Document

 ગોધર અભિષેક તથા ધૂન માટેની સૂચના

 

અત્યારે હાલની કોરોનાની મહામારીના કારણે ગોધર અભિષેક તથા ધૂન ઘણા સમયથી બંધ હતી. છતાં હરીભક્તોના આગ્રહ, પ્રાર્થના અને સુચનના લીધે ગુરૂવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી ચાલુ કરવામાં આવેલ છે. તો અભિષેક તથા ધૂન કરવા આવનાર તમામ હરીભક્તોએ નીચે જણાવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે.

 

(૧) અભિષેકનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ રાખેલ છે. આ સિવાયના કોઈ પણ સમયે અભિષેક થઇ શકશે નહિ.

(૨) ધૂન દર મંગળવારે અને શુક્રવારે સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ રાખવામાં આવે છે. આ સિવાયના કોઈ પણ વારે કે સમયે ધૂન થઇ શકશે નહિ.

(૩) અભિષેક કે ધૂન કરાવવા આવનાર તમામ હરીભક્તોએ મંદિરમાં આવતાની સાથે જ હાથ સેનેટાઈઝ કરવા અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. 

(૪) અભિષેક કે ધૂન કરાવવા માટે આવવાનું થાય તો ફોન કરીને જણાવવાનું રહેશે. અને આપને જણાવેલ સમય પ્રમાણે જ આવવાનું રહેશે.
કોન્ટેક નં.૯૯૨૫૨૩૭૦૧૮, ૯૯૨૫૨૩૭૦૩૩;

(૫) અભિષેક કે ધૂન કરાવવાની થાય તો વ્યવસ્થાપકો દ્વારા જે સોશ્યલ ડીસ્ટન્સના નિયમો હશે તે પ્રમાણે અમલ કરવાનો રહેશે.

(૬) ધૂન કરાવનાર તકલીફવાળા સભ્યની સાથે બીજી એક જ વ્યક્તિ સાથે બેસી શકશે. અન્ય સાથે આવનાર કોઈ પણ સભ્ય બેસી શકશે નહિ.

(૭) કોરોનાની મહામારીના લીધે ઉતારાની વ્યવસ્થા રાખેલ નથી.