માતૃવાત્સલ્યતાનો મહાસાગર

  March 28, 2017

‘ગૉળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.’ જેમ સંસારમાં રહેલા બાળકને માના પ્રેમની જરૂર છે. એમ અધ્યાત્મ માર્ગે ચાલનાર સંત-ભક્ત સમુદાયને પણ દૈહિક અને આત્મિક પ્રેમ આપી રાજીપાના માર્ગે ચલાવનાર વ્હાલા પ.પૂ. બાપજી એટલે નિઃસ્વાર્થ માતૃવાત્સલ્યતાનો મહાસાગર. આવો એ મહાસાગરમાં ડૂબકી મારી સ્નેહભીના થઈએ...
Read more

કથાવાર્તાના આગ્રહી

  March 19, 2017

કથાવાર્તા તો અમારો ખોરાક છે, અમારી દવા છે એવો કથાવાર્તા કરવાનો આગ્રહ દર્શાવનાર ગુરુવર્ય પ.પૂ. બાપજીએ રાત્રિ-દિવસ જોયા નથી કે પોતાના દેહની સ્થિતિ પરિસ્થિતિનો પણ વિચાર કર્યો નથી. 85 વર્ષના એક ડોસાથી શરૂ કરેલ કથાવાર્તાનો પ્રવાહ વણથંભ્યો આજ સુધી વહી રહ્યો છે. તેનું દિવ્ય પ્રસંગ દ્વારા દર્શન કરીએ...
Read more

નીચી ટેલની સેવા

  March 12, 2017

સેવા પરમધર્મ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેવાનું મહત્ત્વ અનેરું છે. એમાંય નીચી ટેલની સેવા એ પ્રભુપ્રસન્નતાનું અનોખું માધ્યમ છે. નીચી ટેલની સેવા કરવી એ કાંઈ નાનપ નથી પરંતુ મહાનતાની નિશાની છે. આવો ત્યારે નીચી ટેલની સેવાના આદર્શને વાસ્તવિક બનાવનાર દિવ્ય સત્પુરુષ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાંથી પ્રેરણા પામીએ...
Read more

માન-અપમાનમાં સમત્વ

  March 10, 2017

આ દિવ્યપુરુષના દિવ્ય પ્રતિભાવંત વ્યક્તિત્વમાં માન-અપમાનના સમત્વનો સાગર જોવા મળે જે કદી ન છલકાય.
Read more

પરસુખમાં મગ્ન

  March 9, 2017

संताः परोपकाराय वभूित: । અર્થાત્ સંત એ પરોપકારનું સ્વરૂપ છે. પરોપકાર એ સંતનો ધર્મ છે. દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પણ પળે પળે આ વિશિષ્ટ અલૌકિકતા જોવા મળે. જેમની દૃષ્ટિમાં નિરંતર પરોપકાર જ ઝરતો હોય છે, જેઓ ડગલે ડગલે પરસુખમાં જ મગ્ન રહેતા હોય છે. ઈ.સ. 1981-1982ના વર્ષની આ વાત છે. એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે ચરોતર પ્રાંતના મોરજ ગામે વિચરણાર્થે પધાર્યા હતા. ત્યાં ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો લીધો. હરિભક્તો રાજી રાજી થઈ ગયા. સાત વાગ્યા એટલે સંધ્યા આરતી થઈ. સંધ્યા આરતી થઈ ગયા કેડ્યે હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “અમારા ઘરે પધરામણીએ પધારશો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “જાઓ, ઘરે જઈને તૈયારી કરો. અમે થોડા જ સમયમાં ઠાકોરજીના થાળ કરીને આવીએ છીએ.”
Read more

સાધુતાના શણગાર

  March 8, 2017

ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૃદયની બાયપાસ સર્જરી કરવી જરૂરી હતી. પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોની પ્રાર્થના-વિનંતીથી તેઓએ સંમતિ આપી. એટલે બાયપાસ સર્જરી ક્યાં કરવી ? કોની પાસે કરાવવી ? તેની તજવીજ પ.પૂ. સ્વામીશ્રી તથા સંતો-હરિભક્તો કરતા હતા. દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી થોડી મૂંઝવણ જણાવતા હતા. ઑપરેશન કેવું થશે... કેવું રહેશે... એવી તો મૂંઝવણ એમને પજવે શાની ? હજારો હરિભક્તોના બાયપાસ સર્જરીના ઑપરેશન એમના આશીર્વાદથી હેમખેમ પાર પડી ગયા હોય તો પછી એમને શાની ચિંતા...??
Read more

