સ્વામિનારાયણ સંપ્રદાય એક હિંદુ ધર્મ હોવા છતાં વિશ્વના અનેક દેશોમાં વિસ્તાર પામી રહ્યો છે. હિંદુ ધર્મના અનેક સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય એક સર્વશ્રેષ્ઠ સંપ્રદાય તરીકે પ્રતિષ્ઠા પામ્યો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક હતા પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. જેઓએ ઈ.સ. 1802 માં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપનામાં ભગવાન સ્વામિનારાયણે આધ્યાત્મિક અને સામાજિક બંને કાર્યો એક સાથે પ્રારંભી સમાજ ઉત્થાનનું કાર્ય કર્યું. તેઓએ વિશ્વને એવો સુંદર અભિગમ આપ્યો કે સમાજની શ્રેષ્ઠ સેવા કરવા માટે આધ્યાત્મિકતા હોવી અનિવાર્ય છે. તેઓએ આધ્યાત્મિકતા અને સામાજિકતા બંનેને સાથે રાખી અનેક કાર્યો કર્યા અને હજારો વર્ષો સુધી એવા કાર્યો ચાલુ રહે તેવી પ્રણાલિકા આપી.
આધ્યાત્મિકતા પ્રદાન કરવા ભગવાન સ્વામિનારાયણે મંદિરો કર્યા, સંતો કર્યા, હરિભક્તો કર્યા, શાસ્ત્રો રચ્યા, સંપ્રદાયનું બંધારણ રચ્યું. વળી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના પાયારૂપ સાધના અને ધાર્મિક અનુષ્ઠાનો આપ્યા તથા આ સર્વેના ફળરૂપ મોક્ષદાઈ સનાતન સિદ્ધાંતો સભર અજોડ ઉપાસના આપી અને આ ઉપાસનાના અંતિમ ચરણ રૂપ અનાદિમુક્તની સ્થિતિ પામી અખંડ, અવિનાશી એવા મૂર્તિસુખ - પરભાવના સુખને પમાડી માનવજાતને ઉપકારરૂપ મોક્ષદાઈ કાર્યો કર્યા.
સમાજસેવા અર્થે ભગવાન સ્વામિનારાયણે સદાવ્રતો શરુ કર્યા, અંધશ્રદ્ધા-વહેમમાંથી મુક્ત કર્યા, વ્યસનમુક્તિ અભિયાનો કાયમી કર્યા, સતીપ્રથા બંધ કરાવી, સ્ત્રીઓને સમાજમાં આગવું સ્થાન આપ્યું તથા ગરીબ-તવંગર અને જ્ઞાતિ-જાતીના ભેદો ટળાવી માનવતાના શ્રેષ્ઠ મુલ્યો તથા આદેશો આપી સમાજ ઉત્થાનના કાર્યો કર્યા.
ભગવાન સ્વામિનારાયણે પ્રારંભેલ આ આધ્યાત્મિક અને સામાજિક કાર્યોના સમન્વય સાથે સમાજ ઉત્થાનના કાર્યો કરનાર સંસ્થા એટલે જ SMVS. જેનું પૂરું નામ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા છે. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા અનુગામી સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ 22, ફેબ્રુઆરી 1987ના રોજ SMVS સંસ્થાની સ્થાપના કરી, ભગવાન સ્વામિનારાયણે પ્રારંભેલ આધ્યાત્મિક તેમજ સામાજિક સમાજ ઉત્થાનના કાર્યનું પ્રતિનિધિત્વ સંભાળ્યું.
આ સંસ્થા ભગવાન સ્વામિનારાયણની છે, તેમણે જ સ્થાપી છે, તેઓ જ તેનું સંચાલન કરે છે, તેઓ જ સર્વે કાર્યો કરે છે ને તેઓ જ સર્વેને આ કાર્યમાં જોડાવવાને પ્રેરણા તથા બળ આપે છે. માટે આપણે કશું જ નથી કર્તા બધું ભગવાન સ્વામિનારાયણ જ કરી રહ્યા છે એ વિચાર કેન્દ્રસ્થાનમાં રાખી સર્વે સેવા કાર્યો કરજો.
મનુષ્ય દેહનો હેતુ જીવાત્માનો મોક્ષ કરવાનો છે. દરેક વ્યક્તિમાં આવી મોક્ષની ભાવના જગાવી તેઓને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના તથા અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન કરાવી મોક્ષમાર્ગે આગળ વધારવાનું કાર્ય થઈ રહ્યું છે.
ભગવાન સ્વામિનારાયણે આપેલ પાંચ પ્રતિજ્ઞા : 1) વ્યસનનો ત્યાગ, 2) માંસાહારનો ત્યાગ, 3) પ્રમાણિકતા-નીતિમત્તા રાખવી, 4) વ્યભિચારનો ત્યાગ અને 5) નિયમની દ્રઢતા; આ પાંચેય પ્રતિજ્ઞા દરેક વ્યક્તિના જીવનમાં લેવડાવી આદર્શજીવનની પ્રેરણા સંસ્થા આપી રહી છે.
SMVS સંસ્થા દરેક વ્યક્તિના, પરિવારના અને સમાજના આધ્યાત્મિક તથા સામાજિક જતન દ્વારા સમગ્ર વિશ્વની સંભાળ લઇ રહી છે.
ધૂન, ભજન, પૂજા, ધ્યાન, સત્સંગ સભા જેવા આધ્યાત્મિક આયામો દ્વારા વર્તમાન સમાજના સત્સંગ, સંસ્કાર જેવા આધ્યાત્મિક જીવનલક્ષી તથા પારિવારિક અને ચારીત્ર્યલક્ષી પડકારોને દુર કરવા માટેનું મહત્વનું અનુદાન સંસ્થા આપી રહી છે.
દરેક વ્યક્તિમાં દયા, પ્રેમ, કરુણા, અનુકંપા, લાગણી, મદદની ભાવના જેવા માનવજાતને ઉપકારરૂપ ગુણોની દ્રઢતા કરાવી સમાજની સેવા તથા સમાજને સાથે લઈને ચાલવાની પ્રેરણા આપવામાં આવે છે.
Know how to get started with meditation & tips for better meditation here
Know how to get started with meditation & tips for better meditation here
EFFORTLESS, ENJOYABLE, AND EFFECTIVE
This mantra-based meditation technique makes meditation easy. It uses a subtle sound (mantra) that effortlessly allows the conscious mind to settle down, letting go of tension & anxiety stress and centering itself in the present moment.
SEE HOW EASY MEDITATION CAN BEEFFORTLESS, ENJOYABLE, AND EFFECTIVE
This mantra-based meditation technique makes meditation easy. It uses a subtle sound (mantra) that effortlessly allows the conscious mind to settle down, letting go of tension & anxiety stress and centering itself in the present moment.
SEE HOW EASY MEDITATION CAN BE