Spiritual Essay - 2013
 
સહનશીલતા - 12 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)
Date : 15/10/2013
 

“અમને સંતોષ છે અમારા પરિવારથી અને અમારા પરિવારના સભ્યોથી તથા અમારી આત્મીયતાથી, અમારા સંપથી. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને મળેલા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીની અમીદ્રષ્ટિથી અમારા પરિવારની રોનક સાવ બદલાઈ જ ગઈ છે. અમે ઋણી છીએ એ દિવ્યપુરુષના (ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીના) કે જેઓએ અમારા પરિવારને એક નવી દિશા અને નવું જીવન બક્ષ્યું છે. અમને ગૌરવ છે મારા પરિવાર માટે કે અમારા પરિવારના તમામ સભ્યો એક આત્મીયતાના તાંતણે બંધાયા છે, એકબીજાને મળતા હૈયા ઊભરાઈ જાય છે, આનંદ છલકાઈ જાય છે. એકબીજા માટેના વિનય, વિવેક, મર્યાદા અકબંધ છે તો વાળી પ્રેમ, લાગણી, સહાનુભૂતિનો ધસમસતો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. ઘરનું વાતાવરણ એવું દિવ્ય અને મંગલમય બની ગયું છે કે પરિવારના કોઈ સભ્યોને એકબીજાથી દૂર જવાની કે ઘરની બહાર જવાની ઈચ્છા થતી નાતી. અમારા ઘરમાં મહારાજે આપેલ સંકલ્પ “સૌની સાથે સંપીને રહેવું” એ જાણે ખૂબ ટૂંકા ગળામાં સાકાર થઇ ગયો હોય એવું જણાય છે.”

Read more >>
 
સહનશીલતા - 11 (નમો અને સૌનું ખમો-3)
Date : 05/10/2013
 

ઘણી વાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે જે કાયર હોય એ જ બીજાની આગળ નમી જાય અને કોઈના શબ્દોને સહન કરી લે. બાકી આપણને કોઈ બે શબ્દ કહી શાનો જાય ? પરંતુ ભાઈ, દાદા બનવું એ વીરતા નથી. નાનાથી પણ નાના બનવું. સૌની આગળ સરળ થઇ નમી જવું. ભલે દયાળુ ! તમે જેમ કહો તેમ. મારી ભૂલ થઇ ગઈ – આ ભાવ સાથે સૌના દાસ થઇ જવું અને કોઈના બે શબ્દોને સહન કરવા, ક્યાંક કોઈના તરફથી ભાર-ભીડો કે તકલીફ મળે તો એનો પણ હસતા મુખે સ્વીકાર કરી દરેક પરિસ્થિતિને ઠરેલ બની સ્વીકારી લેવી. એ બધાને હસતે મુખે સહન કરી લેવું એ જ સાચી વીરતા છે. એ જ સાચી મહાનતા છે.

Read more >>
 
સદ્. બ્રહ્માનંદસ્વામી દર્શન ભાગ - 1
Date : 16/09/2013
 

પૂર્ણપુરુષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભવ્ય અને પ્રચંડ સંકલ્પો સાથે, અનંત જીવોને સુખિયા કરવાના શુભ હેતુથી આં બ્રહ્માંડોને વિષે મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. તો વળી, સાથે પોતાના સંકલ્પોને પુષ્ટ કરવા તથા અનંતાનંત જીવોને એ સંકલ્પોમાં ભેળવવા સદ્.ગોપાળાનંદ સ્વામી, સદ્.મુક્તાનંદ સ્વામી, સદ્.નિત્યાનંદ સ્વામી, સદ્.નિષ્કુળાનંદ સ્વામી, સદ્.ગુણાતીતાનંદ સ્વામી તથા સદ્.બ્રહ્માનંદ સ્વામી જેવા દિવ્યસત્પુરુષોને પોતાની સાથે લાવ્યા. વર્તમાનકાળે એજ શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ છે. અને એમના સંકલ્પો પણ પ્રગટ છે. અને એ દિવ્ય સત્પુરુષોની પરંપરા પણ ચાલતી જ આવી છે. કારણ કે મહાપ્રભુએ કેવળ કૃપા કરી અનંત જીવોને સુખિયા કરવા, વડતાલના ૧૯મ વચનામૃતમાં કોલ આપ્યો છે.

