સહનશીલતા - 3

  May 28, 2013

આજે દિનપ્રતિદિન કુટુંબોમાં વિસંવાદિતા ઊભી થતી જાય છે જેના પરિણામે તૂટતાં પરિવારો અને કુટુંબોની છિન્નભિન્નતાનો આંકડો વધુ ઝડપે ગતિ કરી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ સમૂહજીવનને પસંદ ન કરતાં એકાંતજીવનને વધુ પસંદ કરે છે અને સ્વતંત્ર જીવન જીવવાની આકાંક્ષાઓ સેવે છે. પરિણામે આજે કુટુંબભાવનાનું વિસર્જન થઈ રહ્યું છે. સમૂહજીવન, સમૂહભોજન અને સંગઠનભાવનાનો ભાંગતો ક્રમ વધી રહ્યો છે.
Read more

સહનશીલતા - 2

  May 20, 2013

ઘર કે સ્મશાનગૃહ ? એવું કહેવાય છે કે, “જમાના બદલ ગયા હૈ.” વધી રહેલા આજના ભોગવિલાસી જીવનમાં બધું જ બદલાતું જાય છે. આજથી 25-30 વર્ષ પહેલાં લોકો ગારમાટીથી લીંપેલા મકાનમાં રહેતા હતા, જ્યારે આજે મોટી મોટી આલીશાન બિલ્ડિંગો અને મકાનોમાં રહેતા થયા છે. પરંતુ એ ગારમાટીના મકાનમાં જે સુખ, શાંતિ અને સહાનુભૂતિ હતાં તે આજે મોટી બિલ્ડિંગ અને મકાનોમાં નથી. લોકો ઘરમાં ભૌતિક સુખસાહ્યબીને પુષ્ટ કરતી ચીજવસ્તુઓ વસાવી રહ્યા છે. ઘરનો બાહ્યિક દેખાવ સારો કરવા સારામાં સારા રંગ-રોગાન તથા રાચરચીલું કરાવે છે. પરંતુ અનેકનાં મનને મૂંઝવતો આ એક પ્રશ્ન છે કે એ ઘરમાં બધું જ છે પણ સુખ, શાંતિ, આત્મીયતાભર્યું વાતાવરણ ક્યાં છે ?
Read more