ભક્તિમય આહનિક - 2

  November 4, 2019

સંપ્રદાયના પ્રસિદ્ધ ગ્રંથ સત્સંગી જીવનના પહેલા પ્રકરણમાં આનિક શબ્દ આવે છે. “અહી એટલે દિવસ. આનિક એટલે નિત્ય સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી કરવામાં આવતા ધાર્મિક નિત્યક્રમો. અર્થાત્ દિવસ દરમ્યાન આપણે પ્રભુ પ્રસન્નતા માટે જે કંઈ અધ્યાત્મસાધના રૂપે સાધનભક્તિ આપણા નિત્યક્રમમાં કરીએ છીએ તેને આનિક કહેવાય. જેમ કે, નિત્યપૂજા, ધ્યાન, માળા, આરતી, પ્રાર્થના, માનસીપૂજા, શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા વગેરે. અધ્યાત્મમાર્ગને વરેલા તમામ સાધનિક મુમુક્ષુ માટે આહુનિકને નિયમિતપણે અનુસરવું ફરજિયાત છે.
પ્રશ્ન જરૂર થાય કે અધ્યાત્મમાર્ગમાં આનિક શા માટે ફરજિયાત છે ? શું આનિકમાં ન વર્તીએ તો ન ચાલે? વ્હાલા મુક્તો, અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘Work while you work and play while you play that is the way to be happy ISay.' એટલે કે “કાર્યના સમયે કાર્ય કરો અને રમતના સમયે રમી લો; આ જ સુખી થવાનો રાજમાર્ગ છે. કારણ કે જ્યારે જે સમયે જે કાર્ય કરવાનું હોય તે હેતુસભર રીતે યથાયોગ્ય પૂર્ણ નહિ થાય તો જીવનમાં પ્રશ્નોની લાંબી હારમાળા થઈ જશે. દુઃખો, મુશ્કેલીઓ, તકલીફો, મૂંઝવણ આ બધું જ વધી જશે. હેતુસભર અને યથાયોગ્ય રીતે થયેલું કાર્ય જ સુખરૂપ નીવડશે. બસ, એવી જ રીતે દિવસ દરમ્યાન આપણે જે કાંઈ ભજન-ભક્તિનાં સાધનો કરીએ છીએ તે આનિકની રીત મુજબ કરશું તો તે સાધનો હેતુસભર થશે અને આપણને સુખરૂપ થશે. કારણ કે આનિકની રીત મુજબ સાધના કરવાથી મહારાજમાં જોડાણ થશે. આનિક એ મહારાજમાં જોડાવા માટેનું પૂરક માધ્યમ છે. આનિક વગરનાં સાધનો એ માત્ર ક્રિયાત્મક બની જશે. જેનાથી આપણે સાધન કરીએ કે ન કરીએ તેનો કાંઈ ફેર નહિ પડે. એતરમાં ટાઢું નહિ થાય. પરંતુ જો આહુનિકની રીત મુજબ સાધનભક્તિ કરશું તો આપણું મન જગતના વિચારોમાંથી પાછું વળીને મહારાજમાં જોડાશે અને ભર્યા સાધનો થશે. એટલે કે આહનિકની રીત મુજબ સાધના કરવાથી જ આપણા અંત ટળતો જશે, શુષ્ક અંતર ભીનું થતું જશે, ઉદ્વેગ, અશાંતિ, આશા-તૃષ્ણા ટળતાં જશે. માયિક પદાર્થોમાંથી આસક્તિ-પ્રીતિ તૂટતી જશે અને સહેજે સહેજે મહારાજમાં જોડાઈ જવાશે, મહારાજમાં પ્રીતિ ઉત્પન્ન થશે. વળી, આહુનિકને અનુસરવાથી આપણે માત્ર વ્યવહારપ્રધાન નહિ બની જઈએ. અધ્યાત્મ અને વ્યવહાર બંનેનું આપણા જીવનમાં બેલેન્સ થશે.
