Ideology
 
   
     
 
 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ઊર્ધ્‍વ તથાધો નહિ યસ્‍ય માનં, તસ્‍મ‍િનમહોધામનિ રાજમાનમ્  |
મુક્તવ્રજા નામ ધિ રાજમાનં, શ્રી સ્‍વામિનારાયણમા નમામિ  ||

       અધોઊર્ધ્‍વ પ્રમાણે રહિત, તેજરૂપ સ્વાંગ પ્રકાશરુપ ધામમાં વિરાજમાન તથા મુક્તમંડળ મધ્‍યે શોભતા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને હું નમસ્‍કાર કરું છું (૧)

બ્રહ્માંડ સન્‍દોહ વિભાસિકા‍‍ન્તિં, નૈકાત્‍મકલ્‍યાણનિ ગૂઢશાન્‍ત‍િમ્ |
મનુષ્‍યરુપર્પ‍િતદિવ્‍ય શાન્‍ત‍િં, શ્રી સ્‍વામિનારાયણમા નમામિ ||

       બ્રહ્માંડોના સમૂહોને પોતાની કાંતિએ કરીને પ્રકાશિત કરનાર, (એવા છતાં) અનેક જીવાત્‍માઓના મોક્ષને માટે ગુપ્ત રાખેલ છે પ્રભાવ જેમણે એવા, મનુષ્‍ય સ્વરૂપે દિવ્ય શાંતિને આપનારા એવા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને હું નમસ્‍કાર કરું છું. (૨)

મનુષ્‍યરૂપં પ્રતિમાસ્વરુપં, તથાક્ષરે ધામનિ દિવ્યરુપમ્ |
યસ્‍યાસ્ત્ય ભિન્‍નં કમનીયરુપં, શ્રી સ્‍વામિનારાયણ નમામિ ||

       જેમનું મનુષ્‍યસ્વરૂપ, પ્રતિમાસ્વરૂપ અને અક્ષરધામનું દિવ્ય સ્‍વરૂપ અભિન્‍ન છે. (અર્થાત્ જેમના આ ત્રણે સ્વરૂપોમાં એક રોમનો પણ ફેર નથી એવા) અને મનોહર રૂપવાળા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને હું નમસ્‍કાર કરું છું. (૩)

દિવ્યામ્બરાભૂષણ ભુષિતાડગં, દિવ્યા દ્વ‍િતિયા કૃતિ મંજ્જુલાડગમ્ |
દિવ્યત્‍વ સંપાદક સડિગ સડગં, શ્રી સ્‍વામિનારાયણ નમામિ ||

       દિવ્ય વસ્‍ત્ર અને આભૂષણોથી વિભૂષિત અંગવાળા, દિવ્ય અદ્વ‍િતિય મનોહર આકૃતિવાળા, જેમના સત્‍સંગીઓનો સંગ પણ દિવ્યત્‍વની પ્રાપ્ત‍િ કરાવે છે. એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્‍કાર કરું છું.(૪)

સ્‍વસ્‍વામિનારાયણ નામ મન્‍ત્રં, સ્વયં દિશન્‍તં ભવપારયંત્રમ્ |
પ્રૌઢ પ્રતાપાશ્રિત લોકતન્‍ત્રં, શ્રી સ્‍વામિનારાયણ નમામિ ||

       સંસારથી ઉધ્‍ધારનાર પોતાના શ્રી સ્‍વામિનારાયણ મંત્રને શ્રીમુખે પ્રકાશિત કરનાર અને પોતાના પ્રૌઢ પ્રતાપે કરીને લોકસમસ્‍તને આશ્રય આપનાર એવા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને હું નમસ્‍કાર કરું છું. (૫)

યોગાદ્વિના કારિત સત્‍સમાધિં; સદ્ભક્ત સંઘાત વિનાશિતાધિમ્ |
સંપ્રાપ્રયન્‍તં તમનાદ્યુપાધિં, શ્રી સ્‍વામિનારાયણમા નમામિ ||

       અષ્‍ટાંગયોગ વિના પણ ઉત્તમ સમાધિના દાતા, વિશુધ્‍ધ ભક્તવૃંદોની સર્વ ઉપાધિઓના પ્રહર્તા અને અલભ્‍ય અનાદિપદને અર્પતા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને હું નમસ્‍કાર કરું છું. (૬)

સર્વાવતારાન્‍દ્ર વિલાપયન્‍તં, સર્વાવતારિત્‍વ મહો ધરન્‍તમ્ |
સ્વરાડિતિ સ્વાન્ પરિદર્શયન્‍તમ્ શ્રી સ્‍વામિનારાયણમા નમામિ ||

       સર્વ અવતારોને પોતાનામાં લીન કરનાર અને આશ્રયપૂર્વક સર્વાવતારીપણું ધારણ કરનાર અને પોતાના આશ્રિતોને રાજાધિરાજપણું દર્શાવનાર એવા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને હું નમસ્‍‍કાર કરું છું.(૭)

માયેશ બ્રહ્માક્ષરસંદ્ય બીજં, યે અનાદિમુક્તા અપિતેષુ બીજમ્ |
ત્‍વં સર્વદાત્‍યંતિક મુક્ત‍િબીજં, શ્રી સ્‍વામિનારાયણમા નમામિ ||

       પુરુષ, બ્રહ્મ અને અક્ષરના સમૂહોના કારણ જે અનાદિમુક્તો તેમના પણ કારણ અને સર્વદા આત્‍યાંતિક કલ્‍યાણના એકમાત્ર સર્વોપરિકારણ એવા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનને હું નમસ્‍કાર કરું છું.(૮)

પ્રત્‍યક્ષ એવાસ્‍મ‍િ સદેતિ ભાનં, દત્‍વા સ્‍વકેત્‍ભ્‍યો નિજમૂર્ત‍િદાનમ્ |
યાવદ્ રવીન્દુ પ્રકટપ્રમાણું, શ્રી સ્‍વામિનારાયણમા નમામિ ||

       નિજાશ્રિતોને હું સદાય પ્રત્‍યક્ષ છું એવું અનુપમ જ્ઞાન આપનાર અને પોતાની મૂર્ત‍િનું અમૂલ્‍ય દાન આપનાર, ચંદ્ર, સૂર્ય પ્રકાશે ત્‍યાં સુધી પ્રગટ પ્રમાણ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્‍કાર કરું છું. (૯)