હિંડોળા સ્પર્ધા - 2025
સ્પર્ધાનો સમયગાળો
- સ્પર્ધાનો સમયગાળો તા. 12-7-2025 થી 11-8-2025 સુધી રહેશે. આપેલ સમયગાળા દરમિયાન સંસ્થાના તમામ બાળકો તથા બાલિકાઓ હિંડોળા સ્પર્ધામાં જોડાઇ શકશે. સ્પર્ધામાં જોડાવાની સુચનાઓ નીચે મુજબ છે.
સ્પર્ધા અંગેની સુચનાઓ
- હિંડોળા સ્પર્ધામાં સંસ્થાના દેશ-વિદેશના દરેક બાળ/બાલિકા મુક્તોએ લાભ લઈ શકશે.
- જેમાં બાળકો તથા બાલિકાઓ પોતાના ઘરના સભ્યોની મદદ લઇને હિંડોળો બનાવી શકશે.
- દરેક બાળકે પોતાનો વ્યક્તિગત રીતે હિંડોળો બનાવવાનો રહેશે.
- બાળક પોતાની સ્કીલ મુજબ નાના-મોટા વિવિધ કલાત્મક હિંડોળા બનાવી શકશે.
- દા.ત. ફુલોના, મોતીના, સ્ટોનના, રૂના, કોડીના, દિવાસળીના, સિક્કાના, ચલણી નોટોના, કઠોળના, વાસણના, રાખડીના, ચોકના, ડિસ્પોઝેબલ ચમચી અથવા ગ્લાસ તથા અલગ અલગ થીમ પર પણ બાળકો દ્વારા પોતાની રીતે હિંડોળા બનાવી શકાશે.
- આપે જે હિંડોળો બનાવ્યો હોય તેમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિને બિરાજમાન કરીને મહારાજને હિંડોળે ઝૂલાવતા હોય તેવો તથા માત્ર હિંડોળાનો સારા બેકગ્રાઉન્ડ સાથેનો ફોટોગ્રાફ અથવા 30 સેક્ન્ડનો એક જ વિડિયો ‘9978915545’આ નંબર પર આપનું આખું નામ, બાળમંડળનું નામ તથા સેન્ટરનું નામ લખી તારીખ 15/8/2025 સુધી વોટ્સઅપ કરવાનો રહશે. પછીથી આવેલા અથવા અધૂરી માહિતીવાળા ફોટોગ્રાફ, વિડિયો માન્ય ગણવામાં આવશે નહીં. (વધુમાં વધુ ત્રણ ફોટોગ્રાફ અને 2 વિડિયો મોકલવા)
- જે મુક્તોના સારા અને ક્રિએટીવ હિંડોળા હશે તે મુક્તોને સંસ્થા લેવલે 1, 2, 3 એમ નંબર આપીને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતા તથા અન્ય બાળકોના સારા હિંડોળાના ફોટોગ્રાફ તથા વિડિયો આપણી વેબસાઇટ www.smvs.org પર મુકવામાં આવશે.
- વિજેતા અંગેનો આખરી નિર્ણય સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયનો રહેશે.
- આ સાથે હિંડોળા સ્પર્ધાની pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.