શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા ચાતુર્માસ દરમિયાન નીચેના નિયમો લઈએ...
દરરોજ જ્ઞાન-ધ્યાન ચિંતનમાં લાભ લેવા માટે મંદિરે જઈશ. (ફરજીયાત)
દરરોજ સવારે પૂજામાં 'અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું હું...' પદ-2 આ પ્રાર્થના અવશ્ય કરીશ. (ફરજીયાત)
દરરોજ એકાગ્રચિત્તે એક બેઠકમાં મૌન રાખી ઉંમર જેટલી માળા અવશ્ય કરવી. (ફરજીયાત)
દર એકાદશીએ સંકલ્પ સભાનો અને પૂનમના સમૈયાનો પ્રત્યક્ષ અથવા ઓનલાઈન લાભ લઈશ.
દરરોજ દિવ્યભાવે પાંચ માનસીપૂજા નિયમિત અને સમયસર કરવી.
પરિવારમાં આત્મીયતા રાખવા માટે દર અઠવાડિયે ક્ષમાયાચના દિન અવશ્ય કરીશ જ.
દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાંચન કરીશ.
દરરોજ ઘરમંદિરની ઓછામાં ઓછી 1 સેવા તો અહોભાવથી અવશ્ય કરીશ જ.
ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.
અઠવાડીક બાળસભાનો લાભ નિયમિત લઈશ. (ફરજીયાત)
દરરોજ 11 અથવા ઉંમર જેટલી માળા અવશ્ય કરવી. (ફરજીયાત)
દરરોજ માતા-પિતાને ચરણસ્પર્શ કરીશ.
માતા-પિતા કે વડીલોની સામે નહિ બોલું, જીદ નહિ કરું.
દર અઠવાડિયે માતા-પિતા પાસે થયેલ ભૂલો માટે ક્ષમાયાચના કરીશ.