એસ.એમ.વી.એસ. કોવિડ સેન્ટર:


તા. ૧૨-૫-૨૦ના રોજ એસ.એમ.વી.એસ. સંસ્થાના વડામથક સ્વામિનારાયણ ધામના કૅમ્પસમાં બાપાશ્રી આવાસ ઉતારા ભવનમાં કોરાના કોવિડ સેન્ટરની રચના સરકારશ્રીના માર્ગદર્શન મુજબ કરવામાં આવી હતી. આ સેન્ટરના ઉદ્ઘાટન માટે તેના બોર્ડનું પૂજન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કર્યું હતું. ત્યારબાદ કોવિડ સેન્ટરમાં આવનાર કોરોનાના દર્દી માટે મહાપ્રભુ અને ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થનાત્મક આશીર્વાદ પાઠવ્યા હતા : હે સ્વામિનારાયણ ભગવાનહે દયાળુઆ સેન્ટરમાં જે જે કોઈ આવે એ બધા સાજા થઈ જલદી જલદી ઘેર જાય અને સમગ્ર વિશ્વમાં આ કોરોનાનો વ્યાપ વધતો જાય છે તે જલદી જલદી પૂરો થાય તેવી સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરજો... જીવોના ગુના સામું ન જોતા. સૌની ઉપર અઢળક અપાર દયા કરીને સૌને સુખિયા કરો. સમગ્ર વિશ્વ આ મહામારીમાંથી બહાર નીકળે એવી મહાપ્રભુઆપના દિવ્ય ચરણોમાં સમગ્ર વિશ્વ વતી અમારી પ્રાર્થના છેએનો સ્વીકાર કરજો...


SMVS Covid Care Center

 

કોવિડ સેન્ટરનું સંપૂર્ણ સંચાલન એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હૉસ્પિટલની વ્યવસ્થાપન ટીમ કરી રહી છે. હૉસ્પિટલના ડૉક્ટર્સ તથા પેરા મેડિકલ સ્ટાફ અહોનિશ સેવામાં ખડે પગે રહે છે. કોવિડ સેન્ટરમાં ૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ સેન્ટરમાં ૧૫૦ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. એસ.એમ.વી.એસ. કોવિડ સેન્ટર કોરોના મહામારીમાં એક યોદ્ધાની જેમ દેશવાસીઓની સેવા કરી રહ્યું છે. 

 

આમએસ.એમ.વી.એસ. સંસ્થાએ કોરોનાની મહામારી દરમ્યાન ભારત સરકારશ્રીના સંગે રહીઆરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા પ્રદાન કરી હતી.