બાપાશ્રી પ્રત્યેની અસ્મિતા

  March 7, 2017

“બાપા... બાપા... અબજીબાપા...” કહેતાં કહેતાં તો એમનું મુખ ભરાઈ જાય. એમના મુખ પર પ્રસન્તાનો મહાસાગાર લહેરાઈ જાય. બાપાશ્રી પ્રત્યે તેમને આગવો, અદ્વિતીય ને અજોડ પ્રીતિનો નાતો, અનુપમ લગાવ અને આગવી અસ્મિતા પણ એવી જ અલૌકિક ! ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં સૌને બે હસ્ત ઊંચા કરી બોલાવડાવે, “બાપા !! કોના બાપા ? આપણા બાપા...”
Read more

શ્રીજીમહારાજનું કર્તાપણું

  March 6, 2017

ઈ.સ. 2006ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૃદયની બાયપાસ સર્જરી માટે ક્રિષ્ના હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યા હતા. એમના માટે તો આ પ્રથમ વખત જ આટલી મોટી સર્જરી તથા આટલા લાંબા સમયનું દવાખાનું હતું...
Read more

ઠાકોરજીનો પૈસો વેડફાય નહીં.

  March 5, 2017

જોગમાં આવનારને દેહભાવથી વિરક્ત કરી મૂર્તિરૂપ કરવા એ જ મહારાજ અને મોટાપુરુષનું કર્તવ્ય છે. પરંતુ મૂર્તિરૂપી આસમાનમાં ઊડતા પહેલા જમીન પર ચાલતાં શીખવું અતિ અગત્યનું છે. પરભાવ તરફ પ્રયાણ કરાવવાની સાથે સાથે અવરભાવના કેટલાક ગુણોને દૃઢીભૂત કરાવવાની પ્રેરણા મોટાપુરુષ સ્વયં પોતાના જ જીવનમાંથી આપે છે. તેની અલ્પ ઝાંખી કરીએ...
Read more

ભગવાન તો એક સ્વામિનારાયણ

  March 5, 2017

ન્યૂજર્સી અમેરિકા ખાતે પંચમ વાર્ષિક પાટોત્સવનો લાભ આપી ગુરુવર્ય પ.પૂ. બાપજી પરત ભારત ખાતે  સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીના આગમન માટે ભવ્ય સામૈયું રાખ્યું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિકૃષ્ણ મહારાજ સાથે ગાડીમાંથી નીચે ઊતર્યા ત્યાં તો ધૂનનો ગુંજનાદ સંભળાયો - “એક, દો, તીન, ચાર... સ્વામિનારાયણનો જય જયકાર... પાંચ, છે, સાત, આઠ બાપાશ્રીનો જય જયકાર.. આપણાં ગુરુ કોણ છે ? ગુરુવર્ય પ.પૂ. બાપજી... એમનું નામ શું છે ?...” ધૂનના સૂર જ્યાં કર્ણપટ ઉપર પડ્યા કે એકદમ ગુરુવર્ય પ.પૂ. બાપજી ચોંક્યા અને હાથના ઇશારા વડે મોટેરા સંતને બોલાવ્યા અને ધૂન બંધ રખાવવા કહ્યું. પેલા સંતે પ્રાર્થના કરી, “બાપા, મહારાજનું નામસ્મરણ કર્યા બાદ તો આપનું નામસ્મરણ કરે છે ને !” એ સાંભળતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અપ્રસન્ન મુખારવિંદે કહ્યું કે, “કીધું ને ધૂન બંધ કરાવી દો. ભજન એક સ્વામિનારાયણનું જ થાય. બંધ કરાવો આ ધૂન. આવી ધૂન નહિ બોલવાની.” અને તુરત ધૂન બંધ કરાવી દીધી. વળી, એટલેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીથી ન રહેવાયું તો સમૈયામાં પ.પૂ. સ્વામીશ્રી સાથે ચાલતા હતા તેમને કહ્યું કે, “આ બધા સંતો અને હરિભક્તોને કડક શબ્દોમાં કહી દેવું કે ભજન એકમાત્ર સ્વામિનારાયણ નામનું જ કરવાનું.”
Read more