વાંચન - જેવું વાંચન તેવું ફળ આપનારું

  November 20, 2012

ગુજરાતી ભાષાસાહિત્યમાં એક કહેવત છે : ‘અન્ન એવો ઓડકાર.’ જેને વાંચન સંદર્ભે બદલીએ તો, ‘વાંચન એવા વિચારો.’ વાંચનથી વિચારો ઉદ્ભવે છે. પણ આપણી નવું જાણવાની, જોવાની ને વાંચવાની જિજ્ઞાસાવૃત્તિના કારણે સાર-અસારનો આપણે વિવેક રાખી શક્તા નથી. અંતે આપણને ખરાબ વાંચનની ટેવ પડી જાય છે જે આપણને તહસનહસ કે છિન્નભિન્ન કરી વિખેરી નાંખે છે. આ માટે વાંચનવિવેક જરૂરી છે.
Read more

સાચા લીડર ઘડનારું - વાંચન

  October 20, 2012

ઉન્નત જીવનનો પાયો વાચન છે જીવનના સર્વોચ્ચ શિખરની પ્રાપ્તિ સ્થાન – વાંચન આધ્યાત્મિક વાંચનની મહત્તા જીવનની અણમોલ મૂડી – વાંચન દિવ્યજીવનનું અમૃત - વાંચન
Read more

જીવન સાફલ્યનું મૂળ - વાંચન

  September 20, 2012

જીવનને આંટીઘૂંટીમાંથી બહાર લાવનાર સુંદર ઉપાય – વાંચન સમજણવાળુ જીવન જીવવા માટેનું પ્રેરક પરિબળ વાંચન છે જીવન વ્યવહારની સફળતાની સીડી એટલે વાંચન જીવન ઝંઝાવાતમાં ટકી રહેલા વાંચન ખૂબ ઉપયોગી છે નિરાશાના વમળમાં એક આશાનું કિરણ વાંચન છે
Read more

જીવન પ્રવાસનો પ્રેરક આધાર સ્તંભ : વાંચન

  August 20, 2012

જીવનની સમસ્યાનો આધારભૂત ઉપાય એટલે વાંચન. જીવનને ઘડનાર, આકાર આપનાર એક માત્ર શિલ્પી : વાંચન પ્રગતિના શ્રેષ્ઠ શિખરો સર કરાવનાર માર્ગદર્શક એટલે વાંચન આંતરજગતના વિકાસનું પ્રથમ સોપાન વાંચન વાંચન એતો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે.
Read more

ઝોળી સેવાનું રહસ્ય

  July 20, 2012

દિવ્યાતિદિવ્ય ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા. સાથે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખાવનાર એવા મુક્તો પણ પધાર્યા. જીવાત્માનો ભગવાન સાથે હથેવાળો કરવાનો હતો. તેથી તો સામે ચાલીને પોતાનું સર્વ પ્રકારનું ઐશ્વર્ય ઢાંકી ઢબૂરીને મનુષ્ય લીલા કરતા થકા સામાન્ય જીવને નયગોચર વર્તતા હતા. આપણે નાના બાળક સાથે વાત કરીએ કે રમાડતા હોઈએ ત્યારે આપણે તેમના માટે કેટકેટલું લેવલ નીચું કરવું પડે છે ? કાલી ઘેલી ભાષામાં વાતો કરવી પડે, તેના જેવું વર્તન કરવું પડે વગેરે. પણ આ તો થઈ સજાતિની વાત. અહીં તો એક બાજુ અનંત જન્મથી માયામાં અથડાતો કૂટાતો એવો જીવાત્મા છે તો બીજી બાજુ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે.
Read more

વાણીમાં વિવેકનું મહત્ત્વ

  June 20, 2012

આપને કાગડાની વાણી ગમે કે કોયલની ? સ્વાભાવિક જ છે – કોયલની વાણી જ ગમે. કારણ કે, કોયલની વાણી મીઠી મધુરી છે. જ્યારે કાગડાની વાણી કર્કશ છે. એવું જ કાંઈક આપણા જીવનમાં પણ છે. જેમ ફૂલમાં સુગંધ ભળે તો જ એ ફૂલનું મૂલ્ય વધે, તેમ આપણી વાણીમાં વિવેક ભળે તો આપણું પણ મૂલ્ય વધે. તેથી જ કહ્યું છે કે, “જેવી વાણી તેવી કમાણી”.
Read more

પોઝીટીવ થીંકીંગ કરીએ

  May 20, 2012

કક્કામાં આવતો એક વર્ણ અક્ષર ‘વ’ એ વ્યક્તિમાત્રના જીવનમાં સૌથી મહત્ત્વની અને પાયાની ભૂમિકા ભજવે છે. વિચાર, વાણી અને વર્તન આ ત્રણ ‘વ’ થી શરૂ થતા શબ્દો વ્યક્તિની અધોગતિ કે ઊર્ધ્વગતિનું કારણ છે. એમાંય વાણી અને વર્તનનો મૂળભૂત આધાર વિચાર પર છે. વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષત્રેમાં વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે.
Read more

સંપ એજ સુખ

  April 20, 2012

અત્યારના અત્યંત ઝડપી અને વૈજ્ઞાનિક યુગમાં ‘સંપ’ અને ‘સુખ’ શબ્દોએ જાણે દેશવટો લીધો છે. સંપ શબ્દ એટલો વિશાળ અને ગૂઢ છે કે તેને સમજવો એ ઘણી અઘરી વાત છે. સંપ એટલે સુમેળ. તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કાંઈ અનુચિત વાત નથી. કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે. જ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે.
Read more

જીવન પરિવર્તન

  March 20, 2012

આપણે મહારાજ અને મોટાપુરુષને પ્રાર્થના કરીએ છીએ કે દયાળુ, દયા કરીને દેહભાવ બહુ નડે છે, કામ, ક્રોધ, સ્વભાવો બહુ નડે છે, દયા કરો ને દયાળુ, મારે આત્મીયતા કરવી છે. દયાળુ, મારે આપના રાજીપાના સર્વ શ્રેષ્ઠ પાત્ર દાદાખાચર જેવા થવું છે, પહેલા નંબરનો રાજીપો કમાવવો છે, દયા કરો ને... !”
Read more

સાચા ભાવની પ્રાર્થના

  February 20, 2012

સાચાભાવની પ્રાર્થના... / પ્રાર્થના એટલે આત્માનો પોકાર / ખરી પ્રાર્થના કોને કહેવાય ? / શું ભગવાન પ્રાર્થના સાંભળે ? / મુશ્કેલીમાં ઊગરવાનો ઊપાય - પ્રાર્થના.
Read more