સકામ મટી નિષ્કામ થઈએ : 4

  December 16, 2019

શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા થવા નિષ્કામ થવા માટે સૌપ્રથમ સકામભાવ અને નિષ્કામભાવની સ્પષ્ટતા કરવી ફરજિયાત છે.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 3

  December 9, 2019

શ્રીજીમહારાજે પોતાના આશ્રિતને પોતાનું કર્તાપણું દૃઢ કરાવવા કેટલા તત્પર છે ! વસોના વાઘજીભાઈ ખૂબ સારા સત્સંગી હતા. તેઓ સમાગમ કરતા અને સેવા પણ કરતા. એક વખત તેઓ બીમાર પડ્યા. મંદવાડ એક વર્ષ સુધી લાંબો ચાલ્યો. શરીરમાં અસહ્ય પીડા થાય, જમાય નહિ, પીવાય નહિ, સરખું બેસાય પણ નહિ તેથી તેઓને સત્સંગમાં ઢીલાશ આવી ગઈ. મનમાં સંકલ્પ થવા માંડ્યા કે સંતોએ વર્તમાન ધરાવ્યા ત્યારે કહ્યું હતું કે, “જા તારું તન, મન, ધન ને અનેક જન્મનાં કર્મ સ્વામિનારાયણને ચરણે. હવે તારું પ્રારબ્ધ સ્વામિનારાયણ ભગવાન થયા.” મારું બધું ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું, એ પ્રારબ્ધ થયા છતાં મને આવું દુઃખ શાથી આવ્યું ? આ મંદવાડ મટશે કે નહીં ? જો મહારાજ ધામમાં લઈ જવાના હોય તો દર્શન કેમ નથી દેતા ? ને શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન હોય તો પ્રારબ્ધે કરીને કેમ આવું દુઃખ આવ્યું હશે ? વાઘજીભાઈએ સત્સંગ કર્યો હતો પરંતુ સમજણની પરિપક્વતા કરવામાં કચાશ હતી. તેથી આવા સંકલ્પો કરતાં પોઢી ગયા.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 1

  November 25, 2019

કંઠી ધારણ કરવી, તિલક-ચાંદલો કરવો, પૂજા કરવી, દર્શન કરવાં, મંદિરે જવું આ બધો પ્રાથમિક-ઔપચારિક સત્સંગ છે. તે દૈહિક પવિત્રતા કેળવવા માટેનું સાધન છે. જેનાથી દેહ સત્સંગી થાય પરંતુ આત્મા સત્સંગી ન થાય. આત્માને સત્સંગી કરવા પરમાત્માના સંગરૂપી સત્સંગ ફરજિયાત છે. આવી રીતે સત્સંગ એ ક્રિયાલક્ષી કે સાધનલક્ષી શબ્દ નથી. પરંતુ શબ્દાતીત અનુભવાત્મક યોગ છે. જ્યાં આત્મા-પરમાત્માની એકતા પામવા માટે સંતો-હરિભક્તોના સમૂહમાં કથાવાર્તા થતી હોય, ઉત્સવ-સમૈયા થતા હોય તથા સાધ્ય સ્વરૂપ સુધી પહોંચાય તેવી ભજન-ભક્તિ થતી હોય તેને સત્સંગ કહેવાય.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 2

  November 25, 2019

સત્સંગનો મૂળભૂત પાયો સમજણ છે. ગમે તેટલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય પણ સમજણના અભાવે સત્સંગ અર્થહીન બને છે.
Read more

ભક્તિમય આહનિક - 4

  November 18, 2019

સતત પ્રવૃત્તિશીલ જીવનમાં નિવૃત્તિ લઈ ભગવાનની ભજન-ભક્તિ કરવી ઘણી અઘરી છે પણ એવા કોઈક માધ્યમો દ્વારા ભગવાનમાં નિરંતર વૃત્તિ પરોવાયેલી રહે તે માધ્યમ એટલે જ આહ્ નિક
Read more

ભક્તિમય આહનિક - 3

  November 11, 2019

મહારાજે વ્યક્તિમાત્રને 24 કલાક આપ્યા છે તેમાં 8 કલાક દૈહિક ક્રિયા કરવા, 8 કલાક ઉપાર્જન તથા સામાજીક પ્રવૃતી કરવા અને બીજા આઠ કલાક ભગવાનની ભજન-ભક્તિ કરવા, તો તે આઠ કલાક દરમ્યાન શું કરવું ?
Read more

ભક્તિમય આહનિક - 2

  November 4, 2019

ભગવાનના ભક્તે નિત્યક્રમ પૂર્વક ભક્તિમય આહનિક કરવું. પણ આહનિક એટલે શું ? કેવી રીતે કરવું ક્યા માધ્યમો દ્વારા...
Read more

ભક્તિમય આહનિક - 1

  October 28, 2019

Eat, drink & be marry અર્થાત્ ખાઓ, પીઓ અને વિષય ભોગવો એ જગતના જીવોનો નિત્યક્રમ છે જ્યારે ભગવાનના ભક્તનો નિત્યક્રમ...
Read more

ઉત્કૃષ્ટ સંગ - 3

  October 21, 2019

જીવનની શ્રેષ્ઠતા અને અધમતાનો મૂળભૂત આધાર છે સંગ.
Read more

ઉત્કૃષ્ટ સંગ - 2

  October 14, 2019

 A man is known by the company he keeps, પણ સંગની ઓળખ કરવી કેવી રીતે ?
Read more