મુખ્યમંત્રી રાહતનિધિમાં આર્થિક યોગદાન :

 

એસ.એમ.વી.એસ. સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા ઓછા સમયમાં શિરમોડ થનાર વિકસી રહેલ સંસ્થા છે. છતાં સ્વામિનારાયણ ભગવાનબાપાશ્રી ને સદ્ગુરુશ્રીની પરંપરાને જાળવતી સહાયકાર્યોની જોગવાઈ પૂરી પાડવા માટે સંસ્થાએ લાખો રૂપિયાનું ખર્ચ કર્યું હતું. એ ઉપરાંત કોરોના મહામારીના સમયે મુખ્યમંત્રી રાહતનિધિમાં એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ગુરુવર્ય પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીના આદેશથી શ્રી સ્વામિનારાયણ સર્વોપરી સિદ્ધાંત દિગ્વિજય ટ્રસ્ટ તરફથી રૂપિયા ૨૧ લાખનું યોગદાન આપવામાં આવ્યું હતું.

આમએસ.એમ.વી.એસ. સંસ્થાએ સહાયકાર્યોમાં તેમજ સરકારના વિશાળ સેવાકીય ધોરણમાં સર્વ રીતે તનમન ને ધનથી જોડાઈ મહત્ત્વનો ફાળો નોંધાવ્યો છે.