ગુરુનો અપરંપાર મહિમા

  March 4, 2017

જેમનું રૂંવાડે રૂંવાડું અને શ્વાસોચ્છવાસ ગુરુના મહિમાથી છલકાય છે એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જ્ઞાનગુરુ એટલે સદ્. કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી). ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે ગુરુમહિમાનો સ્રોત નિરંતર વહેતો રહ્યો છે.
Read more

સિદ્ધાંતોમાં ખુમારી

  March 3, 2017

શ્રીજીમહારાજના પ્રાગટ્યના છ હેતુમાંનો મુખ્ય હેતુ હતો – અનંતાનંત અવતારો અને અવતારોના ભક્તોને પોતાના સર્વોપરી સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ કરાવી અનાદિમુક્તની સ્થિતિ કરાવવી. જે કારણ સત્સંગનો અર્થાત્ એસ.એમ.વી.એસ.નો મુખ્ય સિદ્ધાંત બની રહ્યો છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એસ.અમ.વી.એસ.નું સ્થાપન પણ આ સિદ્ધાંતને વિશ્વવ્યાપી કરવા માટે જ કર્યું છે અને એ માટેની જ નેમ લઈ રાત્રિ-દિવસ વણથંભ્યા મંડ્યા રહ્યા છે.
Read more

પ્રતિકૂળતાની પસંદગી - પારાવાર પ્રતિકૂળતા

  March 2, 2017

કષ્ટોની કાંટાળી કેડી અને પારાવાર પ્રતિકૂળતાઓની વચ્ચે જ જેમનું સમગ્ર સંતજીવન પસાર થયું છે તેવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જીવનમાં સાનુકૂળતાના સંજોગોમાં પણ નિરંતર પ્રતિકૂળતાને જ પસંદ કરી છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીના એક વચને આજે હજારો-લાખો હરિભક્તો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તત્પર હોવા છતાં તેઓ પ્રતિકૂળતાને જ પસંદ કરે છે. રજોગુણી કીમતી વસ્તુ-પદાર્થ, ગાડી-બંગલા કે સ્થાનને ગુરુવર્ય પ.પૂ. બાપજી ક્યારેય પસંદ ન કરે. હરિભક્તો અતિશે આગ્રહ કરે તો કોઈ ને કોઈ રીતે સમજાવી લે પરંતુ તેમના સિદ્ધાંતવાદી જીવનમાં અલ્પ ફેર પડવા દે નહીં. 
Read more

ધર્મ-નિયમમાં અડગ

  March 1, 2017

વિક્રમ સંવત 2024ના વર્ષે ગુરુવર્ય પ.પૂ. બાપજી અવરભાવમાં મોટા મંદિરે ઘનશ્યામ મહારાજની બાજુવાળા મેડાના આસને બિરાજતા. એ સમય હતો કે જ્યારે એ દિવ્યપુરુષ પાસે કેવળ અગવડોની ભરમાર હતી; ખીચડીમાં નાખવા હળદર પણ નહોતી; જોડ્ય માટે સાધુ નહોતા; પગમાં ધારણ કરવા જોડા પણ નહોતા; વિચરણ માટે કોઈ વાહન નહોતું; હરિભક્તોમાંય કોઈ સધ્ધર નહોતા ત્યારે પણ તેઓએ સિદ્ધાંત-પ્રવર્તન માટે ક્યારેય નિયમ-ધર્મમાં છૂટછાટ લીધી નહોતી. એ ક્ષણે ને વર્તમાનકાળે પણ વર્તન બાબતે કોઈ પોણી સોળ આની એમની સમક્ષ આંગળી ચીંધી શકે એવો નિયમ-ધર્મ અંગેનો એકેય પ્રસંગ જોયો નથી.
Read more