કોરોના મહામારી અંગે માર્ગદર્શન 

સમગ્ર SMVS સમાજ માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કોરોના વાઈરસથી સાવચેત રહેવા માટેની આજ્ઞા

  1. દિવસ દરમ્યાન ૫ થી ૬ વખત હાથને સાબુ/લીક્વીડથી ખાસ ધોવા.
  2. સેનેટાઈઝરથી વારંવાર હાથને સેનેટાઈઝ કરતા રહેવું.
  3. સંતો-હરીભક્તોએ દિવસમાં બે વખત ગરમ (હુંફાળું) પાણી પીવું.
  4. દિવસ દરમ્યાન સમય કાઢી ફરજીયાત ૧૫ મિનીટ યોગા તથા પ્રાણાયામ કરવા.
  5. દિવસમાં ૧ વખત ૧ ચમચી હળદર અથવા સુંઠની ગોળી લઇ શકાય.
  6. સૌ સંતો-હરિભક્તોએ દિવસમાં એક વખત નાસ લેવો.
  7. મંદિર-ઓફીસ તેમજ અન્ય સ્થળ જ્યાં સંતો-હરિભક્તો નો સમૂહ ભેગો થતો હોય તો તેવા સ્થળને સમયાંતરે સેનેટાઈઝરથી સેનેટાઈઝ કરતાં રહેવું.
  8. દિવસમાં બે વખત આર્યુંવૈદિક ઉકાળો બનાવી લઇ શકાય.
  9. ઘરની બહાર નીકળતી વખતે, તથા કોઈના સંપર્કમાં આવતી વખતે ખાસ માસ્ક પહેરવું.
  10. શાકભાજી-ફ્રુટ તથા દુધ બહારથી આવતા હોય તો તેને પાણીથી સ્વચ્છ કર્યા બાદ જ અંદર લેવા.