Today’s youth is the bright present of country, society and satsang. Today’s Youth -  like Gold, Silver, Diamond, Ruby is a precious wealth to guide them with a new direction is a big challenge and an adventure also. They have qualities like knowledge, power, devotion and they aim to do something. They have sharp acute ardent desire for new innovative thoughts. They have a new awareness for today and future. For description of this youth personality His Holiness Swamishree utters a slogan for them, “Yuvani Ni Ajab Takat.” - Astonishing Power of Youth. Today’s youth is in need to show the right direction, not treating them as the common youth, they should be taught the lessons of DIVINE LIFE (DIVYA JIVAN). For such ideal and perfect youth of SMVS His Divine Holiness Bapji has declared the year 2012 as “Yuva Rajat Varsh.” Here is the glimpse of echoes of coming “Yuva Rajat Varsh.”  
   
            આજનો યુવા સમાજ એ દેશ, સમાજ તથા સત્સંગનું ઉજ્જ્વળ વર્તમાન છે. સોના, ચાંદી, હીરા, માણેક કરતા પણ અમુલ્ય એવું જે આ યુવા ધન તેની તકેદારી રાખવી તથા તેને જીવનની એક નવી દિશા સુચવવી એ સૌથી મોટો પડકાર તેમજ સૌથી મોટુ સાહસ છે. આજના યુવાનમાં ખુમારી છે, નિષ્ઠા છે, સાહસ છે, કંઇક કરી દેખાડવાની ઉત્કંઠના છે, નવીનીકરણની તીવ્ર ઝંખના છે તો વળી તેનામાં આજ અને ભાવિ માટેની નૂતન જાગૃતિ છે. આ યુવા વ્યક્તિત્વના વર્ણનને એક જ શબ્દમાં વર્ણવવો હોય તો પૂ.સ્વામીશ્રી યુવકો માટે જે શબ્દો ઉચ્ચારે છે “યુવાનીની અજબ તાકાત” એ શબ્દો તેના વર્ણન માટે પુરતા છે. આવા યુવા સમાજ ને જરૂર છે માત્ર સાચી દિશા બતાવવાની. આવા યુવા સમાજમાં રહેલા યુવકના જીવનને સામાન્ય જીવનથી પર લઇ જઇ દિવ્યજીવનના પાઠ ભણાવી, શ્રીજી મહારાજના વ્હાલા સમાજનો આદર્શ અને અણી શુધ્ધ યુવક બનાવવા, નૂતન અને ક્રાંતીકારી સોપાન આપતા ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ૨૦૧૨ના વર્ષને SMVS રજત જયંતી મહોત્સવ ઉપક્રમે “યુવા રજત વર્ષ” ઘોષીત કરેલ છે. આ આવી રહેલ “યુવા રજત વર્ષ”ના પડઘમની અલ્પ ઝાંખી અહીં રજુ કરેલ છે.