તામસી પ્રકૃતિનો ત્યાગ (ક્રોધ છોડો) - 3

  April 12, 2014

સ્વજીવનમાં ક્રોધ ટાળવા કયા જરૂરી પાસાઓ છે અને કેવા સંજોગોમાં ક્રોધ આવે છે ? વળી, ક્રોધથી થયેલા અપરાધને નિવારવા ક્ષમાયાચનાની અદભુત રીત આવો શીખીએ આ લેખ દ્વારા.
Read more

તામસી પ્રકૃતિનો ત્યાગ (ક્રોધ છોડો) - 2

  April 5, 2014

ક્રોધરૂપી જ્વાળામુખી ફાટી નીકળતા કેવો ભયંકર વિનાશ સર્જાતો હોય છે તથા ક્રોધ આવવાના કારણો અને ક્રોધની ભયંકરતા દર્શાવતા શ્રીજીમહારાજના અભિપ્રાયો આ નિબંધમાં જોઈશું.
Read more

તામસી પ્રકૃતિનો ત્યાગ (ક્રોધ છોડો) - 1

  March 28, 2014

વિશ્વભરમાં સર્જાતી કુદરતી હોનારતોમાં સૌથી મહાભયંકર હોનારત હોય તો તે છે “વોલ્કેનિક ઈરપ્સન.”એમ મનુષ્યજીવનમાં શાંતિમાં પણ અશાંતિ સર્જતી હોનારત એટલે “ક્રોધ”ક્રોધ કેવો છે તેનું સ્વરૂપ આ નિબંધમાં જોઈશું.
Read more

લખપતિ થવાના અભરખા છોડો - 4

  March 18, 2014

લખપતિ થવાના અભરખા રહે છે તેનાં કારણો આપણા સ્વ-જીવનમાં જોઈ તેને ટાળવાનો પ્રયત્ન કરીશું તો સદા સુખી રહેવાશે. તો તે કારણો હવે આ નિબંધમાં જોઈએ…
Read more

લખપતિ થવાના અભરખા છોડો - 3

  March 11, 2014

દરેક વ્યક્તિના જીવનમાં પૈસાનું ઘેલું લાગ્યું હોય છે. કોઈ વ્યક્તિ અન્ય કોઈનાય નેતૃત્વ નીચે રહેવા તૈયાર નથી. આજનો યુવાન વર્ગ પણ પોતાનાં માતાપિતા પાસેથી હાથખર્ચીના રૂપિયા લેવા અને એને ક્યાં વાપર્યા એનો જવાબ આપવાની ઝંઝટમાં પડવા માંગતો નથી અને પરિણામે નાની ઉંમરે ભણતાં ભણતાં પણ એ કોઈ પણ રીતે અર્થઉપાર્જન કરી, પોતાના મોજશોખને સંતોષે છે. લખપતિ થવાના અભરખાઓ સેવતાં માતાપિતાને આનંદ હોય છે કે મારો દીકરો નાની ઉંમરે પૈસા કમાતો થઈ ગયો. પરંતુ એ તપાસ્યું છે કે આપનો દીકરો  એ પૈસાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરે છે ? આ જોવાની કે જાણવાની તસ્દી આજના વાલી લેતા જ નથી. એમને તો બસ એક જ વસ્તુ દેખાય છે : પૈસો...પૈસો ને પૈસો. પરિણામે આજનું યુવાધન ખોરવાઈ રહ્યું છે. આજના યુવકો અધર્મના માર્ગે ચાલતા થયા છે અને ન કરવાના કૃત્યો, વ્યવહારો, ધંધા કરતા થયા છે, એની પાછળ માતાપિતાના લખપતિ થવાના અભરખા પણ મહ્દઅંશે કારણભૂત છે.
Read more

