Prayers for Australian Bushfire 2019-2020

Australia has been suffering from devastating bushfire since September 2019. More than 15.6 million acres have been burned across the country's six states. This has resulted in the death of over 500 million animals. 2204 families have become homeless and 28 people have died of the bushfire.

HDH Swamishri has sent his prayers to the victims. “May Bhagwan Swaminarayan bless Australia with rains to end this bushfire. May the casualties of the bushfires attain the ultimate bliss of Bhagwan Swaminarayan’s divine Murti. ” The SMVS Family has started dhoon & has arranged Prayer Assemblies for this cause.

ઓસ્ટ્રેલિયામાં લાગેલ ભીષણ આગ માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની પ્રાર્થના

સપ્ટેમ્બર 2019થી લાગેલ ભીષણ આગની સામે ઓસ્ટ્રેલિયા ઝઝૂમી રહ્યું છે. આ ભીષણ આગે દેશના 6 રાજ્યોના કુલ 15.6 મિલિયન એકરથી પણ વધુ વિસ્તારને પોતાની ઝપેટમાં લીધો છે. જેના લીધે 5૦ કરોડથી પણ વધુ પશુ-પંખીઓના મોતની આશંકા વ્યક્ત થયેલ છે. સાથે જ 2204 પરિવાર બેઘર થયા છે અને 28 લોકોના મોત નીપજ્યા છે.

“ઓસ્ટ્રેલિયામાં વરસાદ વરસાવીને આગને શાંત પાડીને ઓસ્ટ્રેલિયા વાસીઓ પર ભગવાન સ્વામિનારાયણ પોતાની કૃપાશિષ વરસાવે તથા આગનો ભોગ બનેલા મનુષ્ય તથા પશુ-પંખીને મોક્ષગતિ આપે.” તેવી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આ માટે મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી છે. SMVS પરિવારના હરિભક્તોએ પણ આ માટે ધૂન તથા પ્રાર્થના સભાઓ શરૂ કરેલ છે.