પરિચય

પ્રાગટ્ય : સંવત ૧૯૮૯, ફાગણ વદ એકમ

પ્રાગટ્ય સ્થળ : ગામ - વાસણ, તાલુકો-વિરમગામ, જિલ્લો - અમદાવાદ

પ્રાગટ્યના આશીર્વાદ : શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય આશીર્વાદથી જ તેઓનું પ્રાગટ્ય થયું છે.

પૂર્વાશ્રમનું નામ : દેવુભાઈ

માતાનું નામ : ધોળીબા

પિતાનું નામ : જેઠાભાઈ

ભાઈનું નામ : રતિભાઈ

ગુરુનું નામ : જ્ઞાનગુરુ - અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)

સંત દીક્ષા : સંવત ૨૦૧૨, અષાઢ વદ એકાદશી, સન ૧૯૫૬, ૩ ઑગસ્ટના રોજ તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : વચનામૃતના આચાર્ય, બાપજી, સિદ્ધાંતવાદી પુરુષ, ક્રાંતિકારી સત્પુરુષ

સંસ્થાપક : તેઓએ ‘સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા’ (SMVS)ની સ્થાપના ઈ.સ. ૧૯૮૭માં કરી. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનની નૂતન કેડી કંડારી.

શિષ્યગણ : ૨૦૦ કરતાં પણ વધુ ત્યાગી સંતો તથા ત્યાગી મહિલામુક્તો અને લાખો હરિભક્તોનો સમાજ

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

૧. તેઓએ શુદ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત મંદિરોની રચના કરી તેમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને તેમના મુક્તો પધરાવ્યા છે.

૨. તેઓએ સંપ્રદાયની પ્રથાનાં બંધનોમાંથી નિર્બંધ બની ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા અને બાપાશ્રીએ સમજાવેલા કારણ સત્સંગના સનાતન સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા.

૩. તેઓએ વિશાળ વર્તનશીલ સંતસમુદાય અને હરિભક્ત સમુદાયની રચના કરી છે.

૪. તેઓએ વચનામૃતમાં તથા ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’માં ગૂંથાયેલાં ગૂઢાર્થ તથા રહસ્યોને જેમ છે તેમ યથાર્થ સમજાવ્યા.

૫. તેઓએ માત્ર ૩૦ વર્ષના ટૂંકાગાળામાં ૫૦ કરતાં પણ વધુ મંદિરોની રચના તથા ૧૨૫ કરતાં પણ વધુ નૂતન મંદિરોના સેવાકાર્ય માટેનાં સ્થાનોનું નિર્માણ કર્યું છે.

૬. તેઓએ ૩૨ કરતાં પણ વધુ નાની-મોટી સમાજસેવાઓ તથા આ સેવા માટે ૫,૦૦૦ કરતાં પણ વધુ હરિભક્તોનાં સ્વયંસેવકદળની રચના કરી છે.

૭. તેઓએ ભારત, અમેરિકા, કૅનેડા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કુવૈત, દુબઈ, કેન્યા, યુગાન્ડા આદિ ૧૦ કરતાં પણ વધુ દેશોમાં સત્સંગ પ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો છે.

૮. તેઓએ પોતાની હયાતીમાં જ પોતાના અનુગામી સત્પુરુષ તરીકે ‘વ્હાલા ગુરુવર્ય પ.પૂ . સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી’ની નિમણૂક કરી તેઓનો મહિમા સમજાવ્યો.

૯. અનંત વર્ષો સુધી પોતે સ્થાપેલ SMVS સંસ્થાના સિદ્ધાંતો અને ધારા-ધોરણો કોઈ બદલી ન શકે તે માટે સંસ્થા બંધારણની રચના કરી તથા સંતોમાં પણ પોતે જે સાધુતા દૃઢ કરાવી છે તથા રીતિ-નીતિ આપી છે. અને તેમાં ફેરફાર ન થાય તે માટે સંત બંધારણની રચના કરી અને તેનો અમલ કરાવ્યો.

ગ્રંથ રચના : કારણ સત્સંગના સિદ્ધાંતોને સ્પષ્ટપણે સમજાવતો ‘સ્વરૂપનિષ્ઠા’ ગ્રંથ તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી રચાયો.

અનુગામી : ગુરુવર્ય પ. પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી)

અંતર્ધાન : સંવત ૨૦૭૫, શ્રાવણ વદ-૬ (તિથિ)

અંતર્ધાન તારીખ : ૨૨-૮-૨૦૧૯

અંતર્ધાન સ્થળ : SMVS વાસણા મંદિર (મુખ્ય મંદિર), શહેર - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, દેશ – ભારત

આ લોકમાં દર્શન : ૮૬ વર્ષ (સંવત ૧૯૮૯થી સંવત ૨૦૭૫; ઈ.સ. ૧૯૩૩થી ઈ.સ. ૨૦૧૯)