લખપતિ થવાના અભરખા છોડો - 2

  February 22, 2014

આજની વ્યક્તિને ધનલાલસાની સાથે સાથે કીર્તિલાલસા પ્રાપ્ત કરવાનો પણ મહારોગ લાગુ પડ્યો છે. આજે ધનલાલસા તીવ્રતર બનતી જાય છે એનું કારણ એ છે કે આજની વ્યક્તિની મહત્તાનો માપદંડ ‘પૈસો’ જ બની ગયો છે ! એણે પોતાની જરૂરિયાતો અને ભોગવિલાસો એટલાં બધાં વધારી દીધાં છે કે આજે દરેક વ્યક્તિ માટે ‘પૈસો’ લગભગ ‘અનિવાર્ય’ થઈ પડ્યો છે. વળી, આ ધનલાલસામાં કીર્તિલાલસા ભળતાં જેટલું વધુ ધન પોતે મેળવશે એટલો વધારે મહાન પોતે લેખાશે એવી માન્યતા પણ આજના વ્યક્તિના મનનો કેડો મૂકતી નથી; અને એટલે એ ધન અને કીર્તિની પાછળ દોડ્યા કરે છે. કેટલાક સભ્યો તો એવા જોયા છે કે જેમના ઘરે ખાવા માટે રોટલાનાં ફાંફાં હોય અને લાખો-કરોડોનું દેવું માથે હોય, માથાનો એકેય વાળ પોતાનો ન હોય, બધાય ભાડાના જ હોય અને વ્યાજ ચૂકવવામાંથી ઊંચો ન આવતો હોય તોપણ એનો બહારનો પડઘો તો જરાય ઓછો હોતો નથી. પોતાની પાસે ધન ન હોવા છતાં મારી પાસે ખૂબ ધન છે, હું લખપતિ છું – એવી પ્રસિદ્ધિ મેળવવા, કીર્તિ મેળવવા પ્રયત્ન કર્યા કરે છે.
Read more

લખપતિ થવાના અભરખા છોડો - 1

  February 1, 2014

આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે ક્યારે હું લખપતિ થઉં ? આ લખપતિ થવાના અભરખા પૂરા કરવામાં પરિવારની આત્મીયતામાં કેવા ભંગાણ થતા હોય છે ? એક બીજા પ્રત્યેના વાણી-વિવેક કેવી રીતે ચૂકાતા હોય છે ? સંસ્કાર અને સંસ્કૃતિનો કેવો નાશ થતો હોય છે ? તેને ઓળખી આત્મીયતાસભર જીવન કરવાનો શુભ સંદેશ આ નિબંધ પરથી લઈએ....
Read more