લખપતિ થવાના અભરખા છોડો - 2

  February 22, 2014

આજની વ્યક્તિને ધનલાલસાની સાથે સાથે કીર્તિલાલસા પ્રાપ્ત કરવાનો પણ મહારોગ લાગુ પડ્યો છે. આજે ધનલાલસા તીવ્રતર બનતી જાય છે એનું કારણ એ છે કે આજની વ્યક્તિની મહત્તાનો માપદંડ ‘પૈસો’ જ બની ગયો છે ! એણે પોતાની જરૂરિયાતો અને ભોગવિલાસો એટલાં બધાં વધારી દીધાં છે કે આજે દરેક વ્યક્તિ માટે ‘પૈસો’ લગભગ ‘અનિવાર્ય’ થઈ પડ્યો છે. વળી, આ ધનલાલસામાં કીર્તિલાલસા ભળતાં જેટલું વધુ ધન પોતે મેળવશે એટલો વધારે મહાન પોતે લેખાશે એવી માન્યતા પણ આજના વ્યક્તિના મનનો કેડો મૂકતી નથી; અને એટલે એ ધન અને કીર્તિની પાછળ દોડ્યા કરે છે. કેટલાક સભ્યો તો એવા જોયા છે કે જેમના ઘરે ખાવા માટે રોટલાનાં ફાંફાં હોય અને લાખો-કરોડોનું દેવું માથે હોય, માથાનો એકેય વાળ પોતાનો ન હોય, બધાય ભાડાના જ હોય અને વ્યાજ ચૂકવવામાંથી ઊંચો ન આવતો હોય તોપણ એનો બહારનો પડઘો તો જરાય ઓછો હોતો નથી. પોતાની પાસે ધન ન હોવા છતાં મારી પાસે ખૂબ ધન છે, હું લખપતિ છું – એવી પ્રસિદ્ધિ મેળવવા, કીર્તિ મેળવવા પ્રયત્ન કર્યા કરે છે.
Read more

લખપતિ થવાના અભરખા છોડો - 1

  February 1, 2014

આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે ક્યારે હું લખપતિ થઉં ? આ લખપતિ થવાના અભરખા પૂરા કરવામાં પરિવારની આત્મીયતામાં કેવા ભંગાણ થતા હોય છે ? એક બીજા પ્રત્યેના વાણી-વિવેક કેવી રીતે ચૂકાતા હોય છે ? સંસ્કાર અને સંસ્કૃતિનો કેવો નાશ થતો હોય છે ? તેને ઓળખી આત્મીયતાસભર જીવન કરવાનો શુભ સંદેશ આ નિબંધ પરથી લઈએ....
Read more

સહનશીલતા - 15 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)

  January 25, 2014

ઘરના કે અન્ય કોઈ પણ સભ્યો આપણને કોઈ કામ કે સેવા બતાવે તો તુરત ના ન પાડીએ. આપણા કોઈ મિત્રોને પણ ચીડવવા નહિ, નામ ન પાડવાં. આપણી ભૂલને તુરંત સ્વીકારતાં શીખવી. ભાઈ કે બહેન સાથે કે અન્ય સાથે મારઝૂડ ન કરવી. આપણાથી કોઈ દુભાઈ જાય તો નમ્ર ભાવે તેમની માફી માંગી લેવી.
Read more

સહનશીલતા - 14 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)

  January 18, 2014

“વચને કરીને તો કોઈ જીવ-પ્રાણીમાત્રને દુઃખવવાં નહીં.” “પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જે મોટાથી નાનો હોય તેણે મોટાને સમીપે નમી દેવું.”
Read more

સહનશીલતા - 13 (શીખો અને શીખવાડો - વિનય અને વિવેક)

  January 11, 2014

ઘણા વાણીથી આખાબોલા હોય છે. તેમની બોલી જ એવી હોય કે કામ કરે, મદદરૂપ થાય, પણ બોલીને બગાડી નાખે. દૂધ પિવડાવવા ઘણો આગ્રહ કરે. “લો ને લો... લો ને લો...” છતાંય સામેવાળા ના પડે તો કહે, “ભલા, માણસ લ્યોને ! આમેય પાડાને પીવડાવી દેવાનો હતો ને તમે આવી ગયા છો તો હવે લ્યો.” ઘરે કોઈક અચાનક મહેમાનગતીએ આવી ગયું હોય અને જમાડવાનું થાય તો જમાડે જરૂર. પણ જયારે સામેવાળા એમ કહે કે, “માફ કરજો, તમને તકલીફ આપી, નહીં ?” તો કહે, “કંઈ વાંધો નહીં. આજ મારા કૂતરાને ચાટમાં નહિ આપું. તમે આવ્યા છો તો જમાડીને જ જાવ.”
Read more