આકર્ષણો

હરિકૃષ્ણ મહારાજની મહાપૂજા

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના મુખે વચનામૃતના રહસ્યોનું પાન

ગુરુવર્ય પ.પૂ.બાપજીના નિત્ય આશીર્વાદ

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના નિકટ દર્શન-આશીર્વાદનો લાભ

ગુરુવર્ય પ.પૂ.બાપજી દિવ્ય સ્મૃતિ સ્થાનના દિવ્ય દર્શન

વચનામૃત રજત તુલા તથા ડ્રાયફ્રુટ તુલા

વચનામૃત અભિષેક ( ડ્રાયફ્રુટથી )

ભવ્ય પોથીયાત્રા

વચનામૃત સંહિતા પાઠ

વચનામૃત વ્યાખ્યાન માળા

નૂતન વર્ષના દિવ્ય સંકલ્પો

ભવ્ય સમૂહ આરતી

AYP / AVP / પ્રિમુમુક્ષુ / પ્રિ AYPની અંગત શિબિર

બાળ - બાલિકા શિબિર

વચનામૃત ઓડિટોરિયમ( ટેલીફિલ્મ દર્શન )

સ્વામિનારાયણ ધામનું રમણિય કેમ્પસ

5D Show અને દિવ્ય પ્રદર્શન

સહજાનંદ પાર્ક ( ઇલેક્ટ્રોનિક્સ રાઇડ્સ )

 

રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન

 • વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા જ્ઞાનસત્રના લાભાર્થી માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન સિવાયના સભ્યોને પ્રવેશ મળશે નહીં.
 • SMVS સંસ્થાના કોઈ પણ સેન્ટરમાં રજિસ્ટ્રેશન ફોર્મસાથે વ્યક્તિ દીઠ (૧૦ વર્ષથી ઉપરના)  ૨૦૦/- ફી જમા કરાવી પાકી પહોચ મેળવ્યાથી જ રજિસ્ટ્રેશન માન્ય ગણાશે. રજિસ્ટ્રેશન ફોર્મસ્વીકારવાનો સમયગાળો નીચે મુજબ છે : 

અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા ઝોન માટે તા. ૦૨-૯-૧૯થી ૩૦-૯-૧૯

અન્ય તમામ ઝોન માટે તા. ૦૨-૯-૧૯થી ૧૦-૧૦-૧૯

ઉપરોક્ત સમયગાળા બાદ રજિસ્ટ્રેશન ફી ૨૫૦/- વ્યક્તિ દીઠ જમા કરાવવાની રહેશે. જેનો સમયગાળો નીચે મુજબ છે :

અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા ઝોન માટે તા. ૦૧-૧૦-૧૯થી ૦૮-૧૦-૧૯

અન્ય તમામ ઝોન માટે તા. ૧૧-૧૦-૧૯થી ૧૮-૧૦-૧૯

આ સમયગાળા બાદ બાકી રહેલા લાભાર્થી માટે રજિસ્ટ્રેશન તા. ૨૯-૧૦-૧૯ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે કરાવી શકશે.

 • પરિવારમાંથી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા જ્ઞાનસત્રનો લાભ લેનાર પુરુષ સભ્યોનું એક સંયુક્ત ફોર્મ પુરુષ વિભાગમાં ભરવું તથા એ જ પરિવારમાંથી લાભ લેનાર મહિલા સભ્યોનું એક સંયુક્ત ફોર્મ મહિલા વિભાગમાં ભરવાનું રહેશે.
 • Pre-AYP, AYP, AVPના તમામ પુરુષ-મહિલા સભ્યો માટે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા જ્ઞાનસત્રનો પૂરો લાભ લેવો ફરજિયાત છે.
 • અમદાવાદ, ગાંધીનગર, કલોલ આદિ નજીકના સેન્ટરના હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા રાખેલ નથી. તેઓએ રોજ પોતાની રીતે જ સ્વામિનારાયણ ધામથી ઘરે આવવા-જવાનું રહેશે.
 • ઉપરોક્ત સેન્ટર સિવાયના હરિભક્તોને રજિસ્ટ્રેશન કરાવ્યાથી જ ઉતારો મળશે. ૭૦ વર્ષથી ઉપરના કે કાયમી શારીરિક બીમારી કે અશક્ત હોય તેવા હરિભક્તોએ મહોત્સવ તથા જ્ઞાનસત્રનો લાભ લેવાનો આગ્રહ રાખવો નહીં. ઉતારાની વ્યવસ્થામાં પલંગની સગવડ કરવામાં આવેલ નથી.
 • જો આપને ઉતારો લેવાનો ન હોય તોપણ રજિસ્ટ્રેશન ફોર્મભરી ફી જમા કરાવવી ફરજિયાત છે.
 • ઉતારાની વ્યવસ્થામાં સૂવા માટે ગાદલું-ઓશીકું મળશે. પરંતુ ઉતારામાં ઓઢવા માટેની વ્યવસ્થા આપની રીતે કરવાની રહેશે.
 • આપની સાથે કે ઉતારામાં કિંમતી મોબાઇલ, દાગીના કે વધુ રોકડ રકમ સાથે ન લાવવી કે ન રાખવી. અન્યથા કંઈ પ્રશ્ન સર્જાય તો આપની જવાબદારી રહેશે.
 • વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા જ્ઞાનસત્ર દરમ્યાન રોજ સવારે નાસ્તો, બપોરે તથા સાંજે જમવાનું ભોજન સંસ્થા તરફથી મળશે. અન્યથા, ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી હોય તો આપની રીતે જ જમવાની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
 • વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા જ્ઞાનસત્રમાં પાંચેય દિવસ સફેદ અથવા સાદાં વસ્ત્ર પહેરવાં તેમજ નોટ, પેન, માળા અવશ્ય સાથે રાખવી.
 • વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા જ્ઞાનસત્રના લાભાર્થીએ ઉપરોક્ત તમામ નિયમોને અનુસરવું ફરજિયાત રહેશે.