Read more >>
 
સદ્. ગોપાળાનંદ સ્વામી દર્શન - ભાગ - 2
Date : 04/09/2013
 

વડોદરાના બાપુરાયજીના માતુશ્રી ધામમાં ગયા ત્યારે તેમના તેરમાના દિવસે પોતે શ્રીમંત અને આબરૂદાર હોવાથી પોતાની નાતના અને બીજા સર્વે મળીને ૩૦૦૦ માણસોને જમવા માટે શોરી-પૂરી વગેરે રસોઈ કરાવી. જમવાનો વખત થયો ત્યારે આખાય વડોદરાના બધા માણસ માળી ૮-૧૦ હાજર માણસો આવ્યા.

Read more >>
 
સદ્. ગોપાળાનંદ સ્વામી દર્શન - ભાગ - 1
Date : 13/08/2013
 

સર્વોપરી, સર્વઅવતારના અવતારી, સનાતન એક અને અજોડ એવા સ્વામિનારાયણ ભગવાન પોતાના મુક્ત મંડળ સહિત મનુષ્યોને મનુષ્ય જેવા દેખાયા. પોતે જેવા દિવ્ય અને સમર્થ છે તેવા જ સાથે લાવેલા મુક્તો દિવ્ય અને સમર્થ છે. છતાં માયામાં ફસાયેલા જીવોએ પોતા જેવા ભાવો શ્રીજીમહારાજમાં અને મુક્તમાં પરઠ્યા.

Read more >>
 
સહનશીલતા - 10 (નમો અને સૌનું ખમો-2)
Date : 08/08/2013
 

આપણે આટલો બધો સત્સંગ કરીએ છીએ તો મોટાભાઈના બે કડવા શબ્દો સહન કરી લેવાની તૈયારી તો આપણામાં જોઈશે ને ? આપના ગુરૂએ કેટલા માન-અપમાનોને સહન કર્યા છે ? આપણે એવા માન-અપમાન તો ક્યાં સહન કરવાના છે ? એક-બે શબ્દો સહન કરવાના છે. એમાં વળી કેવી આંટી ?

Read more >>
 
સહનશીલતા - 9 (નમો અને સૌનું ખમો-1)
Date : 31/07/2013
 

સાંસારિક જીવન જીવતી કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, “તમારી સંપત્તિ ગણાવો.” તો સામાન્ય રીતે શું ગણાવશે ? તો રૂપિયા, દાગીના, મકાન, જમીન, ફર્નીચર, વાહન, ધંધાનો વ્યાપ, શેર, - આવી મિલકતોને વ્યક્તિ પોતાની સાચી સંપત્તિ ગણે છે. હરહંમેશ આ સંપત્તિનો ચઢતો ને ચઢતો ક્રમ રહે એવી ઘેલછા દરેકને રહે છે. આ સંપત્તિમાં ઘટાડો થાય તો કોઈનેય માન્ય હોતું નથી.

Read more >>
 
સહનશીલતા - 8 (ક્ષમા નથી માંગી શકતા કે નથી આપીએ શકતા તેનાં કેટલાંક કારણો)
Date : 19/07/2013
 

           “હું જ સાચો છું.”, “મારી રીત જ યોગ્ય છે.”, “મારા જેવું સારું બીજા કોઇથી ન થઇ શકે.” – એવું રહેતું હોય તે જ આપણું દેહાભિમાન છે. આપણા રોજબરોજના જીવનમાં આ જ દેહાભિમાનની પુષ્ટિ કરતા વિચારો આવતા હોય છે. એમાં જો ક્યાંક કોઇ વ્યક્તિ આપણા દેહાભિમાનનું ખંડન કરે ત્યારે ખૂબ દુ:ખ લાગે છે. એ સમયે કોઇ આપણને આપણી ભૂલ બતાવે તો આપણી ભૂલ નથી દેખાતી. અને ઉપરથી તેમના અવગુણ દેખાય છે. તો પછી તેમની માફી તો મંગાય જ ક્યાંથી ?