આમ, અધ્યાત્મજીવનમાં આનિકનું મહત્ત્વ સમજવું સવિશેષ જરૂરી છે. વળી, અધ્યાત્મ તથા વ્યવહારુ દષ્ટિએ પણ આનિકના આપણા જીવનમાં ઘણા બધા ફાયદાઓ રહેલા છે. જેમ કે, આનિકમાં વર્તવાથી આંતરમુખી જીવન બને, જીવનમાં મહારાજનું મુખ્યપણું દઢ થાય, મહારાજના સ્વરૂપમાં પ્રીતિ થાય, જગતમાંથી પ્રીતિ તૂટતી જાય, હેતુસભર સાધનો થાય, નિરંતર જાગૃતિમાં રહેવાય, આળસ-પ્રમાદ ટળે, મનની ચંચળતા ટળે, મનોવૃત્તિઓ સ્થિર થાય, સમયનો સદુપયોગ થાય, પોતાના ધ્યેયમાં પ્રગતિ થાય, દેહના ભાવો ટળે અને મૂર્તિભાવ પ્રગટે, શિસ્તયુક્ત જીવન બને. આમ, આનિકના ઘણા બધા ફાયદાઓ છે. હવે આગળ આનિક કેવી રીતે કરવું? આનિકની આંતરિક તથા બાધિક અદબ કેવી જાળવવી તે અંગે જોઈશું.
સૌપ્રથમ કોઈ પણ આનિક દરમ્યાન શક્ય હોય ત્યાં સુધી શરીરને સ્થિર રાખવું, શરીરની ચંચળતા ટાળવી. સીધા ટટ્ટાર બેસવાનો આગ્રહ રાખવો.
પ્રાર્થના, સમૂહગાન વગેરે અનિકમાં નેત્ર મીંચેલાં રાખવાં તથા સ્વાભાવિક ચેષ્ટા, કીર્તન ભક્તિ આદિક આનિકોમાં ઉચ્ચ સ્વરે ગાન કરવું.
આનિક દરમ્યાન આસપાસની પ્રવૃત્તિ તરફ લક્ષ્ય ન રાખવું, ડાફોળિયાં ન મારવાં તથા અન્ય કોઈ પ્રવૃત્તિ કે હાથનાં લટકાં કે ઇશારા ન કરવાં.
આહુનિક દરમ્યાન અન્ય કોઈ જ વાતચીત ન કરવી. મોબાઇલનો ઉપયોગ પણ ન કરવો. આહુનિક દરમ્યાન બગાસાં ન ખાવાં કે ઝોકાં ન ખાવાં.
આનિક દરમ્યાન હસીમજાક, ઠઠ્ઠામશ્કરી ન કરવાં. સંપૂર્ણ ધીરગંભીર થઈને આનિકમાં વૃત્તિઓને એકાગ્ર કરવી. પ્રવૃત્તિના વિચારોને પણ તોડવાનો પ્રયત્ન કરવો.
મક્કમ નિર્ધારથી હેતુસભર સાધનો કરવાં જ છે એવા ધ્યેય સાથે આનિકનાં સાધનો કરવાં. સાથે સાથે સ્વનિરીક્ષણ પણ કરતા રહેવું.
મૂર્તિમાં રહી અનાદિમુક્તની લટકે આનિક કરવાનો આગ્રહ રાખવો. આહૂનિક મહિમાસભર હૈયે તથા એકમાત્ર રાજી કરવાના વિચારથી જ કરવું. ઉપરોક્ત રીત મુજબ જો આનિક કરવામાં આવે તો જરૂર આપણાં તમામ સાધનો હેતુસભર થાય અને સાધન કર્યાનું ફળ મળે. ઘણી વખત આપણને મનમાં એવી મૂંઝવણ થતી હોય કે આપણે મહારાજમાં જોડાવાનાં સાધનો તો ઘણાં કરીએ છીએ છતાંય મહારાજમાં કેમ જોડાવાતું નથી? અંતરે આનંદ કેમ વર્તતો નથી? એનું કારણ છે આપણી પાસે સાધના કરવાની યોગ્ય રીત નથી. જે અત્રે ઉપરોક્ત મુદ્દાઓ દ્વારા રજૂ કરવામાં આવી છે.
સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે વિવિધ સમયાનુસાર જુદાં જુદાં આનિકનાં સાધનો કરીએ છીએ. જેમ કે, નિત્યપૂજા, ધ્યાન, માળા, માનસીપૂજા, દર્શન, આરતી, થાળ, દંડવત, પ્રદક્ષિણા, પ્રાર્થના, કીર્તનભક્તિ, ધૂન્ય, કથાવાર્તા, નિયમચેષ્ટા વગેરે. હવે દિવસ દરમ્યાનનાં આ વિવિધ આહુનિકોનો હેતુ શું છે ? તથા તે કેવી રીતે થાય ? તે વિગતવાર જોઈશું.