Ideology
 
   
     
 
 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

       જેમ આપણે રહીએ તેને ઘર કહેવાય, એમ જ્યાં ભગવાન રહે, ભગવાનના સંતો રહે તેને મંદિર કહેવાય.

       આપણે રોજ સવારે સ્કૂલે જઇએ. કે રમવા જઇએ કે બહાર કોઇ મિત્રને ત્યાંન સંબંધીને ત્યાં જઇએ પણ આપણને વધુ શાંતિ તો આપણા ઘેર આવીને ત્યાસરે જ થાય છે. ખરું ને! એમ કેમ? કારણકે આપણા માતા-પિતા ભાઇ બહેન બધાં ઘેર હોય છે. એમને મળીએ એટલે આનંદ થાય, શાંતિ થાય.

       તો પછી મિત્રો, આપણે રોજ એક પ્રાર્થના બોલીએ છીએ. એમાં શું આવે છે? ખબર છે ને?

ત્વમેવ માતા ચ પિતા ત્વ મેવ,
ત્વમેવ બંધુશ્વ સખા ત્વ્મેવ
ત્વપમેવ વિદ્યા દ્રવિણમ્ ત્વવમેવ,
ત્વપમેવ સર્વમ્ મમ દેવ દેવ

       આ પ્રાર્થનામાં આપણે ઘનશ્યામ મહારાજને કહીએ છીએ કે, હે મહારાજ! તમે જ અમારા માતા છો-પિતા છો, ભાઇ છો, મિત્ર છો. વળી તમે જ અમારી વિદ્યા છો, અમારું દ્રવ્ય છો. એટલું જ નહિ પણ અમારું સર્વસ્વા હે નાથ તમે જ છો.

       જેમ આપણે ઘેર આપણા માતા-પિતા, ભાઇ-બહેનને મળવા આતુર હોઇએ છીએ; એમ આપણા સાચા સગા ભગવાનને મળવા આપણે આતુર રહેવું જોઇએ ને?

       એટલે જ રોજ સવાર-સાંજ આપણે મંદિરે, મહારાજનાં-સંતોના દર્શન માટે આવવું જ જોઇએ. આપણો જીગરજાન મિત્ર હોય તો એક દિવસેય તેને આપણે મળ્યા વગર રહીએ છીએ ખરા? એને એક દિવસ ન મળ્યા હોય તો ત્યાં સુધી નિરાંત ન થાય. એમ આપણેય આપણા પ્યારા ઘનશ્યામ પ્રભુને એક દિવસ ન મળીએ તો દુ:ખ થવું જોઇએ. એમનાં અને સંતોના દર્શન વગર આપણાથી રહેવાય કેમ?

       મંદિરમાં ઘનશ્યામ પ્રભુની આપણા ઉપર દ્રષ્‍ટ‍િ પડે તો આપણા દોષ ટળી જાય, ખોટા વિચારો અટકી જાય, ખોટી ક્રિયા થતી અટકે અને ખોટું બોલવાનું અટકે અને સંતોનાં દર્શન કરીએ, ચરણસ્પર્શ કરીએ તો આપણા મસ્તકે તેમનો દિવ્ય હસ્ત પડે અને આશીર્વાદ મળી જાય. જે આશીર્વાદથી આપણે ભણવામાં હોશિયાર થઇએ અને મોટા થઇ જીવનમાં ખૂબ સુખી થઇએ.

       મંદિરમાં આવતા ભક્તો આપણા ભાઇઓ છે. બધા મહારાજના બાળકો છે. એટલે એમની સેવા ભગવાનની સેવા તુલ્ય છે. એવું નિર્માનીપણું આવે.

       માટે મંદિરમાં આવી આપણે આટલું તો કરવુ જ.

       બાલમિત્રો, મંદિરમાં રહેલી મૂર્તિ એ સાક્ષાત્ ભગવાન છે. પણ કોઇ ફોટો કે પ્રતિમા નથી; એવું બરાબર દ્રઢ કરી, એક ચિત્તે મૂર્તિેનાં દર્શન કરી, મૂર્તિલને અંતરમાં ઉતારવાનો પ્રયત્નન કરવો. પણ દર્શન કરતાં કરતાં ચારે બાજુ ડાફરિયાં ન મરાય. મહારાજ કુરાજી થાય. આપણે મહારાજના સેવક છીએ. દાસ છીએ તે ભાવ દ્રઢ કરવા પુરુષો અને બાળકોએ ઓછામાં ઓછા પાંચ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા.

       જ્યારે મહિલાઓએ અને બાલિકાઓએ પંચાગ પ્રણામ કરવા.

       મહારાજને રાજી કરવા અને મૂર્તિઓઓમાં પ્રેમ કેળવવા, મહારાજની મૂર્તિચધારી મૂર્તિવનાં કીર્તન બોલવાં.

       મંદિરમાં મહારાજના નિજ મંદિરની-સિંહાસનની ફરતી પહોળી જગ્યા હોય છે. જેને પ્રદક્ષ્‍િાણા કહેવાય છે. આપણે સદાય માટે મહારાજ સાથે વરેલા છીએ અને આપણા કેન્દ્રંસ્થાને મહારાજ છે. તે ભાવ પ્રદક્ષ્‍િાણા દ્વારા ફલિત થાય છે. એટલે ઓછામાં ઓછી પાંચ પ્રદક્ષ્‍િાણા તો કરવી જ.

       મહારાજની મૂર્તિલ સાથે એકાગ્રતા કેળવાય એ માટે સ્વામિનારાયણ... સ્વામિનારાયણ મહામંત્રની મનોમન ઉચ્ચારથી માળા પણ ફેરવવી.

       મંદિરમાં બિરાજતાં સંતોને પણ દિવ્યભાવથી દંડવત્ પ્રણામ અને દિવ્યભાવથી ચરણસ્પણર્શ કરી દર્શન કરવા અને તેમની પાસે બેસી તેમનો સમાગમ કરવો. આમ મંદિર એટલે જગતની વિટંબણાઓને ભૂલી જઇ ભગવાનમાં જોડાવાનું સ્થારન. આપણા સંપ્રદાયમાં મંદિર બે પ્રકારનાં હોય છે. શિખરબંધ મંદિર અને હરિમંદિર. જ્યાં આરસની, કાષ્ઠની કે પંચ ધાતુની મૂર્તિપ હોય, અને દરરોજ પાંચ આરતી થતી હોય તેને શિખરબંધ મંદિર કહેવાય છે અને જેમાં ચિત્ર, પ્રતિમા આદિક પટની મૂર્તિ સ્થાપન કરેલી હોય તે હરિમંદિર કહેવાય છે. આપણું વાસણાનું મંદિર એ શિખરબંધ મંદિર કહેવાય છે. જ્યારે ઘનશ્યામનગરનું અને ઇસનપુરનું મંદિર એ હરિમંદિર કહેવાય.