Read more >>
 
સહનશીલતા - 7 (ક્ષમા આપતાં શીખો અને ક્ષમા માંગતાં શીખો)
Date : 05/07/2013
 

‘હશે હશેની ભાવના’ કેળવવા માટેનું ઉત્તમ આચરણ એટલે ક્ષમા આપો અને ક્ષમા માંગો. આપણાથી કાંઇ પણ ભૂલ થઇ ગઇ તો તુરત જ સામેના પાત્રની માફી માંગી લો, ક્ષમા માંગી લો : “હશે દયાળે, તુરત જ રાજી રહેજો, મારી ભૂલ થઇ ગઇ.” કોઇને બે શબ્દ ગુસ્સામાં આવીને બોલાઇ ગયા તો તુરત જ બે હાથ જોડી નમ્ર ભાવે ક્ષમા માંગી લો. : “દયાળુ, રાજી રહેજો. મારાથી આપને કટુ વચન બોલાઇ ગયાં માટે માફ કરજો.” ક્ષમા માંગવામાં જરાય સંકોચ કે નાનપ ન અનુભવવાં. કારણ કે પોતાની ભૂલની ક્ષમા માંગવી એ નાનીસૂની વાત નથી.

Read more >>
 
સહનશીલતા - 6 (સહનશીલતા એ તો પાયો છે)
Date : 20/06/2013
 

આધ્યાત્મિકમાર્ગ હોય કે પછી વ્યવહારિક માર્ગ હોય કે પછી દેશની-સમાજની ઉન્નતિનો માર્ગ હોય પરંતુ એ દરેક માર્ગમાં, ક્ષેત્રમાં જે જે મહાન બન્યા છે, અનંતના મોક્ષદાતા બન્યા છે તેમની સફળતાના મૂળમાં કે તેમની મોટપ અને મહાનતાના મૂળમાં સહનશીલતાનો પાયો અતૂટ અને અવિચળ રહ્યો છે. તેનું ઉદાહરણ પણ આપણે પ્રત્યક્ષ જોયું છે અને સાંભળ્યું છે. આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં પિસાતો હતો. ત્યારે ભારત દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ પણ ‘સહનશીલતા’રૂપી ઉત્તમ શસ્ત્રનો જ સહારો લીધો હતો.

Read more >>
 
સહનશીલતા - ૫ (હશે હશેની ભાવના રાખો)
Date : 17/06/2013
 

“એક આવાઝ ગુંજેગા સત્સંગ મેં,

સંપ સે હી રહેના હૈ હમ સબ કો;

તભી હોગા પૂરા સફાયા ઘર મેં કુસંગ કા,

ઔર હોગા નિર્માણ એક સુનહરી આત્મીયતા કા.”

Read more >>
 
સહનશીલતા - ૪
Date : 07/06/2013
 
 • પ્રાર્થના એટલે નોધારાનો એકમાત્ર આધાર.
 • પ્રાર્થના એટલે અંતરનો પોકાર, ભીખ.
 • પ્રાર્થના એટલે અહમ્ શૂન્ય અવસ્થા.
 • પ્રાર્થના એટલે કાકલૂદી, અંતરનો વલોપાત
Read more >>
 
સહનશીલતા - 3
Date : 28/05/2013
 

આજે દિનપ્રતિદિન કુટુંબોમાં વિસંવાદિતા ઊભી થતી જાય છે જેના પરિણામે તૂટતાં પરિવારો અને કુટુંબોની છિન્નભિન્નતાનો આંકડો વધુ ઝડપે ગતિ કરી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ સમૂહજીવનને પસંદ ન કરતાં એકાંતજીવનને વધુ પસંદ કરે છે અને સ્વતંત્ર જીવન જીવવાની આકાંક્ષાઓ સેવે છે. પરિણામે આજે કુટુંબભાવનાનું વિસર્જન થઈ રહ્યું છે. સમૂહજીવન, સમૂહભોજન અને સંગઠનભાવનાનો ભાંગતો ક્રમ વધી રહ્યો છે.

Read more >>
 
સહનશીલતા - 2
Date : 20/05/2013
 

ઘર કે સ્મશાનગૃહ ?

