ગુરુવર્ય પ.પૂ.બાપજીના આશીર્વાદ છે કે વચનામૃત ગ્રંથએ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે, સાત શેર ઘીનો મૈસુબ છે, સુપ્રીમનો ચુકાદો છે, સંપ્રદાયનો સર્વોપરી ગ્રંથ છે. તેથી બીજા પરોક્ષના કે પ્રત્યક્ષના શાસ્ત્રો કરતા વચનામૃત ખૂબ વાંચવા, શીખવા અને ભણવા, તેનાથી મહારાજ, બાપા ખુબ રાજી થશે. એમાય આપણી અમીરપેઢીના સમર્થ સદગુરુશ્રીઓ એ આપણી ઉપર ખુબ કૃપા કરી વચનામૃત લખ્યા અને ગાઈડ સમાન રહસ્યાર્થ ટીકા લખી માટે એનું ખુબ વાંચન-મનન કરીએ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ દ્રઢ થાય. અનાદિમુક્તની સ્થિતિ બંધાય. સમાજમાં વચનામૃત વાંચનનું અંગ કેળવવું. વચનામૃતનું એકાગ્રતાથી વાંચન કરવું. વચનામૃત વર્ષ નિમિતે તમામ હરિભક્તો વચનામૃતના અભ્યાસુ બનવું.
Exam ManualPaper-1Exam Syllabus


Audio