SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા કોરોના વાઈરસ અંગે સમગ્ર સત્સંગ સમાજ માટે આદેશ

કોરોના વાયરસને વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેનાથી બચવા માટે આપણે સહુએ સાવધાન રહેવું અનિવાર્ય છે.
ખાસ, આ વાયરસના વધતા જતા ફેલાવાને રોકી શકાય તે માટે વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તે જાહેર સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે. આ માટે જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષાને લક્ષ્યમાં રાખી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) દ્વારા અગમચેતીના ભાગ રૂપે નીચે મુજબ નિર્ણયો લેવામાં આવ્યા છે.
સત્સંગ સભાઓ તથા ઉત્સવ સમૈયા
  • SMVS સંસ્થાના તમામ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં બાળ-કિશોર-યુવા-મહિલા-સંયુક્ત સત્સંગ પ્રવૃત્તિ અંતર્ગત ચાલતી રોજિંદી સત્સંગ સભાઓ, અઠવાડિક સભાઓ, રવિસભાઓ, મિટિંગો વગેરે તથા સંસ્થાનાં તમામ મંદિરોમાં યોજાતાં ઉત્સવ, સમૈયા, પાટોત્સવ, જાહેર સત્સંગ કાર્યક્રમો વગેરે ૧૫, એપ્રિલ, ૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવેલ છે.
ગુરૂવર્ય ૫.પૂ. સ્વામીશ્રી વિચરણ
  • ગુરૂવર્ય ૫.પૂ. સ્વામીશ્રીનું સત્સંગ વિચરણ તથા તેમના સાંનિધ્યમાં યોજાવનાર તમામ કાર્યક્રમો, સભાઓ, શિબિરો વગેરે ૧૫, એપ્રિલ, ૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવેલ છે.
  • આ વૈશ્વિક સમસ્યાથી સહુની રક્ષા થાય તથા જલ્દીથી આ વાયરસનો પ્રકોપ દૂર થાય તે માટે ગુરૂવર્ય ૫.પૂ.સ્વામીશ્રીએ ખાસ સ્વામિનારાયણ ભગવાન તથા ગુરૂદેવ ૫.પૂ. બા૫જીને પ્રાર્થના કરી છે. તથા સહુ હરિભક્તોએ પોતાના ઘેર વિશ્વ શાંતિ માટે નિયમિત ધૂન-પ્રાર્થના કરવા માટે ૫ણ આજ્ઞા કરી છે.
  • ખાસ, SMVS સંસ્થા દ્વારા સહુને નમ્ર અપિલ છે કે અફવાઓ તથા ખોટા ભય અને ગભરાહટથી દૂર રહી. ભારત સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે જાહેર થતી સૂચનાઓનો અમલ કરી સમાજના જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે મદદરૂપ થઈએ.