સ્વરૂપનિષ્ઠા - મહિમા

સ્વરૂપનિષ્ઠા શાસ્ત્રની સર્વોત્કૃષ્ટતા શું છે ?

 • સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વો૫રી તત્ત્વજ્ઞાનનું આ અજોડ પુસ્તક છે.
 • સ્વામિનારાયણ ભગવાન કેવા છે ? શું છે ? ક્યાં છે ? તેનું નિર્દેશન આ પુસ્તકમાંથી જ મળશે.
 • સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ કેમ થાય અર્થાત્ તેમને કેવી રીતે પામી શકાય તેનો ખ્યાલ આ પુસ્તક જ આપી શકશે.
 • સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોત્કૃષ્ટ અને અંતિમ તત્ત્વજ્ઞાનનું આ પુસ્તકમાં નિરૂપણ થયેલ છે. જે અન્ય કોઈ પુસ્તકમાં જોવા મળતું નથી.
 • સનાતન ભગવાન, આધુનિક ભગવાનની સચોટ સમજૂતી ફક્ત ને ફક્ત આ પુસ્તકમાંથી જ સાંપડશે.
 • અવતાર અને અવતારીનો ભેદ કેવી રીતે સમજવો ? અવતાર કોણ કોણ છે ? અવતારી કોણ છે ? અને કેટલા પ્રકારના મુખ્યત્વે અવતારોના પ્રકારો છે તેની સ્પષ્ટ સમજૂતી આ પુસ્તક સિવાય અન્ય જગ્યાએથી યથાર્થ મળવી મુશ્કેલ છે.
 • અનુલોમ ધ્યાન - પ્રતિલોમ ધ્યાનની લટકની રીત આ પુસ્તકમાંથી જ મળશે.
 • અનાદિમુક્ત એટલે શું ? અનાદિમુક્તની સ્થિતિ એટલે શું ? અનાદિમુક્ત કેવી રીતે થવાય ? તેનું અલભ્યજ્ઞાન આ પુસ્તક થકી જ પ્રાપ્ત થશે.
 • અવરભાવ-૫રભાવ, પ્રત્યક્ષ૫ણું, ૫રોક્ષ૫ણું, સાકાર-સદા સાકારનું અદ્ભુત જ્ઞાન આ પુસ્તકમાં નિરૂપાયેલું છે.
 • સ્વામિનારાયણ ભગવાનની પતિવ્રતાની ભક્તિ કેવી રીતે કરાય તે માટે આ પુસ્તક નમૂનેદાર છે.
 • સ્વામિનારાયણ ભગવાનના સગુણ-નિર્ગુણપણાના ગહન, કઠિન અને અલભ્ય જ્ઞાનની સમજૂતી માત્ર ને માત્ર આ પુસ્તક થકી જ યથાર્થ સમજાશે.
 • સ્વામિનારાયણ ભગવાનનું અન્વય-વ્યતિરેક૫ણું સમજવા માટે આ ગ્રંથ સિવાય અન્ય કોઈ ગ્રંથ ઉ૫યોગી નીવડે એવું જણાશે નહીં.
 • સ્વામિનારાયણ ભગવાનના સર્વો૫રીપણાનાં ૧૧ લક્ષણો આ પુસ્તકમાં સરળ ભાષામાં સમાવ્યાં છે.
 • કર્તુમ્ – અર્ક્તુમ્ – અન્યથાકર્તુમ્ ત્રણેય શબ્દોથી સચોટ વ્યાખ્યા આ પુસ્તક થકી જ પ્રાપ્ત થાય છે.
 • સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ કેવું છે ? ક્યાં છે ? અક્ષરધામને કેવી રીતે ૫માય તેની યથાર્થ સમજૂતી સરળ રીતે આ પુસ્તકમાંથી ઉ૫લબ્ધ થાય છે.
 • કલ્યાણ ક્યાં થાય ? કલ્યાણ કોનું થાય ? કલ્યાણ કેવી રીતે થાય અને કલ્યાણ એટલે શું ? વગેરેના સચોટ જવાબ અને કલ્યાણના પ્રકારો કેટલા અને આત્યંતિક કલ્યાણ એટલે શું તેનું યથાર્થ વર્ણન આ પુસ્તકમાંથી જ સાંપડશે.
 • સ્વામિનારાયણ ભગવાન સનાતન ભગવાન છે, સર્વો૫રી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે. સર્વ કારણના કારણ છે, સર્વના કર્તા-હર્તા છે. સર્વના નિયંતા છે અને એકમેવાદ્વિતીયબ્રહ્મ છે; આ બધી જ માહિતીનું નિરૂપણ આ પુસ્તક વડે જ પ્રાપ્ત થશે તે નિ:શંક બાબત છે.
 • સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની ઓળખાણરૂપી તત્ત્વજ્ઞાનને સાવ સરળ શૈલીમાં આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે.
 • શ્રીજીમહારાજે વચનામૃતમાં જણાવેલ પોતાના અભિપ્રાયો, રહસ્યો સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી સમજાય તે રીતે પ્રશ્નોત્તરી તથા મુદ્દાવાઇઝ સમજૂતી આપવામાં આવી છે.
 • અનાદિમુક્તની સ્થિતિની સમજણ, પ્રતિલોમની લટક, પરભાવના જ્ઞાનની સમજૂતી આપવામાં આવી છે.