એવું કહેવાય છે કે, જમાના બદલ ગયા હૈ. વધી રહેલા આજના ભોગવિલાસી જીવનમાં બધું જ બદલાતું જાય છે. આજથી 25-30 વર્ષ પહેલાં લોકો ગારમાટીથી લીંપેલા મકાનમાં રહેતા હતા, જ્યારે આજે મોટી મોટી આલીશાન બિલ્ડિંગો અને મકાનોમાં રહેતા થયા છે. પરંતુ એ ગારમાટીના મકાનમાં જે સુખ, શાંતિ અને સહાનુભૂતિ હતાં તે આજે મોટી બિલ્ડિંગ અને મકાનોમાં નથી. લોકો ઘરમાં ભૌતિક સુખસાહ્યબીને પુષ્ટ કરતી ચીજવસ્તુઓ વસાવી રહ્યા છે. ઘરનો બાહ્યિક દેખાવ સારો કરવા સારામાં સારા રંગ-રોગાન તથા રાચરચીલું કરાવે છે. પરંતુ અનેકનાં મનને મૂંઝવતો આ એક પ્રશ્ન છે કે એ ઘરમાં બધું જ છે પણ સુખ, શાંતિ, આત્મીયતાભર્યું વાતાવરણ ક્યાં છે ?

Read more >>
 
સહનશીલતા - 1
Date : 28/04/2013
 

સમુહમાં ઘરસભા, ભોજન અને પ્રાર્થના કરો

પાણીના વહેણની જેમ સમય સતત બદલાઈ રહ્યો છે તેમ પારિવારિક મુલ્યોનો સમય પણ બદલાતો જાય છે. ભૂતકાળનાં પારિવારિક મુલ્યો મહદ્અંશે આજે સમાજમાંથી ઘીરે ઘીરે ભૂંસાઈ રહ્યાં છે. પારિવારિક સમૂહજીવન સમયના વહેણ સાથે આજે એકાકી જીવનમાં ફેરવાઈ રહ્યાં છે. આજના મહત્વાકાંક્ષી જીવનમાં સમૂહજીવન ભારરૂપ કે ત્રાસરૂપ લાગે છે. જેથી દરેક વ્યક્તિ એકલા રહેવાનું જ વઘારે પસંદ કરે છે. પરિણામે વિભક્ત કુટુંબો ની સંખ્યામાં મોટો વઘારો થયો છે.

Read more >>
 
વાલી જાગૃતિ - 2
Date : 20/04/2013
 
 • વાલી જાગૃતિ એટલે શું ?
 • આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ?
 • આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ?
 • આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ?
  આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read more >>
 
વાલી જાગૃતિ - 1
Date : 20/03/2013
 
 • વાલી જાગૃતિ એટલે શું ?
 • આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ?
 • આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ?
 • આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ?
  આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read more >>
 
આરતી
Date : 20/02/2013
 

આપણા દૈનિક જીવનમાં પ્રભુમાં જોડાવા માટે વિવિધ ભક્તિ સંબંધી ઉપચારો કરવામાં આવે છે. પરંતુ, એમાં આરતીનું સ્થાન મોખરે છે. લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરમંદિરમાં નિત્ય આરતી કરે છે. આપણી દૈનિક ક્રિયાઓમાં આરતી અનોખું સ્થાન ધરાવે છે.

Read more >>
 
શ્રીજીમહારાજે અંગ્રેજ અધિકારીને વ્યસન છોડાવ્યું
Date : 20/01/2013
 

ભગવાન સ્વામિનારાયણનો જીવોને તલમાત્ર કસર રહિત કરી, પોતાની સારમાં સારરૂપ કૃપા એટલે મૂર્તિ, આપવાનો અનન્ય સંકલ્પ હતો. જ્યારે આ સંકલ્પને લઈ તેઓ ભારત ભૂમિ વિશે પધાર્યા. ત્યારે સ્વયં તેઓએ એવા કેટલાંય પાત્રોને પોતાની કૃપાદૃષ્ટિમાં લીધા. એમના જીવનને નવો ઓપ આપ્યો. એવા પાત્રોમાંના એક અંગ્રેજ અધિકારી ‘સર જેમ્સ વિલિયમ્સ’ પર થયેલી શ્રી હરિ કૃપાવર્ષા આજે અહીં નિહાળીશું.

Read more >>
 
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy