   ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીનાં નિકટ દર્શન – આશીર્વાદ
સંસ્થાની રહસ્યમય રજતયાત્રાનું દર્શન અને અસ્મિતાથી છલકતા સાંપ્રદાયિક તથા પ્રેરણાત્મક કાર્યક્રમો   1000 કરતાં પણ વધુ NRI હરિભક્તો માટે મહોત્સવ બાદ ત્રિ-દિવસીય પ્રવાસ
 
         આવા ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિ દિવ્ય SMVS રજત જયંતી મહોત્સવમાં જોડાવવા આજથી જ તૈયાર થઈ જાવ.
 
  RAJAT GAURAV DIN  
 
  Vadodara, India     Sanand, India  
                       
  Surendranagar, India     Rajkot, India  
                       
  Una, India     Jersey City, USA  
                       
  Toronto, Canada     Kadi, India  
                       
  Naroda, India     Godhar, India  
                       
  Ghatlodiya, India              
                       
 
  SMVS HISTORY & WORKS  
 
 
સિદ્ધાંત, સાધુતા અને સમર્પણની અસ્મિતાથી પ્રકાશ પાથરનાર... SMVSની રજતગાથા સ્વયં બાપાશ્રીએ જ પ્રાગટ્યના આશીર્વાદ આપ્યા.
સિધ્ધાંતોના ખરા વારસદાર થયા